Shopify ઍડમિનમાંથી રજિસ્ટર સત્રોનું સંચાલન કરવું
તમારા સ્ટોરનાં સ્થાનો પર રજિસ્ટર સત્રોનું નિરીક્ષણ કરવા માટે Shopify ઍડમિનનો ઉપયોગ કરો. તમે સત્રનો ઇતિહાસ જોઈ શકો છો, અપેક્ષિત અને ગણેલી રોકડ રકમ વચ્ચેની વિસંગતતાનો રિવ્યૂ કરી શકો છો, સત્રોને રિમોટલી બંધ કરી શકો છો અને રેકૉર્ડ રાખવા માટે રિપોર્ટની નિકાસ કરી શકો છો.
આ પેજ પર
રજિસ્ટર સત્રોનું સંચાલન કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
રજિસ્ટર સત્રોનો ઉપયોગ કરતા પહેલાં, નીચેની ધ્યાનમાં રાખવાની બાબતોનો રિવ્યૂ કરો:
તમે Shopify ઍડમિનના રજિસ્ટર સત્રોના પેજ પરથી રજિસ્ટર સત્ર ખોલી શકતા નથી. તમારે Shopify POSમાં રજિસ્ટર સત્રો ખોલવા જરૂરી છે.
જો તમારે રજિસ્ટર સત્રો માટે વિશિષ્ટ કસ્ટમાઇઝેશનની જરૂર હોય, તો POS UI એક્સટેન્શન માર્ગદર્શિકાઓનો સંદર્ભ લો અને નવી API વિશે જાણો.
જ્યારે તમારો સ્ટોર ખૂલે છે અને બંધ થાય છે અથવા જ્યારે સ્ટાફ તેમની શિફ્ટ શરૂ કરે છે અને પૂરી કરે છે, તેવા નિયમિત અંતરાલે રજિસ્ટર સત્ર બંધ કરવું જોઈએ.
રજિસ્ટર સત્રો લાંબા ગાળાના રિપોર્ટિંગ માટે નથી. જો તમે કોઈ રજિસ્ટર સત્રને વધુ લાંબા સમય માટે ખુલ્લું રાખો છો, તો અપેક્ષિત રોકડ અને વિસંગતતાઓના રિપોર્ટ અચોક્કસ થઈ શકે છે. લાંબા ગાળાની ચુકવણીના રિપોર્ટ માટે, તમારા Shopify ઍડમિનમાં ફાઇનાન્સ રિપોર્ટ અને ઑર્ડર રિપોર્ટનો સંદર્ભ લો.
તમે દરેક ઉપકરણ પર એક સમયે માત્ર એક જ રજિસ્ટર સત્ર ખુલ્લું રાખી શકો છો.
તમારા Shopify ઍડમિનમાં તમારા રજિસ્ટર સત્રોની સૂચિ જુઓ
તમે કોઈ એક સ્થાન માટે તમારા રજિસ્ટર સત્રોની સૂચિ અથવા કોઈ ચોક્કસ સમયમર્યાદા માટે તમારા તમામ સ્થાનો પર રજિસ્ટર સત્રોની તુલના કરતી સૂચિ જોઈ શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, પૉઇન્ટ ઑફ સેલ > રજિસ્ટર પર જાઓ.
વૈકલ્પિક: સ્થાનોના ડ્રોપ-ડાઉન મેનૂમાં, તમે જે સ્થાન માટે રજિસ્ટર સત્રોની સૂચિ જોવા માગતા હો તેને પસંદ કરો.
વૈકલ્પિક: કોઈ ચોક્કસ સમયમર્યાદા માટે રજિસ્ટર સત્રોને ફિલ્ટર કરવા માટે, તારીખની રેન્જના ડ્રોપ-ડાઉન મેનૂને પસંદ કરો અને પછી ઇચ્છિત પ્રારંભિક અને અંતિમ તારીખો પસંદ કરો.
તમારા Shopify ઍડમિનમાંથી તમારા રજિસ્ટર સત્રોની નિકાસ કરો
તમે કોઈ CSV ફાઇલમાં રજિસ્ટર સત્રોની નિકાસ કરી શકો છો. જો તમારું સત્ર હજી પણ ખુલ્લું હોય, તો તમે માત્ર સત્રની પ્રવૃત્તિના રિપોર્ટની જ નિકાસ કરી શકો છો. જ્યારે તમે તમારું સત્ર બંધ કરો છો ત્યારે અન્ય રિપોર્ટ નિકાસ કરવા માટે ઉપલબ્ધ થાય છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, પૉઇન્ટ ઑફ સેલ > રજિસ્ટર પર જાઓ.
વૈકલ્પિક: સ્થાનોના ડ્રોપ-ડાઉન મેનૂમાં, તમે જે સ્થાન માટે રજિસ્ટર સત્રોની સૂચિ જોવા માગતા હો તેને પસંદ કરો.
વૈકલ્પિક: ચેકબૉક્સ પર ક્લિક કરીને નિકાસ કરવા માટે ચોક્કસ સત્રો પસંદ કરો.
નિકાસ કરો પર ક્લિક કરો અને પછી નીચેના વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરો:
- રોકડ વિસંગતતાના સારાંશની નિકાસ કરવા માટે, રોકડ વિસંગતતાના સારાંશની નિકાસ કરો પર ક્લિક કરો.
- તમારા તમામ રજિસ્ટર સત્રોની સૂચિની નિકાસ કરવા માટે, તમામ સત્રોની નિકાસ કરો પર ક્લિક કરો.
- માત્ર પસંદ કરેલા સત્રોની સૂચિની નિકાસ કરવા માટે, પસંદ કરેલા સત્રોની નિકાસ કરો પર ક્લિક કરો.
તમારા Shopify ઍડમિનમાં રજિસ્ટર સત્ર રિપોર્ટ જુઓ
તમારા Shopify ઍડમિનમાંથી, તમે કોઈ ચોક્કસ રજિસ્ટર સત્ર માટે નીચેના રિપોર્ટ જોઈ શકો છો:
- સત્ર: રજિસ્ટર સત્રના શરૂ અને સમાપ્ત થવાના સમય, ચુકવણીના પ્રકાર અનુસાર ચોખ્ખી ચુકવણીઓ અને રોકડ પ્રવૃત્તિની માહિતી.
- ચોખ્ખી ચુકવણીઓ: કોઈ સત્ર દરમિયાન પ્રક્રિયા કરવામાં આવેલી તમામ ચુકવણીઓની વિગતો, જે ચુકવણીના પ્રકાર અનુસાર ગોઠવેલી હોય છે.
- સત્ર પ્રવૃત્તિ: ઉમેરા, કાઢવામાં આવેલી રોકડ અને ડ્રૉઅર ખોલવા સહિત કોઈ સત્ર દરમિયાન રોકડની દરેક હેરફેરનો લૉગ.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, પૉઇન્ટ ઑફ સેલ > રજિસ્ટર પર જાઓ.
તમે જે રજિસ્ટર સત્રને જોવા માંગો છો તેના પર ક્લિક કરો.
નીચેનામાંથી કોઈ એક કરો:
- સત્રનો રિપોર્ટ જોવા માટે, સત્રની વિગતોવાળા પેજનું રિવ્યૂ કરો.
- ચોખ્ખી ચુકવણીઓ જોવા માટે, ચોખ્ખી ચુકવણીઓ વિભાગમાં, વિગતો જુઓ પર ક્લિક કરો.
- સત્રની પ્રવૃત્તિ જોવા માટે, કૅશ ટ્રૅકિંગ વિભાગમાં, વિગતો જુઓ પર ક્લિક કરો.
વૈકલ્પિક: કોઈ રિપોર્ટને પ્રિન્ટ કે એક્સપોર્ટ કરવા માટે, પ્રિન્ટ કરો અથવા એક્સપોર્ટ કરો પર ક્લિક કરો.
તમારા Shopify ઍડમિનમાં રજિસ્ટર સત્ર બંધ કરો
જો તમે POS ઉપકરણ પર રજિસ્ટર સત્રને બંધ કરવામાં અસમર્થ હો, તો તમે તમારા Shopify ઍડમિનમાં પૉઇન્ટ ઑફ સેલ સેલ્સ ચેનલમાંથી સત્ર બંધ કરી શકો છો. જો કોઈ ટ્રાન્ઝેક્શન પ્રગતિમાં હોય અને તમે રજિસ્ટર સત્ર બંધ કરો છો, તો આગલું ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય ત્યારે આપમેળે નવું સત્ર ખુલે છે.
તમે કોઈ સત્ર બંધ કરો તે પછી, તમે તેને ફરીથી ખોલી કે એડિટ કરી શકતા નથી. સત્રનો પ્રવૃત્તિ ઇતિહાસ સત્રના રિમોટ ક્લોઝિંગને અને તમે કૅશ ડ્રૉઅરની રકમમાં કરેલા ફેરફારોને શામેલ કરવા માટે અપડેટ થાય છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, પૉઇન્ટ ઑફ સેલ > રજિસ્ટર પર જાઓ.
તમે જે રજિસ્ટર સત્રને બંધ કરવા માંગો છો તેને પસંદ કરો.
સત્ર બંધ કરો પર ક્લિક કરો.
રોકડ ગણાઈ ગઈ ફીલ્ડમાં, ગણેલી રોકડ લખો. જો તમે રોકડ ગણી શકતા નથી, તો ડિફૉલ્ટ રકમ રાખો.
જો રોકડની ગણતરીની વિસંગતતા સચોટ હોય, તો $X.XX ની રોકડની ગણતરીની વિસંગતતાની ખાતરી કરો પસંદ કરો.
વૈકલ્પિક: નોંધ ઉમેરો.
ડ્રૉઅરમાં રોકડની ખાતરી કરો વિભાગમાં, ડ્રૉઅરમાં રહેલી રોકડની સાચી રકમ પસંદ કરો. જો તમે અન્ય રકમ પસંદ કરો છો, તો રકમ લખો.
સત્ર બંધ કરો પર ક્લિક કરો.
કૅશ ડ્રૉઅરના કારણના કોડ સક્રિય કરો
રોકડ ઉમેરવા, દૂર કરવા અને ડ્રૉઅર ખોલવા માટે તમને કારણોની જરૂર પડી શકે છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, પૉઇન્ટ ઑફ સેલ > સેટિંગ્સ પર જાઓ.
ચુકવણીઓ વિભાગમાં, રોકડ વ્યવસ્થાપન પર ક્લિક કરો.
કારણના કોડ સક્રિય કરો.
વૈકલ્પિક: નવો કારણનો કોડ બનાવવા માટે, કારણનો કોડ ઉમેરો પર ક્લિક કરો, નવું કારણ લખો અને પછી સાચવો પર ક્લિક કરો.