Star Micronics TSP143IV-UEWB રસીદ પ્રિન્ટરનું મુશ્કેલીનિવારણ
Star Micronics TSP143IV-UEWB રસીદ પ્રિન્ટરની સામાન્ય સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરવા માટે આ માર્ગદર્શિકાનો ઉપયોગ કરો. તમે અનુભવી રહ્યાં હોવ તેવી ચોક્કસ સમસ્યા પસંદ કરતા પહેલાં પગલું 1: Star Micronics TSP143IV-UEWB રસીદ પ્રિન્ટર માટે સામાન્ય મુશ્કેલીનિવારણ પૂર્ણ કરો. જો મુશ્કેલીનિવારણનાં પગલાં સમસ્યાનું નિરાકરણ ન લાવે, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો.
આ પેજ પર
પગલું 1: Star Micronics TSP143IV-UEWB રસીદ પ્રિન્ટર માટે સામાન્ય મુશ્કેલીનિવારણ
તમારા રસીદ પ્રિન્ટરની સમસ્યાઓ માટે નીચેનાં સામાન્ય મુશ્કેલીનિવારણનાં પગલાં પૂર્ણ કરો:
ચકાસો કે તમે Star Micronics TSP143IV-UEWB રસીદ પ્રિન્ટરનો ઉપયોગ કરવા માટેની આવશ્યકતાઓને પૂર્ણ કરો છો.
ખાતરી કરો કે Shopify POS અપ ટૂ ડેટ છે.
ખાતરી કરો કે તમારું ઉપકરણ અપ ટૂ ડેટ છે:
- તમારા iOS ઉપકરણને અપડેટ કરવા માટે, તમારા ઉપકરણના સેટિંગ્સ પર જાઓ અને પછી સામાન્ય > સૉફ્ટવેર અપડેટ પર ટૅપ કરો. જો કોઈ અપડેટ ઉપલબ્ધ હોય, તો તમે હમણાં અપડેટ કરો પર ટૅપ કરી શકો છો.
- તમારા Android ઉપકરણને અપડેટ કરવા માટે, તમારા ઉપકરણના સેટિંગ્સ પર જાઓ અને પછી સૉફ્ટવેર અપડેટ પર ટૅપ કરો. જો કોઈ અપડેટ ઉપલબ્ધ હોય, તો તેને ઇન્સ્ટૉલ કરવા માટે સ્ક્રીન પરની સૂચનાઓને અનુસરો.
તમારું POS ઉપકરણ ફરી શરૂ કરો.
તમારા પ્રિન્ટરને બંધ કરીને અને તેને અનપ્લગ કરીને ફરી શરૂ કરો. પછી તેને પાછું પ્લગ ઇન કરો અને તેને પાછું ચાલુ કરો.
જો તમે Wi-Fi કનેક્શનનો ઉપયોગ કરો છો, તો ખાતરી કરો કે પ્રિન્ટરને જે નેટવર્ક અસાઇન કરવામાં આવ્યું છે તે 2.4g બૅન્ડ છે. પ્રિન્ટર માત્ર 5g નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકતું નથી. મોટાભાગનાં નેટવર્ક ડ્યુઅલ-બૅન્ડવાળાં હોય છે, જેનો અર્થ એ છે કે Wi-Fi કનેક્શન 2.4g અને 5g બંને છે. જો તમને ખાતરી ન હોય કે તમારું નેટવર્ક 2.4g છે કે 5g, તો સીધી તેમની સાથે પૂછપરછ કરવા માટે તમારા ઇન્ટરનેટ પ્રદાતાનો સંપર્ક કરો. કેટલાક જવલ્લે જ બનતા કિસ્સામાં, તમારે ડ્યુઅલ બૅન્ડ નેટવર્કને વિભાજિત કરવાની જરૂર પડી શકે છે.
તમારા iOS અથવા Android ઉપકરણનાં સેટિંગ્સમાં નીચેનાની સમીક્ષા કરો:
- iOS અને Android: લોકેશન ને ઍપનો ઉપયોગ કરતી વખતે પર સેટ કરેલું છે
- iOS અને Android: કૅમેરા ચાલુ અથવા મંજૂરી છે પર સેટ છે
- iOS: સ્થાનિક નેટવર્ક ચાલુ છે
- iOS: બૅકગ્રાઉન્ડ ઍપ રિફ્રેશ ચાલુ છે
- iOS: ક્રોસ-વેબસાઇટ ટ્રૅકિંગની મંજૂરી આપો ચાલુ છે
પગલું 2: તમારી Star Micronics TSP143IV-UEWB રસીદ પ્રિન્ટરની સમસ્યા પસંદ કરો
રસીદ પ્રિન્ટરની સમસ્યા પસંદ કરો અને તમામ મુશ્કેલીનિવારણનાં પગલાંને અનુસરો.
Shopify POS Hub ના કનેક્શનની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો
જો તમારું POS હાર્ડવેર Shopify POS Hub મારફતે કનેક્ટ થતું ન હોય, તો Shopify POS Hub નાં મુશ્કેલીનિવારણનાં પગલાં પૂર્ણ કરો.
LAN કનેક્શનની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો
જો તમારું પ્રિન્ટર કનેક્ટ થતું ન હોય અથવા તમારા ઉપકરણથી વારંવાર ડિસ્કનેક્ટ થતું હોય, તો તમારા પ્રિન્ટરને બંધ કરો અને તમારા રાઉટરમાંથી LAN કેબલને અનપ્લગ કરો અને પછી તમારા રાઉટરને તેના પાવર સોર્સમાંથી અનપ્લગ કરો. 30 સેકન્ડ પછી, LAN કેબલ અને તમારા રાઉટરને પાછું પ્લગ ઇન કરો. તમારા પ્રિન્ટરને પાછું ચાલુ કરો. તમારા ઉપકરણને નેટવર્ક સાથે ફરીથી કનેક્ટ થવામાં થોડી ક્ષણો લાગી શકે છે.
જો પ્રિન્ટર Shopify POS ના કનેક્ટિવિટી મેનૂમાં પ્રદર્શિત ન થતું હોય, તો પર ટૅપ કરીને તમારા પ્રિન્ટરને પેર કરો અને પછી + હાર્ડવેર ઉમેરો > રસીદ પ્રિન્ટર > Star Micronics> Ethernet/LAN પર ટૅપ કરો અને પછી પ્રિન્ટરનું મૉડલ પસંદ કરો.
તમારા પ્રિન્ટરનું મુશ્કેલીનિવારણ કરો
જો તમારા પ્રિન્ટરમાં હજી પણ સમસ્યાઓ આવતી હોય, તો ડાયગ્નોસ્ટિક્સ માહિતી પ્રિન્ટ કરીને તમારા પ્રિન્ટરનું મુશ્કેલીનિવારણ કરો.
પગલાં:
- તમારું પ્રિન્ટર બંધ કરો અને FEED બટન દબાવી રાખો.
- જ્યારે તમે હજી પણ FEED બટન દબાવી રાખ્યું હોય, ત્યારે પ્રિન્ટર પાછું ચાલુ કરો. પ્રિન્ટરને ફર્મવેરની માહિતી પ્રિન્ટ કરવા દો અને પછી FEED બટનને છોડી દો. પ્રિન્ટર ઇન્ટરનેટથી કનેક્ટ કરવાનો પ્રયાસ કરે છે અને પછી વધુ ડાયગ્નોસ્ટિક્સ માહિતી પ્રિન્ટ કરવાનું ચાલુ રાખે છે.
- નીચે આપેલ સમસ્યાઓમાંથી કોઈ ડિસ્પ્લે પરના ટેક્સ્ટ સાથે મેળ ખાય છે કે કેમ, તે કન્ફર્મ કરવા માટે પ્રિન્ટ કરેલ પેપર ચેક કરો:
| પ્રિન્ટરની સમસ્યા | મુશ્કેલીનિવારણના પગલાં |
|---|---|
| "Current IP Parameters Status" હેઠળનું IP ઍડ્રેસ શૂન્ય દેખાડે છે |
1. પ્રિન્ટર બંધ કરો, પાંચ સેકન્ડ રાહ જુઓ અને તેને પાછું ચાલુ કરો. ડિબગની પ્રક્રિયાનો ફરી પ્રયાસ કરો. 2. કન્ફર્મ કરો કે તમે તમારા રાઉટરના LAN પોર્ટ સાથે કનેક્ટેડ છો અને તમારું રાઉટર યોગ્ય રીતે પ્લગ ઇન કરેલું છે અને કામ કરી રહ્યું છે. જો પ્રિન્ટર હાલમાં ઈથરનેટ સ્વીચ અથવા વૉલ પોર્ટ સાથે કનેક્ટેડ હોય, તો તે કામ કરે છે કે નહીં, તે કન્ફર્મ કરવા માટે પ્રિન્ટરને અસ્થાયીરૂપે રાઉટરમાં પ્લગ ઇન કરો. 3. જો ઉપરોક્તમાંથી કોઈ ઉકેલ કામ ન આવે, તો તમારા ઇન્ટરનેટ પ્રદાતાનો સંપર્ક કરો. કદાચ તમારા ઇન્ટરનેટ સેટઅપમાં કોઈ સમસ્યા હોઈ શકે. |
| "No Host Connection" નો મેસેજ દેખાય છે | સામાન્ય રીતે જ્યારે તમારું ઇન્ટરનેટ કનેક્શન જતું રહે છે અથવા જ્યારે તમારું પ્રિન્ટર તમારા રાઉટર સાથે યોગ્ય રીતે કનેક્ટેડ નથી હોતું, ત્યારે આવું થાય છે. તમારું ઇન્ટરનેટ સિગ્નલ અને રાઉટરનું કેબલ ચેક કરો. |
તમારા રાઉટરથી પ્રિન્ટરના લાંબા અંતરની મુશ્કેલીનિવારણ
આપેલું નેટવર્ક કેબલ માત્ર 3 ફૂટ સુધી જ લંબાય છે. જો તમારું રાઉટર તમારા સ્ટોરના પાછળના ભાગમાં આવેલું હોય અને તમારી POS સિસ્ટમ આગળના ભાગમાં આવેલી હોય, તો કદાચ કેબલ પહોંચી ન શકે. નીચે આપેલા વૈકલ્પિક ઉકેલો રિવ્યૂ કરો:
- લાંબું નેટવર્ક કેબલ ખરીદો અને તેને રાઉટરથી પ્રિન્ટર સુધી કનેક્ટ કરો.
- જો તમે તમારા સ્ટોરમાં લાંબા કેબલનો ઉપયોગ ટાળવા માગતા હો, તો તમારા ઇન-સ્ટોર નેટવર્કને વિસ્તૃત કરવા માટે વધારાનું રાઉટર ખરીદો અને પ્રિન્ટરને કનેક્ટ કરો.
બ્લૂટૂથ કનેક્શન સંબંધિત સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો
જો તમારું પ્રિન્ટર કનેક્ટ થતું નથી અથવા વારંવાર ડિસ્કનેક્ટ થાય છે, તો નીચેના પગલાં સાથે મુશ્કેલીનિવારણ કરો:
- તમારા ઉપકરણ અને પ્રિન્ટરને અનપેર કરો.
- તમારા રસીદ પ્રિન્ટરને તેના ફૅક્ટરી સેટિંગ્સમાં રીસેટ કરો.
- તમારા ઉપકરણને પ્રિન્ટર સાથે પેર કરો.
- ઉપકરણનું સેટિંગ ખોલો.
- Bluetooth મેનૂ વિકલ્પ પર ટૅપ કરો અને કન્ફર્મ કરો કે પ્રિન્ટર Not connected તરીકે ડિસ્પ્લે થાય છે.
- પ્રિન્ટરથી કનેક્ટ કરવા માટે તેના પર ટૅપ કરો.
- જ્યારે પ્રિન્ટર Connected તરીકે ડિસ્પ્લે થાય, ત્યારે તેને ફરીથી શરૂ કરો. જ્યારે પ્રિન્ટર ચાલુ થાય, ત્યારે તે થોડા સમય માટે Not connected અને પછી Connected તરીકે ડિસ્પ્લે થાય છે.
- જ્યારે તમે પ્રિન્ટરને બીજી વખત ફરીથી શરૂ કરો ત્યારે જો તે ઑટોમૅટિક રીતે કનેક્ટ થતું ન હોય, તો Auto-connection ચાલુ કરો.
- ટેસ્ટ રસીદ પ્રિન્ટ કરીને પ્રિન્ટરનું ટેસ્ટિંગ કરો.
જો તમારા પ્રિન્ટરમાં હજી પણ કનેક્શનની સમસ્યાઓ આવે છે, તો અન્ય બ્લૂટૂથ ઉપકરણોને ડિસ્કનેક્ટ કરો અને મુશ્કેલીનિવારણનાં પગલાં ફરીથી અજમાવો. અન્ય બ્લૂટૂથ કનેક્શન તમારા પ્રિન્ટરના કનેક્શનમાં દખલ કરી શકે છે. તમે વાયરલેસ ઇન્ટરફિરન્સને કારણે થતી Wi-Fi અને બ્લૂટૂથ સમસ્યાઓને ઉકેલવાનો પણ પ્રયાસ કરી શકો છો.
રાઉટરના અંતરની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો
આપેલું નેટવર્ક કેબલ માત્ર 3 ફૂટ સુધી જ લંબાય છે. જો તમારું રાઉટર તમારા સ્ટોરના પાછળના ભાગમાં આવેલું હોય અને તમારી POS સિસ્ટમ આગળના ભાગમાં આવેલી હોય, તો કદાચ કેબલ પહોંચી ન શકે. નીચે આપેલા વૈકલ્પિક ઉકેલો રિવ્યૂ કરો:
લાંબા નેટવર્ક કેબલની ખરીદી કરો અને તેને રાઉટરથી પ્રિન્ટર સુધી કનેક્ટ કરો.
જો તમારા સમગ્ર સ્ટોરમાં લાંબા કેબલ લગાવવા એ આદર્શ ઉકેલ નથી, તો તમે તમારા સ્ટોરમાં નેટવર્કના ભાગરૂપે કનેક્ટ કરવા માટે વધારાનું રાઉટર ખરીદી શકો છો.
LED લાઇટ ફ્લેશ થતી હોવાનું મુશ્કેલીનિવારણ કરો
જો તમારા પ્રિન્ટર પરની LED લાઇટ ફ્લેશ થઈ રહી હોય, તો મુશ્કેલીનિવારણનાં પગલાં માટે LED ડિસ્પ્લે પર Star Micronics ડૉક્યુમેન્ટેશનને રિવ્યૂ કરો.
પ્રિન્ટર કવર ખૂલતું ન હોવાનું મુશ્કેલીનિવારણ કરો
જો ઓપન લીવર દબાવવા છતાં પ્રિન્ટર કવર ખૂલતું ન હોય, તો સંભવતઃ પેપર જામ થયું હોય જેને કારણે કટર લૉક થઈ ગયું છે. કવર ખોલવા માટે, તમારે પાવર બંધ કરીને અને પછી પાવર પાછો ચાલુ કરીને લૉક રિલીઝ કરવાની જરૂર પડશે, જે ઑટોમૅટિક રીતે લૉક રિલીઝ કરે છે.
જો પાવર બંધ અને ચાલુ કર્યા પછી લૉક રિલીઝ ન થાય, તો તમારે મેન્યુઅલી લૉક રિલીઝ કરવાની જરૂર પડશે.
પગલાં:
- પ્રિન્ટર બંધ કરો.
- આગળનું કવર કાઢો (a).

- આગળના કવરની અંદર જામ થયેલા પેપરને કાઢો.
- કટર નૉબ (b) ફેરવો અને મૂવેબલ ભાગ (c) જ્યાં સુધી હોમ પોઝિશન (d) માં ગોઠવાય ન જાય ત્યાં સુધી તેને ખસેડો.

- પ્રિન્ટરની અંદર જામ થયેલા પેપરને કાઢો.
- પ્રિન્ટરની અંદર પેપર નાખો.
- આગળનું કવર લગાવો.

- પ્રિન્ટર ચાલુ કરો.