તમારી પ્રિન્ટ કરેલી POS રસીદોને કસ્ટમાઇઝ કરો
તમે તમારી પ્રિન્ટ કરેલી રસીદો માટેના ટેમ્પ્લેટને કસ્ટમાઇઝ કરવા અને ડિફૉલ્ટ રૂપે કેટલી રસીદો પ્રિન્ટ કરવી છે તે પસંદ કરવા માટે તમારા Shopify ઍડમિનમાં POS એડિટરનો ઉપયોગ કરી શકો છો. પર્સનલાઇઝ કરેલી રસીદો વધુ વ્યાવસાયિક અને માહિતીપ્રદ હોવાનો અનુભવ આપી શકે છે, અને તે તમારા વ્યવસાય માટે ગ્રાહકની ભાગીદારી અને કામગીરીની કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે.
POS એડિટર માત્ર તમારી પ્રિન્ટ કરેલી રસીદોને કસ્ટમાઇઝ કરે છે. POS માટે તમારી ઇમેઇલ અને SMS રસીદોને એડિટ કરવા માટે, તમારા Shopify ઍડમિનમાં સેટિંગ્સ > નોટિફિકેશન > ગ્રાહક નોટિફિકેશન > POS અને મોબાઇલ રસીદ પર જાઓ.
તમારી પ્રિન્ટ કરેલી રસીદોને કસ્ટમાઇઝ કરવા માટે POS એડિટરમાં નીચેની સુવિધાઓ શામેલ છે:
- વિઝ્યુઅલ એડિટર પ્રિન્ટ કરેલી રસીદોને કસ્ટમાઇઝ કરવા માટેનું ડિફૉલ્ટ એડિટર છે અને તે તમામ Shopify POS સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ઉપલબ્ધ છે. તે ટૉગલ, ટેક્સ્ટ ફીલ્ડ્સ અને ઇમેજ અપલોડ જેવા બિલ્ટ-ઇન કસ્ટમાઇઝેશન વિકલ્પોનો ઉપયોગ કરે છે, જેથી તમે કોડ લખ્યા વિના તમારી રસીદોને કસ્ટમાઇઝ કરી શકો. વધુ ઍડવાન્સ કસ્ટમાઇઝેશન માટે, તમે હેડર અને ફૂટરમાં કસ્ટમ Liquid બ્લૉક ઉમેરી શકો છો.
- કોડ એડિટર Shopify POS Pro સ્થાનોને કોડ વડે રસીદો કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે.