Shopify POS ઍનલિટિક્સ
Shopify POS પર ઍનલિટિક્સ સ્ક્રીન તમને તમારા સ્ટોરના દૈનિક વેચાણ રિપોર્ટની સમીક્ષા કરવા દે છે અને તમારા ચોખ્ખા વેચાણ, સરેરાશ ઑર્ડર મૂલ્ય અને ઑર્ડર દીઠ સરેરાશ આઇટમ્સ વિશેની આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. દૈનિક વેચાણ રિપોર્ટ આજના વેચાણની ગયા અઠવાડિયે સમાન દિવસે થયેલા વેચાણ સાથે તુલના કરે છે.
દૈનિક વેચાણ રિપોર્ટ
આ રિપોર્ટ આજના વેચાણની ગયા અઠવાડિયે સમાન દિવસે થયેલા વેચાણ સાથે તુલના કરે છે. Shopify POS થી દૈનિક વેચાણ રિપોર્ટ પર નેવિગેટ કરવા માટે, આઇકન > ઍનલિટિક્સ પર ટૅપ કરો.
નીચે આપેલ શબ્દો રિપોર્ટમાં છે:
| શબ્દ | વર્ણન |
|---|---|
| ચોખ્ખું વેચાણ | કુલ દૈનિક વેચાણ બાદ રિટર્ન અને અન્ય કપાત. આ મૂલ્યની ગયા અઠવાડિયે સમાન દિવસના મૂલ્ય સાથે તુલના કરવામાં આવે છે. |
| સરેરાશ ઑર્ડર મૂલ્ય | ગ્રાહકના ઑર્ડરનું સરેરાશ નાણાકીય મૂલ્ય. આ મૂલ્યની ગયા અઠવાડિયે સમાન દિવસના મૂલ્ય સાથે તુલના કરવામાં આવે છે. |
| ઑર્ડર દીઠ આઇટમ્સ | ગ્રાહકના ઑર્ડરમાં આઇટમ્સની સરેરાશ સંખ્યા. આ મૂલ્યની ગયા અઠવાડિયે સમાન દિવસના મૂલ્ય સાથે તુલના કરવામાં આવે છે. |
| ચોખ્ખા વેચાણ મુજબની ટૉપ પ્રોડક્ટ્સ | આજે વેચાયેલ ટૉપ ત્રણ પ્રોડક્ટ વેરિઅન્ટ. વેચાયેલા યુનિટ્સની સંખ્યા અને કુલ વેચાણ પણ સૂચિબદ્ધ છે. |
| ચોખ્ખા વેચાણ મુજબના ટૉપ પ્રોડક્ટના પ્રકાર | આજે વેચાયેલા ટૉપ ત્રણ પ્રોડક્ટના પ્રકારો. વેચાયેલા યુનિટ્સની સંખ્યા અને કુલ વેચાણ પણ સૂચિબદ્ધ છે. |
| ચોખ્ખા વેચાણ મુજબ રજિસ્ટર પરનો ટૉપ સ્ટાફ | આજના ટૉપ ત્રણ પ્રદર્શન કરનાર સ્ટાફ. પ્રક્રિયા કરેલ ઑર્ડરની સંખ્યા અને કુલ વેચાણ પણ સૂચિબદ્ધ છે. |
| પ્રકાર મુજબની ચોખ્ખી ચુકવણીઓ | પ્રકાર મુજબ દિવસની ચોખ્ખી ચુકવણીઓ. કુલ ચોખ્ખી ચુકવણીઓ પણ સૂચિબદ્ધ છે. |
દૈનિક વેચાણની ટાઇલ્સ
રિપોર્ટની ટોચ પર ત્રણ ટાઇલ્સ છે જે ચોખ્ખું વેચાણ, સરેરાશ ઑર્ડર મૂલ્ય અને ઑર્ડર દીઠ આઇટમ્સ દર્શાવે છે. વધુ વિગતવાર રિપોર્ટ જોવા માટે ટાઇલ પર ટૅપ કરો.
તમે નીચેની તારીખ શ્રેણીઓ પસંદ કરી શકો છો:
| શબ્દ | વર્ણન |
|---|---|
| આજે | વર્તમાન તારીખ. |
| ગઈકાલે | પાછલી તારીખ. |
| આજના દિવસ સુધીનું અઠવાડિયું | વર્તમાન અઠવાડિયું, સોમવારથી વર્તમાન તારીખ સુધી. |
| આજના દિવસ સુધીનો મહિનો | વર્તમાન મહિનો, મહિનાની પહેલી તારીખથી વર્તમાન તારીખ સુધી. |
| આજના દિવસ સુધીનું ત્રિમાસિક | વર્તમાન ત્રિમાસિક, ત્રિમાસિકના પહેલા દિવસથી વર્તમાન તારીખ સુધી. ત્રિમાસિક માટેની તારીખો નીચે મુજબ છે:
|
| વર્ષની શરૂઆતથી આજદિન સુધી | ચાલુ વર્ષ, 1 જાન્યુઆરીથી વર્તમાન તારીખ સુધી. |
સ્ટાફ મુજબ કુલ વેચાણ રિપોર્ટ
સ્ટાફ મુજબ કુલ વેચાણ રિપોર્ટ એવા સ્ટાફ મેમ્બર દ્વારા થયેલું ચોખ્ખું વેચાણ દર્શાવે છે જેમના ખાતામાં ચેકઆઉટ વખતે લાઇન આઇટમ જમા કરવામાં આવી હતી. તમે તમારા Shopify POS ઉપકરણ પર સીધા જ તમારા ટોચના પર્ફોર્મર અને દરેક સ્ટાફ મેમ્બરનું ચોખ્ખું વેચાણ જોવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.
Shopify POS માંથી રિપોર્ટ ખોલવા માટે, આઇકન > ઍનલિટિક્સ પર ટૅપ કરો. સ્ટાફ મુજબ કુલ વેચાણ વિભાગમાં, સ્ટાફ મુજબ વેચાણ રિપોર્ટ પર ટૅપ કરો.
તમે તારીખની શ્રેણી મુજબ રિપોર્ટને ફિલ્ટર કરી શકો છો અને તે જે રીતે સૉર્ટ કરવામાં આવ્યો છે તે બદલી શકો છો, જેમ કે વેચાણ (સૌથી વધુ પ્રથમ).
નીચે આપેલ શબ્દો રિપોર્ટમાં છે:
| શબ્દ | વર્ણન |
|---|---|
| સ્ટાફનું નામ | તે સ્ટાફ મેમ્બરનું નામ જેમના ખાતામાં લાઇન આઇટમ જમા કરવામાં આવી હતી. |
| વેચાયેલી આઇટમ | સ્ટાફ મેમ્બરના ખાતામાં જમા કરવામાં આવેલી આઇટમની સંખ્યા. |
| ચોખ્ખું વેચાણ | સ્ટાફ મેમ્બરના ખાતામાં જમા થયેલું કુલ વેચાણ, જેમાંથી રિટર્ન અને અન્ય કપાત બાદ કરવામાં આવે છે. |