વારંવાર પૂછાતા પ્રશ્નો
એક સરળ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અનુભવ સુનિશ્ચિત કરવા માટે Shopify સાથે Stockyનો ઉપયોગ કરવા વિશેના વારંવાર પૂછાતા પ્રશ્નોના આ જવાબોનો રિવ્યૂ કરો.
આ પેજ પર
શું હું Shopify અને Stocky વચ્ચે ખર્ચની કિંમતો સિંક કરી શકું?
હા, ખર્ચની કિંમતો Shopify અને Stocky વચ્ચે સિંક થાય છે. ખર્ચની કિંમતો અપડેટ કરવા માટે, Stockyમાં, એકાઉન્ટ આઇકન પર ક્લિક કરો અને પછી પ્રાથમિકતાઓ > COGS પર ક્લિક કરો. Stockyથી Shopifyમાં કિંમતો અપડેટ કરવા માટે, Shopify પર સરેરાશ ખર્ચ સિંક કરો પર ક્લિક કરો. Shopifyથી Stockyમાં કિંમતો અપડેટ કરવા માટે, Stockyમાં ખર્ચની કિંમતો સિંક કરો પર ક્લિક કરો.
શું હું Stockyમાં બનાવેલા કસ્ટમ ફીલ્ડ્સનો ઉપયોગ મારા Shopify ઍડમિનમાં કરી શકું?
ના. Stockyના કસ્ટમ ફીલ્ડ્સનો ઉપયોગ માત્ર Stockyમાં જ કરી શકાય છે.
શું હું Stocky સાથે બારકોડ સ્કેનરનો ઉપયોગ કરી શકું?
હા. ખરીદીના ઑર્ડર પ્રાપ્ત કરવા, સ્ટૉક ટ્રાન્સફર પ્રાપ્ત કરવા, અને સ્ટોકટેક કરવા સહિત, Stockyના ઘણા કાર્યો બારકોડ સ્કેનર વડે કરી શકાય છે.
તમે Stocky સાથે USB કીબોર્ડ અનુકૂળ હોય તેવા કોઈપણ બારકોડ સ્કેનરનો ઉપયોગ કરી શકો છો. તમે Stocky સાથે બારકોડ સ્કેનરનો ઉપયોગ કરવાનું શરૂ કરો તે પહેલાં, ખાતરી કરો કે સ્કેનરને 'કીબોર્ડ મોડ' અથવા HID મોડનો ઉપયોગ કરવા પર સેટ કર્યું છે. આ મોડ બારકોડ સ્કેનરને ઑનલાઇન સ્ટોર સાથે વાર્તાલાપ કરવાની મંજૂરી આપે છે, જ્યારે Shopify POS જેવી ઍપમાં IOS મોડ (ક્યારેક SPP અથવા ઍપ્લિકેશન મોડ કહેવાય છે)ની જરૂર પડે છે.
Socket Mobile 1D બારકોડ સ્કેનરનો મોડ બદલવા માટે, સ્કેનરને ફૅક્ટરી રીસેટ કરો.
Stocky નંબરોને રાઉન્ડ ઑફ કેવી રીતે કરે છે?
Stocky તમામ નંબરોને દશાંશ ચિહ્ન પછી બે સ્થાન સુધી રાઉન્ડ ઑફ કરે છે, અને પછી કુલ રકમ પ્રદાન કરવા માટે દરેક લાઇન આઇટમ ઉમેરે છે. જો તમારે કોઈ એક્સટર્નલ એકાઉન્ટિંગ સૉફ્ટવેર સાથે મેચ કરવા માટે ઇન્વૉઇસની કુલ રકમ બદલવાની જરૂર હોય, તો તમે કોઈપણ ઇન્વૉઇસમાં ઍડજસ્ટમેન્ટ્સ ફીલ્ડનો ઉપયોગ કરી શકો છો.
Stocky Shopify સાથે સિંક કેમ નથી થતું?
એવી બે સામાન્ય પરિસ્થિતિઓ છે, જે Stockyને Shopify સાથે સિંક થવાથી રોકે છે:
- Shopify API સાથે કનેક્ટ કરવામાં અસમર્થ
- તમારા વેરિઅન્ટ IDમાં ફેરફાર
Shopify API સાથે કનેક્ટ કરવામાં અસમર્થ
જ્યારે Stocky તમારા સ્ટૉકના સ્તરોને અપડેટ કરવાનો પ્રયાસ કરે, ત્યારે જો Shopify API અનુપલબ્ધ હોય અથવા કોઈ ભૂલ દર્શાવતું હોય, તો પાંચ મિનિટ રાહ જુઓ અને ફરી સિંક કરવાનો પ્રયાસ કરો.
જો સિંક કરવાની સમસ્યાનું નિરાકરણ ન આવે, તો તે કદાચ તમારી પ્રોડક્ટના વેરિઅન્ટ IDમાં થયેલા કોઈ ફેરફારને કારણે હોઈ શકે છે. ભૂલને ઠીક કરવા માટે આગળના વિભાગમાં આપેલી માર્ગદર્શિકાને અનુસરો.
તમારા વેરિઅન્ટ IDમાં ફેરફાર
Shopifyમાં દરેક પ્રોડક્ટ અને વેરિઅન્ટનું પોતાનું એક અનોખું ID હોય છે, જેને વેરિઅન્ટ ID કહેવામાં આવે છે. Stocky આ અનોખા ID નો ઉપયોગ કરીને Shopify સાથે કમ્યુનિકેટ કરે છે. જ્યારે તમે કોઈ પ્રોડક્ટ કાઢી નાખો છો, ત્યારે પણ Stocky એ જ વેરિઅન્ટ ID સાથે સંકળાયેલું રહે છે. ઉદાહરણ તરીકે, કેટલીક ઍપ અથવા જથ્થાબંધ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરવાથી સમાન પ્રોડક્ટ કાઢી અને બનાવી શકાય છે, જે વેરિઅન્ટ ID બદલી નાખે છે. જ્યારે આવું થાય છે, ત્યારે Stocky કાઢી નાખવામાં આવેલી પ્રોડક્ટનું વેરિઅન્ટ ID શોધી શકતું નથી અને તે પ્રોડક્ટની માહિતી સાથે સિંક કરવામાં નિષ્ફળ જાય છે.
જો Stockyમાં તમારા ખરીદી ઑર્ડર (PO) માં કાઢી નાખવામાં આવેલી પ્રોડક્ટ હોય, તો તમારે કાઢી નાખવામાં આવેલી પ્રોડક્ટ હટાવવા અને નવા વેરિઅન્ટ ID સાથે નવી પ્રોડક્ટ ઉમેરવા માટે PO માં ફેરફાર કરવાની જરૂર છે. તમે PO માં ફેરફાર કરો તે પછી, Stocky ફરીથી સિંક કરી શકશે.
તમારા વેરિઅન્ટ ID માં ફેરફારો કરવાનું ટાળવા માટે, આ શ્રેષ્ઠ પદ્ધતિઓ અનુસરો:
- જ્યારે તમે Shopifyમાં પ્રોડક્ટ અપડેટ કરો છો, ત્યારે પ્રોડક્ટને કાઢી નાખશો નહીં અને તેના જેવી બીજી બનાવશો નહીં. વેરિઅન્ટ ID સમાન રહે તે સુનિશ્ચિત કરવા હંમેશા મૂળ પ્રોડક્ટમાં ફેરફાર કરો.
- જ્યારે તમે Shopifyમાં જથ્થાબંધ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરો, ત્યારે તમારી પ્રોડક્ટ માટે સમાન વેરિઅન્ટ ID જાળવી રાખવા માટે હંમેશા સમાન હૅન્ડલ ધરાવતી કોઈપણ વર્તમાન પ્રોડક્ટને રિપ્લેસ કરો પર ક્લિક કરવાનું સુનિશ્ચિત કરો.
જો તમે તમારા વેરિઅન્ટ ID ને અસર કરી શકે તેવી કોઈ ક્રિયાઓ કરી રહ્યાં ન હોવ, તો તમારી અન્ય ઍપમાંથી એક સિંકની સમસ્યાનું કારણ બની શકે છે.