Shopify POS માં કસ્ટમ સેલ કરો

ટ્રાન્ઝેક્શન માટે કોઈપણ વધારાની કિંમત દાખલ કરવા માટે તમે કસ્ટમ સેલ આઇટમનો ઉપયોગ કરી શકો છો. એવી આઇટમ વેચવા માટે કસ્ટમ સેલ આઇટમ્સ આદર્શ છે, જેને તમે કાયમી ધોરણે ઉપલબ્ધ આઇટમ તરીકે તમારા Shopify ઍડમિન અથવા Shopify POS માં પ્રોડક્ટ તરીકે અગાઉથી ઉમેરેલ નથી.

અજોડ સંજોગો માટે કસ્ટમ સેલ આઇટમ્સમાં નાના ઍડ-ઑન્સ અથવા સરચાર્જ શામેલ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે પેઇન્ટિંગ્સ વેચતા હોવ, પરંતુ રૂબરૂ આવેલા તમારા ગ્રાહક પેઇન્ટિંગની સાથેસાથે ડિસ્પ્લે ઇઝલ (સ્ટેન્ડ) પણ ખરીદવા માંગતા હોય, તો તમે હંમેશ મુજબ ગ્રાહકને પેઇન્ટિંગ વેચી શકો છો અને સંમત થયા મુજબ ઇઝલના ખર્ચને કસ્ટમ સેલ આઇટમ તરીકે ઉમેરી શકો છો.

Shopify POS માં કસ્ટમ સેલ્સ માટેની વિચારણાઓ

Shopify POS માં કસ્ટમ સેલ બનાવો

  1. તમારા Shopify POS સ્માર્ટ ગ્રિડમાંથી, કસ્ટમ સેલ ઉમેરો ટાઇલ પર ટૅપ કરો.
  2. સેલ માટેનું વૈકલ્પિક શીર્ષક અને સેલ કિંમત દાખલ કરો. તમે જથ્થાને સમાયોજિત પણ કરી શકો છો અથવા આઇટમ પર ટૅક્સ લાગે છે કે કેમ તે ઍડજસ્ટ કરી શકો છો.
  3. ટ્રાન્ઝેક્શન ચાલુ રાખવા માટે કાર્ટમાં ઉમેરો પર ટૅપ કરો.