રસીદ પ્રિન્ટરને સેટઅપ કરવા અંગેની જાણકારી
રસીદ પ્રિન્ટર સેટઅપ કરવા માટે, તમારા વિશિષ્ટ પ્રિન્ટર માટે શામેલ કરેલા પગલાંને અનુસરો. જો તમારી પાસે એક કરતા વધુ રસીદ પ્રિન્ટર હોય, તો તમે મેન્યુઅલી કોઈપણ પ્રિન્ટરને ડિફૉલ્ટ પ્રિન્ટર તરીકે સેટ કરી શકો છો. બધું હેતુ અનુસાર કામ કરી રહ્યું છે તેની ખાતરી કરવા માટે તમે ટેસ્ટ રસીદ પણ પ્રિન્ટ કરી શકો છો.
આ પેજ પર
- સપોર્ટ કરતા રસીદ પ્રિન્ટરના મૉડલ
- ઉત્તર અમેરિકામાં Shopify POS રસીદ પ્રિન્ટર
- યુરોપમાં Shopify POS રસીદ પ્રિન્ટર
- એશિયા-પૅસિફિકમાં Shopify POS રસીદ પ્રિન્ટર
- Shopify POS iOS અને Android ઉપકરણની સુસંગતતા માટેની આવશ્યકતાઓ
- પ્રિન્ટરના કેબલ કનેક્ટ કરો
- પ્રિન્ટરને રસીદ પ્રિન્ટ કરવા માટે ડિફૉલ્ટ તરીકે સેટ કરો
- ટેસ્ટ રસીદ પ્રિન્ટ કરો
સપોર્ટ કરતા રસીદ પ્રિન્ટરના મૉડલ
ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા-પૅસિફિક પ્રદેશમાં Shopify POS માટે ઉપલબ્ધ રસીદ પ્રિન્ટર એક્સપ્લોર કરો. તમને રસીદ પ્રિન્ટર શોધવામાં મદદ કરવા માટે દરેક ટેબલ Star Micronics અને Epson જેવી બ્રાન્ડ્સના વિવિધ મૉડલ વિશેની આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે, જેમાં તેમના મૉડલ નંબર અને પ્રાદેશિક ઉપલબ્ધતા વિશેની વિગતો હોય છે.
ઉત્તર અમેરિકામાં Shopify POS રસીદ પ્રિન્ટર
ઉત્તર અમેરિકામાં Shopify POS માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારના રસીદ પ્રિન્ટર વિશે જાણો, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં વિગતવાર ઉપલબ્ધતા સાથે Star Micronics અને Epsonના મૉડલ શામેલ છે.
| Star Micronics Bluetooth રસીદ પ્રિન્ટર | Star TSP143IIIBI2 | હાલમાં સમર્થિત છે, પરંતુ હવે Shopify હાર્ડવેર સ્ટોરમાં ખરીદી માટે ઉપલબ્ધ નથી |
| Star Micronics Wi-Fi રસીદ પ્રિન્ટર | Star TSP143IIIW | હાલમાં સમર્થિત છે, પરંતુ હવે Shopify હાર્ડવેર સ્ટોરમાં ખરીદી માટે ઉપલબ્ધ નથી |
| Star Micronics વાયર્ડ રસીદ પ્રિન્ટર | Star TSP143IIILAN (39463110) | હાલમાં સમર્થિત છે, પરંતુ હવે Shopify હાર્ડવેર સ્ટોરમાં ખરીદી માટે ઉપલબ્ધ નથી |
| Star Micronics LAN રસીદ પ્રિન્ટર | TSP143IV UE | હાલમાં સમર્થિત છે, પરંતુ હવે Shopify હાર્ડવેર સ્ટોરમાં ખરીદી માટે ઉપલબ્ધ નથી |
| Star Micronics X4 રસીદ પ્રિન્ટર | TSP143IV-UEWB | કૅનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ |
| Epson OmniLink Bluetooth/LAN/USB રસીદ પ્રિન્ટર | TM-m30III | કૅનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ |
| Star Micronics mC-Print3 રસીદ પ્રિન્ટર | mC-Print3 | તૃતીય-પક્ષ વિક્રેતાઓ દ્વારા ઉપલબ્ધ |
| Epson T20 અને T88 સિરીઝનાં રસીદ પ્રિન્ટર | TM-T20II, TM-T20III, TM-T88IV, TM-T88V, TM-T88VI, TM-T88VII | તૃતીય-પક્ષ વિક્રેતાઓ દ્વારા ઉપલબ્ધ |
યુરોપમાં Shopify POS રસીદ પ્રિન્ટર
સમગ્ર યુરોપમાં Shopify POS માટે યોગ્ય રસીદ પ્રિન્ટરની પસંદગીનું અન્વેષણ કરો, જેમાં Star Micronics અને Epson જેવા મૉડલ શામેલ છે, જે વ્યાપક કનેક્ટિવિટી વિકલ્પો સાથે અનેક દેશોમાં ઉપલબ્ધ છે.
| રસીદ પ્રિન્ટર | મૉડલ નંબર | ઉપલબ્ધતા |
|---|---|---|
| Star Micronics Bluetooth રસીદ પ્રિન્ટર | Star TSP143IIIBI2 | હાલમાં સમર્થિત છે, પરંતુ હવે Shopify હાર્ડવેર સ્ટોરમાં ખરીદી માટે ઉપલબ્ધ નથી |
| Star Micronics Wifi રસીદ પ્રિન્ટર | Star TSP143IIIW | હાલમાં સમર્થિત છે, પરંતુ હવે Shopify હાર્ડવેર સ્ટોરમાં ખરીદી માટે ઉપલબ્ધ નથી |
| Star Micronics વાયર્ડ રસીદ પ્રિન્ટર | Star TSP143IIILAN (39463110) | હાલમાં સમર્થિત છે, પરંતુ હવે Shopify હાર્ડવેર સ્ટોરમાં ખરીદી માટે ઉપલબ્ધ નથી |
| Star Micronics LAN રસીદ પ્રિન્ટર | TSP143IV UE | હાલમાં સમર્થિત છે, પરંતુ હવે Shopify હાર્ડવેર સ્ટોરમાં ખરીદી માટે ઉપલબ્ધ નથી |
| Epson OmniLink Bluetooth/LAN/USB રસીદ પ્રિન્ટર | TM-m30III | બેલ્જિયમ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફિનલૅન્ડ, જર્મની, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલૅન્ડ્સ, સ્પેન, સ્વિટ્ઝરલૅન્ડ, યુનાઇટેડ કિંગડમ |
| Epson FP-81II RT બંડલ | FP-81II RT | ઇટાલી |
| mPOP રસીદ પ્રિન્ટર | 339650291, 39650090 | હાલમાં સમર્થિત છે, પરંતુ હવે Shopify હાર્ડવેર સ્ટોરમાં ખરીદી માટે ઉપલબ્ધ નથી |
| Star Micronics TSP143IV-UEWB રસીદ પ્રિન્ટર | TSP143IV-UEWB | બેલ્જિયમ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફિનલૅન્ડ, જર્મની, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલૅન્ડ્સ, સ્પેન, સ્વિટ્ઝરલૅન્ડ, યુનાઇટેડ કિંગડમ |
| Epson T20 અને T88 સિરીઝનાં રસીદ પ્રિન્ટર | TM-T20II, TM-T20III, TM-T88IV, TM-T88V, TM-T88VI, TM-T88VII | તૃતીય-પક્ષ વિક્રેતાઓ દ્વારા ઉપલબ્ધ |
એશિયા-પૅસિફિકમાં Shopify POS રસીદ પ્રિન્ટર
એશિયા-પૅસિફિક પ્રદેશમાં Shopify POS સાથે સુસંગત રસીદ પ્રિન્ટરના વિકલ્પો રિવ્યૂ કરો, જેમાં Star Micronics અને Epsonના મૉડલ ઑફર કરવામાં આવે છે, જે વિવિધ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે અને સિંગાપોર, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ જેવા દેશોમાં ઉપલબ્ધ છે.
| રસીદ પ્રિન્ટર | મૉડલ નંબર | ઉપલબ્ધતા |
|---|---|---|
| Star Micronics Bluetooth રસીદ પ્રિન્ટર | Star TSP143IIIBI2 | હાલમાં સમર્થિત છે, પરંતુ હવે Shopify હાર્ડવેર સ્ટોરમાં ખરીદી માટે ઉપલબ્ધ નથી |
| Epson OmniLink Bluetooth/LAN/USB રસીદ પ્રિન્ટર | TM-m30III | ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, સિંગાપોર |
| Epson T20 અને T88 સિરીઝનાં રસીદ પ્રિન્ટર | TM-T20II, TM-T20III, TM-T88IV, TM-T88V, TM-T88VI, TM-T88VII | તૃતીય-પક્ષ વિક્રેતાઓ દ્વારા ઉપલબ્ધ |
Shopify POSના iOS અને Android ઉપકરણની સુસંગતતાની જરૂરિયાતો
Shopify POS માત્ર iOS અને Android ઉપકરણો માટે જ ઉપલબ્ધ છે. તે લૅપટૉપ અથવા ડેસ્કટૉપ કમ્પ્યુટર કે Amazon Fire ટૅબ્લેટ માટે ઉપલબ્ધ નથી.
Shopify POS નીચેની જરૂરિયાતો પૂરી કરતા હોય તેવા ઉપકરણો સાથે કામ કરે છે:
| ઉપકરણ | વર્ણન |
|---|---|
| iPad | iPadOS 15.1 અથવા તેના પછીના વર્ઝન પર ચાલતું જનરેશન 5 કે તેનાથી નવું |
| iPad Air | iPadOS 15.1 અથવા તેના પછીના વર્ઝન પર ચાલતું જનરેશન 2 કે તેનાથી નવું |
| iPad mini | iPadOS 15.1 અથવા તેના પછીના વર્ઝન પર ચાલતું જનરેશન 4 કે તેનાથી નવું |
| iPad Pro | iPadOS 15.1 અથવા તેના પછીના વર્ઝન પર ચાલતા તમામ iPad Pro મૉડલ |
| iPhone | iOS 15.1 અથવા તેના પછીના વર્ઝન પર ચાલતો iPhone 7 કે તેનાથી નવો |
| POS Go | Shopify દ્વારા પ્રદાન કરવામાં આવેલા લેટેસ્ટ સૉફ્ટવેર અપડેટ પર ચાલતું POS Go |
| Android | ઍક્ટિવેટ કરેલી Google Play Services અને Google Mobile Servicesની સાથે ઑફિશિયલ Android 10.0 કે તેના પછીના વર્ઝન પર ચાલતા ફોન કે ટૅબ્લેટ |
Shopify POS હવે iOS 14 અથવા તેનાથી જૂના વર્ઝનને સપોર્ટ કરતું નથી. iOSના જૂના વર્ઝનમાં, તમે ઍપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો, પરંતુ તેને અપડેટ કરી શકશો નહીં. બગ ફિક્સ અને નવી સુવિધાઓનો લાભ લેવા માટે, તમારે તમારા ઉપકરણને iOS 15.1 અથવા તેના પછીના વર્ઝન પર અપડેટ કરવાની જરૂર છે. જો તે શક્ય ન હોય, તો iOS 15.1 અથવા તેના પછીના વર્ઝન પર ચાલતા અન્ય ઉપકરણ પર Shopify POSનો ઉપયોગ કરવા માટે સ્વિચ કરો.
iOS પરવાનગીની જરૂરિયાતો
જો તમે તમારા ઉપકરણને iOS 15.1 અથવા તેનાથી નવા વર્ઝન પર અપડેટ કરો છો અને તૃતીય-પક્ષ Shopify ઍપનો ઉપયોગ કરો છો, તો તમારે તમારા iOS સેટિંગ્સમાં Cross-Website tracking સક્રિય કરવાની જરૂર પડી શકે છે. Cross-Website tracking, તમારા Shopify ઍડમિનમાં ઇન્સ્ટૉલ કરેલી તૃતીય-પક્ષ Shopify ઍપને Shopify Inbox, Shopify પૉઇન્ટ ઑફ સેલ અને Shopify ઍપમાં કનેક્ટેડ રહેવાની મંજૂરી આપે છે.
Cross-Website tracking સક્રિય કરવા માટે, નીચેનાં પગલાં પૂર્ણ કરો:
- તમારા iOS ઉપકરણ પર, Settings ઍપ ખોલો.
- Shopify, Shopify POS અથવા Shopify Inbox ટૅપ કરો.
- Allow Cross-Website Tracking સક્રિય કરો.
પ્રિન્ટર કૅબલ કનેક્ટ કરો
જો તમે LAN કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં હો, તો એક કૅબલ પ્રિન્ટરને કૅશ ડ્રૉઅર સાથે કનેક્ટ કરે છે અને બીજો પ્રિન્ટરને તમારા રાઉટર સાથે કનેક્ટ કરે છે.
જો તમે Shopify POS Hub નો ઉપયોગ કરીને USB દ્વારા કનેક્ટ કરી રહ્યાં હો, તો પ્રિન્ટરના USB કૅબલને POS Hub સાથે કનેક્ટ કરો, POS Hub ને તમારા POS ઉપકરણ સાથે કનેક્ટ કરો અને પછી કૅશ ડ્રૉઅરને પ્રિન્ટર સાથે કનેક્ટ કરો.
રસીદ પ્રિન્ટરથી કૅશ ડ્રૉઅર:

રસીદ પ્રિન્ટરથી રાઉટર:

રસીદ પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટરને ડિફૉલ્ટ તરીકે સેટ કરો
Shopify POS રસીદ પ્રિન્ટ કરવા માટે ડિફૉલ્ટ પ્રિન્ટરનો ઉપયોગ કરે છે. જો ડિફૉલ્ટ પ્રિન્ટર અનુપલબ્ધ હોય, તો Shopify POS તમને તે રસીદ માટે ઉપલબ્ધ બૅકઅપ પ્રિન્ટર પસંદ કરવા માટે સૂચવી શકે છે. જો તમારી પાસે એક કરતાં વધુ પ્રિન્ટર છે, તો તમે Shopify POS માંથી ડિફૉલ્ટ પ્રિન્ટર બદલી શકો છો.
પગલાં:
Shopify POS માંથી,
આઇકનને ટૅપ કરો.
હાર્ડવેર હેઠળ, તમે જે પ્રિન્ટરને ડિફૉલ્ટ તરીકે સેટ કરવા માગતા હો તેને ટૅપ કરો.
ડિફૉલ્ટ રસીદ પ્રિન્ટર વિકલ્પ ટૉગલ કરો.
ટેસ્ટ રસીદ પ્રિન્ટ કરો
તમે તમારું રસીદ પ્રિન્ટર સેટ કરો તે પછી, એક ટૂંકો ડાયગ્નોસ્ટિક રિપોર્ટ પ્રિન્ટ થાય છે. આ પછી, બધું યોગ્ય રીતે કામ કરી રહ્યું છે તેની ખાતરી કરવા માટે તમારે ટેસ્ટ રસીદ પ્રિન્ટ કરવી જોઈએ.
પગલાં:
Shopify POS માંથી,
આઇકનને ટૅપ કરો.
હાર્ડવેર હેઠળ, તમે જે પ્રિન્ટરને ટેસ્ટ કરવા માગતા હો તેને ટૅપ કરો.
રસીદ પ્રિન્ટર ટેસ્ટ કરો ટૅપ કરો.