તમારી Shopify POS લૉક સ્ક્રીન કસ્ટમાઇઝ કરો
તમે તમારા POS ઉપકરણની લૉક સ્ક્રીન પર લોગો અને બૅકગ્રાઉન્ડ ઉમેરી શકો છો. લૉક સ્ક્રીન નિષ્ક્રિયતાના થોડા સમય પછી અથવા જ્યારે પણ વેચાણ પૂર્ણ થાય ત્યારે દેખાય છે. સ્ક્રીનને અનલૉક કરવા માટે સ્ટાફે 4-અંકનો પિન દાખલ કરવાની જરૂર છે.
તમે POS લૉક સ્ક્રીનમાં કરો છો તે કસ્ટમાઇઝેશન તમામ સ્થાનો પરના તમામ POS ઉપકરણો પર લાગુ થાય છે.
તમારી POS લૉક સ્ક્રીન પર લોગો ઉમેરો
તમે Shopify ઍડમિનમાં તમારા સ્ટોરના લોગો વડે તમારી POS લૉક સ્ક્રીનને કસ્ટમાઇઝ કરી શકો છો. લોગો SVG, PNG અથવા WEBP ફાઇલ હોવો આવશ્યક છે અને ઓછામાં ઓછો 512 પિક્સેલનો હોવો જોઈએ.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > પૉઇન્ટ ઑફ સેલ પર જાઓ.
Customize the in-store experience (ઇન-સ્ટોર અનુભવને કસ્ટમાઇઝ કરો) વિભાગમાં, POS ઍપ માટે Edit (ફેરફાર કરો) પર ક્લિક કરો.
Views (વ્યૂ) વિભાગમાં, Lock screen (લૉક સ્ક્રીન) પસંદ કરો.
લોગો વિભાગમાં, નીચેનામાંથી કોઈ પણ ક્રિયા કરો:
- લોગો ઉમેરવા માટે, ઇમેજ ફાઇલ પસંદ કરવા Select image (ઇમેજ પસંદ કરો) પર ક્લિક કરો અને પછી Done (થઈ ગયું) પર ક્લિક કરો.
- હાલનો લોગો બદલવા માટે, Change (બદલો) > Select image (ઇમેજ પસંદ કરો) પર ક્લિક કરો. નવી ઇમેજ ફાઇલ પસંદ કરો અને પછી Done (થઈ ગયું) પર ક્લિક કરો.
- લોગો કાઢી નાખવા માટે, Change (બદલો) > Remove (કાઢી નાખો) પર ક્લિક કરો.
વૈકલ્પિક: વિવિધ પ્રકારના ઉપકરણ પર તમારી કસ્ટમાઇઝ કરેલી લૉક સ્ક્રીનનું પ્રિવ્યૂ જોવા માટે, Preview options (પ્રિવ્યૂના વિકલ્પો) મેનૂ પર ક્લિક કરો અને પછી તમે જે પ્રકારનું ઉપકરણ (ટેબ્લેટ અથવા મોબાઇલ) વાપરવા માગો છો તે પસંદ કરો.
તમારી લૉક સ્ક્રીન પર લોગો સાચવવા માટે સાચવો પર ક્લિક કરો.
તમારી POS લૉક સ્ક્રીન પર બૅકગ્રાઉન્ડ ઉમેરવું
તમે Shopify ઍડમિનમાં બૅકગ્રાઉન્ડ ઇમેજ અથવા સોલિડ રંગ વડે તમારી POS લૉક સ્ક્રીનને કસ્ટમાઇઝ કરી શકો છો.
તમારી POS લૉક સ્ક્રીન પર બૅકગ્રાઉન્ડ ઇમેજ ઉમેરો
બૅકગ્રાઉન્ડ ઇમેજ WEBP, PNG, JPEG અથવા GIF ફાઇલ હોવી આવશ્યક છે અને ફાઇલની સાઇઝ 15 MB કરતાં ઓછી હોવી જોઈએ.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > પૉઇન્ટ ઑફ સેલ પર જાઓ.
Customize the in-store experience (ઇન-સ્ટોર અનુભવને કસ્ટમાઇઝ કરો) વિભાગમાં, POS ઍપ માટે Edit (ફેરફાર કરો) પર ક્લિક કરો.
Views (વ્યૂ) વિભાગમાં, Lock screen (લૉક સ્ક્રીન) પસંદ કરો.
બૅકગ્રાઉન્ડ વિભાગમાં, ઇમેજ પર ક્લિક કરો.
તમારી બૅકગ્રાઉન્ડ ઇમેજ મેનેજ કરવા માટે, નીચેનામાંથી કોઈ પણ ક્રિયા કરો:
- બૅકગ્રાઉન્ડ ઇમેજ ઉમેરવા માટે, Select image (ઇમેજ પસંદ કરો) પર ક્લિક કરો. ઇમેજ ફાઇલ પસંદ કરો અને પછી Done (થઈ ગયું) પર ક્લિક કરો.
- હાલની બૅકગ્રાઉન્ડ ઇમેજ બદલવા માટે, Change (બદલો) > Select image (ઇમેજ પસંદ કરો) પર ક્લિક કરો. નવી ઇમેજ ફાઇલ પસંદ કરો અને પછી Done (થઈ ગયું) પર ક્લિક કરો.
- બૅકગ્રાઉન્ડ ઇમેજ કાઢી નાખવા માટે, Change (બદલો) > Remove (કાઢી નાખો) પર ક્લિક કરો.
વૈકલ્પિક: વિવિધ પ્રકારના ઉપકરણ પર તમારી કસ્ટમાઇઝ કરેલી લૉક સ્ક્રીનનું પ્રિવ્યૂ જોવા માટે, Preview options (પ્રિવ્યૂના વિકલ્પો) મેનૂ પર ક્લિક કરો અને પછી તમે જે પ્રકારનું ઉપકરણ (ટેબ્લેટ અથવા મોબાઇલ) વાપરવા માગો છો તે પસંદ કરો.
તમારી લૉક સ્ક્રીન પર બૅકગ્રાઉન્ડ ઇમેજ સાચવવા માટે સાચવો પર ક્લિક કરો.
તમારી POS લૉક સ્ક્રીન પર બૅકગ્રાઉન્ડ રંગ ઉમેરો
તમે તમારી POS ઍપની લૉક સ્ક્રીનમાં સોલિડ રંગનું બૅકગ્રાઉન્ડ ઉમેરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > પૉઇન્ટ ઑફ સેલ પર જાઓ.
Customize the in-store experience (ઇન-સ્ટોર અનુભવને કસ્ટમાઇઝ કરો) વિભાગમાં, POS ઍપ માટે Edit (ફેરફાર કરો) પર ક્લિક કરો.
Views (વ્યૂ) વિભાગમાં, Lock screen (લૉક સ્ક્રીન) પસંદ કરો.
બૅકગ્રાઉન્ડ વિભાગમાં, નીચેનાં પગલાં અનુસરો:
- રંગ પર ક્લિક કરો.
- રંગના મેનૂ પર ક્લિક કરો અને પછી નવો રંગ પસંદ કરવા કલર પિકરનો ઉપયોગ કરો અથવા HEX (હેક્સાડેસિમલ) કોડ ઉમેરો.
વૈકલ્પિક: વિવિધ પ્રકારના ઉપકરણ પર તમારી કસ્ટમાઇઝ કરેલી લૉક સ્ક્રીનનું પ્રિવ્યૂ જોવા માટે, Preview options (પ્રિવ્યૂના વિકલ્પો) મેનૂ પર ક્લિક કરો અને પછી તમે જે પ્રકારનું ઉપકરણ (ટેબ્લેટ અથવા મોબાઇલ) વાપરવા માગો છો તે પસંદ કરો.
તમારી લૉક સ્ક્રીન પર બૅકગ્રાઉન્ડનો રંગ સાચવવા માટે સાચવો પર ક્લિક કરો.