વ્યૂનો ઉપયોગ કરીને તમારા લિસ્ટને શોધવું અને ફિલ્ટર કરવું
વ્યૂ એ તમે સેટ કરેલા માપદંડોના આધારે તમારા રિસોર્સનું ફિલ્ટર કરેલું લિસ્ટ છે જે તમારા સ્ટોરને વધુ અસરકારક રીતે મેનેજ કરવામાં તમારી સહાય કરે છે. દરેક રિસોર્સ લિસ્ટમાં તે રિસોર્સના પ્રકારને લાગુ પડતા સામાન્ય માપદંડો અથવા કાર્યોના આધારે અમુક ડિફૉલ્ટ વ્યૂ હોય છે.
ઉદાહરણ તરીકે, Shopify ઍડમિનમાં ડિસ્કાઉન્ટ પેજમાં ડિફૉલ્ટ રૂપે 4 વ્યૂ હોય છે:
- બધા, જેમાં બધા ડિસ્કાઉન્ટ શામેલ છે.
- સક્રિય, જેમાં ફક્ત સક્રિય સ્ટેટસવાળા ડિસ્કાઉન્ટ શામેલ છે.
- શેડ્યૂલ કરેલા, જેમાં ફક્ત શેડ્યૂલ કરેલા સ્ટેટસવાળા ડિસ્કાઉન્ટ શામેલ છે.
- સમાપ્ત થયેલ, જેમાં ફક્ત સમાપ્ત થયેલ સ્ટેટસવાળા ડિસ્કાઉન્ટ શામેલ છે.
દરેક રિસોર્સ લિસ્ટ માટે ઉપલબ્ધ ડિફૉલ્ટ વ્યૂ ઉપરાંત, તમે તમારા વ્યૂ પર લાગુ કરેલી શોધની શરતો અને ફિલ્ટરના આધારે નવા વ્યૂ બનાવી શકો છો. જ્યારે તમે નવો વ્યૂ બનાવો છો, ત્યારે તે વ્યૂ લિસ્ટમાં નવી આઇટમ તરીકે ઉમેરવામાં આવે છે. તમે તમારા કસ્ટમ વ્યૂનું નામ પણ બદલી શકો છો અથવા તેમને ડિલીટ પણ કરી શકો છો.
ઉદાહરણ તરીકે, જો તમે ગ્રાહક સેવાના કારણોસર મોટી સંખ્યામાં યુનિક એક-વપરાશવાળા મફત શિપિંગ ડિસ્કાઉન્ટ બનાવો છો, તો તમે નવો ડિસ્કાઉન્ટ વ્યૂ બનાવી શકો છો જેમાં માત્ર તે એક-વપરાશવાળા મફત શિપિંગ કોડ શામેલ હોય. આનાથી કેટલા કોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની ખાતરી કરવા માટે તમને તે એક-વપરાશવાળા કોડના લિસ્ટનું ઝડપથી રિવ્યૂ કરવામાં સહાય મળી શકે છે. ઉપરાંત, તમે ભવિષ્યમાં જે કોઈ નવા એક-વપરાશવાળા ડિસ્કાઉન્ટ બનાવો છો, તે પણ ઑટોમૅટિક રીતે તમારા કસ્ટમ વ્યૂમાં શામેલ થઈ જાય છે.
ડિફૉલ્ટ રૂપે, વ્યૂમાં દરેક પેજ પર 50 આઇટમનું લિસ્ટ દેખાય છે. આઇટમના લિસ્ટને ગોઠવવા માટે અને ઘણા પેજ પર ફેલાયેલા લિસ્ટમાંથી આઇટમ શોધવા માટે, તમે લિસ્ટને સૉર્ટ કરી શકો છો, શોધી શકો છો અને ફિલ્ટર કરી શકો છો.
કોઈપણ વ્યૂ માટે, તમે બલ્ક ઍક્શન કરી શકો છો, જેમ કે એક જ સમયે લિસ્ટની એકથી વધુ આઇટમ ડિલીટ કરવી. ઉપલબ્ધ બલ્ક ઍક્શનના પ્રકારો તમારો વ્યૂ કયા પ્રકારના રિસોર્સ લિસ્ટ માટે છે તેના આધારે બદલાય છે. જે આઇટમ પર તમે સામાન્ય બલ્ક ઍક્શન કરવા માગો છો તેના ફિલ્ટર કરેલા લિસ્ટ માટે વ્યૂ બનાવવા, એ વ્યૂનો લાભ લેવા માટેની લોકપ્રિય વ્યૂહરચના છે.
ઉન્નત શોધ અને ફિલ્ટરિંગ
તમે તમારા Shopify ઍડમિનમાં રિસોર્સ લિસ્ટમાં 2 પ્રકારના શોધ અનુભવો જોઈ શકો છો:
| વ્યૂનો પ્રકાર | વર્ણન | આમાં વપરાય છે: |
|---|---|---|
| ઉન્નત શોધ અને ફિલ્ટરિંગ | વ્યૂ મેનૂના ફોર્મેટમાં દેખાય છે અને શોધની શરતો તેમજ ફિલ્ટર સિંગલ-લાઇનના સર્ચબારમાં દેખાય છે:![]() | |
| ટૅબવાળા વ્યૂ અને શોધ | વ્યૂ રિસોર્સ લિસ્ટની ટોચ પર અલગ ટૅબ તરીકે દેખાય છે:![]() ![]() |
ઉન્નત શોધ અને ફિલ્ટરિંગના વિકલ્પોમાં નીચેની ક્ષમતાઓ શામેલ છે:
- સર્ચબારનો ઉપયોગ કરીને કોઈપણ સમયે તમારું સંપૂર્ણ રિસોર્સ લિસ્ટ શોધો. તમારા શોધના કીવર્ડના આધારે, તમારા વ્યૂને ફિલ્ટર કરવામાં સહાય કરવા માટે ઑટોમૅટિક પૂર્ણ થયેલા ફિલ્ટરનાં સૂચનો દેખાય છે.
- વધુ ઍડવાન્સ વ્યૂ બનાવવા માટે ફિલ્ટરમાં
is/is notલૉજિકનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, તમેDelivery status is In transitપસંદ કરી શકો છો, જેમાં માત્ર એવા ઑર્ડર શામેલ છે જે હાલમાં ઇન-ટ્રાન્ઝિટ છે, અથવાDelivery status is not In transitપસંદ કરી શકો છો, જે હાલમાં ઇન-ટ્રાન્ઝિટ હોય તેવા તમામ ઑર્ડરને બાકાત રાખે છે. કસ્ટમાઇઝ કરેલા લૉજિકલ ઑપરેટર સાથે બહુવિધ ફિલ્ટરને જોડીને તમે તમારા કાર્યને પૂર્ણ કરવામાં સહાય માટે વધુ જટિલ વ્યૂ બનાવી શકો છો. - એક જ શોધ માટે બહુવિધ વિકલ્પોને કનેક્ટ કરવા માટે ફિલ્ટરમાં
or/andલૉજિકનો ઉપયોગ કરો. અલ્પવિરામorઑપરેટરનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્પેસandઑપરેટરનું પ્રતિનિધિત્વ કરે છે. ઉદાહરણ તરીકે, આંશિક રીતે ચૂકવેલ અથવા અવેતન બંનેમાંથી કોઈ એક ઑર્ડરની શોધ કરવા માટે, તમારું ફિલ્ટરpayment-status:Partially paid,Unpaidહશે. બીજા ઉદાહરણ માટે, પૂર્ણ ન થયેલ અને અવેતન હોય તેવા બંને ઑર્ડર શોધવા માટે, તમારા ફિલ્ટરpayment-status:Unpaid fulfillment-status:Unfulfilledહશે. - ફિલ્ટર સર્ચ બારમાં સિંગલ સ્ટ્રિંગમાં ટૅગ તરીકે બનાવવામાં આવે છે, એટલે કે તમે મૂલ્યમાં ફેરફાર કરવા માટે કોઈપણ ફિલ્ટર પર ક્લિક કરી શકો છો અથવા તમારા કીબોર્ડ પર Delete દબાવીને ફિલ્ટરને ઝડપથી હટાવી શકો છો.
- સાચવેલ વ્યૂ સર્ચ બારમાં ઇન-લાઇન મેનૂ તરીકે પ્રદર્શિત થાય છે. વ્યૂ મેનૂ ખોલવા માટે All પર ક્લિક કરો અને ડિફૉલ્ટ અથવા કસ્ટમ સાચવેલ વ્યૂમાંથી કોઈ એક પસંદ કરો.
આ પેજ પર
વ્યૂ બનાવો
તમે તમારા Shopify ઍડમિનમાં મોટાભાગના રિસોર્સ લિસ્ટની ટોચ પરથી નવો વ્યૂ બનાવી શકો છો. અમુક રિસોર્સ લિસ્ટ, જેમ કે Users લિસ્ટ, કસ્ટમ વ્યૂ બનાવવાનો વિકલ્પ ઑફર કરતાં નથી.
પગલાં:
ટૅબવાળા વ્યૂ અને શોધ
- તમારા Shopify ઍડમિનમાંથી, રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- નવો વ્યૂ બનાવવા માટે વ્યૂ લિસ્ટમાં, + પર ક્લિક કરો.
- Create new view ડાયલૉગમાં, તમારા નવા વ્યૂને નામ આપો અને પછી Create view પર ક્લિક કરો.
- લાગુ પડતું હોય ત્યારે, શોધ કરીને, ફિલ્ટર ઉમેરીને અથવા સામેલ કરેલી કૉલમમાં ફેરફાર કરીને તમારા નવા વ્યૂમાં પ્રદર્શિત થતી સૂચિબદ્ધ આઇટમને કસ્ટમાઇઝ કરો.
- Save પર ક્લિક કરો.
વિસ્તૃત સર્ચ બાર
- તમારા Shopify ઍડમિનમાંથી, વિસ્તૃત સર્ચ બાર સાથેના રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- લાગુ પડતું હોય ત્યારે, શોધ કરીને, ફિલ્ટર ઉમેરીને અથવા સામેલ કરેલી કૉલમમાં ફેરફાર કરીને તમારા ડિફૉલ્ટ All વ્યૂમાં પ્રદર્શિત થતી સૂચિબદ્ધ આઇટમને કસ્ટમાઇઝ કરો.
- Save પર ક્લિક કરો.
- Save view as ડાયલૉગમાં, તમારા નવા વ્યૂને નામ આપો.
- Save પર ક્લિક કરો.
વ્યૂનું નામ બદલો
તમે તમારા Shopify ઍડમિનમાં કોઈપણ સમયે કસ્ટમ વ્યૂનું નામ અપડેટ કરી શકો છો. તમે ડિફૉલ્ટ વ્યૂનું નામ બદલી શકતા નથી.
પગલાં:
ટૅબવાળા વ્યૂ અને શોધ
- તમારા Shopify ઍડમિનમાંથી, રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- વ્યૂ લિસ્ટમાં, તમે જે કસ્ટમ વ્યૂનું નામ બદલવા માગતા હોવ તેના પર ક્લિક કરો.
- વિકલ્પોનું મેનૂ ખોલવા માટે કસ્ટમ વ્યૂના નામ પર ફરીથી ક્લિક કરો અને પછી Rename view પર ક્લિક કરો.
- Rename view ડાયલૉગમાં, તમારા વ્યૂનું નામ અપડેટ કરો અને પછી Save પર ક્લિક કરો.
વિસ્તૃત સર્ચ બાર
- તમારા Shopify ઍડમિનમાંથી, વિસ્તૃત સર્ચ બાર સાથેના રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- વ્યૂ મેનૂ ખોલવા માટે All પર ક્લિક કરો અને પછી તમે જે કસ્ટમ વ્યૂનું નામ બદલવા માગતા હોવ તેને પસંદ કરો.
- વ્યૂ મેનૂ ફરીથી ખોલવા માટે કસ્ટમ વ્યૂના નામ પર ક્લિક કરો અને પછી
> Rename view પર ક્લિક કરો.
- Rename view ડાયલૉગમાં, તમારા વ્યૂનું નામ અપડેટ કરો અને પછી Save પર ક્લિક કરો.
વ્યૂ ડુપ્લિકેટ કરો
તમે નવો વ્યૂ બનાવવા માટે અસ્તિત્વમાં હોય તેવા વ્યૂને ડુપ્લિકેટ કરી શકો છો. મૂળ વ્યૂ પર લાગુ કરેલ કોઈપણ શોધ અથવા ફિલ્ટર ડુપ્લિકેટ કરેલા વર્ઝનમાં કૉપિ કરવામાં આવે છે. પછી તમે વ્યૂને વધુ કસ્ટમાઇઝ કરવા માટે ડુપ્લિકેટમાં શોધ અથવા ફિલ્ટર બદલી શકો છો.
પગલાં:
ટૅબવાળા વ્યૂ અને શોધ
- તમારા Shopify ઍડમિનમાંથી, રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- વ્યૂ લિસ્ટમાં, તમે જે વ્યૂ ડુપ્લિકેટ કરવા માગતા હોવ તેના પર ક્લિક કરો.
- વિકલ્પોનું મેનૂ ખોલવા માટે વ્યૂના નામ પર ફરીથી ક્લિક કરો અને પછી Duplicate view પર ક્લિક કરો.
- Duplicate view ડાયલૉગમાં, તમારા નવા વ્યૂને નામ આપો અને પછી Create view પર ક્લિક કરો.
- લાગુ પડતું હોય ત્યારે, શોધ કરીને, ફિલ્ટર ઉમેરીને અથવા સામેલ કરેલી કૉલમમાં ફેરફાર કરીને તમારા નવા વ્યૂમાં પ્રદર્શિત થતી સૂચિબદ્ધ આઇટમને કસ્ટમાઇઝ કરો.
- Save પર ક્લિક કરો.
વિસ્તૃત સર્ચ બાર
- તમારા Shopify ઍડમિનમાંથી, વિસ્તૃત સર્ચ બાર સાથેના રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- વ્યૂ મેનૂ ખોલવા માટે All પર ક્લિક કરો અને પછી તમે જે કસ્ટમ વ્યૂને ડુપ્લિકેટ કરવા માગતા હોવ તેને પસંદ કરો.
- વ્યૂ મેનૂ ફરીથી ખોલવા માટે કસ્ટમ વ્યૂના નામ પર ક્લિક કરો અને પછી
> Duplicate view પર ક્લિક કરો.
- Duplicate view ડાયલૉગમાં, તમારા ડુપ્લિકેટ વ્યૂનું નામ અપડેટ કરો અને પછી Create view પર ક્લિક કરો.
વ્યૂ ડિલીટ કરો
તમે તમારા Shopify ઍડમિનમાં કોઈપણ સમયે કસ્ટમ વ્યૂ ડિલીટ કરી શકો છો. કસ્ટમ વ્યૂ ડિલીટ કર્યા પછી તેને પૂર્વવત્ કરી શકાતો નથી. તમે ડિફૉલ્ટ વ્યૂ ડિલીટ કરી શકતા નથી.
પગલાં:
ટૅબવાળા વ્યૂ અને શોધ
- તમારા Shopify ઍડમિનમાંથી, રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- વ્યૂ લિસ્ટમાં, તમે જે કસ્ટમ વ્યૂ ડિલીટ કરવા માગતા હોવ તેના પર ક્લિક કરો.
- વિકલ્પોનું મેનૂ ખોલવા માટે કસ્ટમ વ્યૂના નામ પર ફરીથી ક્લિક કરો અને પછી Delete view પર ક્લિક કરો.
- Delete view? ડાયલૉગમાં, Delete view પર ક્લિક કરો.
વિસ્તૃત સર્ચ બાર
- તમારા Shopify ઍડમિનમાંથી, વિસ્તૃત સર્ચ બાર સાથેના રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- વ્યૂ મેનૂ ખોલવા માટે All પર ક્લિક કરો અને પછી તમે જે કસ્ટમ વ્યૂ ડિલીટ કરવા માગતા હોવ તેને પસંદ કરો.
- વ્યૂ મેનૂ ફરીથી ખોલવા માટે કસ્ટમ વ્યૂના નામ પર ક્લિક કરો અને પછી
> Delete view પર ક્લિક કરો.
- Delete view? ડાયલૉગમાં, Delete view પર ક્લિક કરો.
તમારા વ્યૂમાં સૂચિબદ્ધ આઇટમ માટે શોધ અને ફિલ્ટરિંગ કરવું
તમારા વ્યૂમાં શોધ કરવાથી અને ફિલ્ટરિંગ કરવાથી વ્યૂમાં કઈ આઇટમ પ્રદર્શિત થાય તેને મર્યાદિત કરવામાં મદદ મળી શકે છે. આનાથી બલ્ક ઍક્શન કરતી વખતે અથવા અન્ય કાર્ય કરતી વખતે આઇટમની લાંબી સૂચિઓને મેનેજ કરવામાં ઘણી સરળતા રહે છે. તમે સમાન વ્યૂમાં બહુવિધ ફિલ્ટર અને શોધ લાગુ કરી શકો છો.
તમારા વ્યૂમાં શોધો
તમારા વ્યૂમાં સામેલ કરેલી આઇટમને મર્યાદિત કરવામાં મદદરૂપ થવા માટે, તમે નામ અથવા વર્ણન જેવા ઘટકો સાથે મેળ ખાતા હોય તેવા કીવર્ડનો ઉપયોગ કરીને સૂચિબદ્ધ આઇટમ માટે તમારા વ્યૂમાં શોધી શકો છો.
પગલાં:
ટૅબવાળા વ્યૂ અને શોધ
- તમારા Shopify ઍડમિનમાંથી, રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- વૈકલ્પિક: વ્યૂ ટૅબમાં, તમે જે વ્યૂમાં શોધવા માગતા હોવ તેના પર ક્લિક કરો.
આઇકન પર ક્લિક કરો.
- શોધ બારમાં, તમારા કીવર્ડ અથવા શોધ ક્વેરી ટાઇપ કરો.
- વૈકલ્પિક: તમારા કસ્ટમ વ્યૂમાં શોધને કાયમી ધોરણે લાગુ કરવા માટે, સેવ કરો પર ક્લિક કરો.
વિસ્તૃત સર્ચ બાર
- તમારા Shopify ઍડમિનમાંથી, વિસ્તૃત સર્ચ બાર સાથેના રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- વૈકલ્પિક: વ્યૂ મેનૂ ખોલવા માટે બધા પર ક્લિક કરો અને પછી તમે જે વ્યૂને શોધવા માંગતા હોવ તે પસંદ કરો.
- શોધ બારમાં, તમારા કીવર્ડ અથવા શોધ ક્વેરી ટાઇપ કરો અને પછી Enter દબાવો.
- વૈકલ્પિક: તમારા કસ્ટમ વ્યૂમાં શોધને કાયમી ધોરણે લાગુ કરવા માટે, સેવ કરો > વ્યૂ અપડેટ કરો પર ક્લિક કરો.
તમારા વ્યૂ પર ફિલ્ટર્સ લાગુ કરો
તમારા વ્યૂમાં શામેલ આઇટમ્સને મર્યાદિત કરવામાં સહાય માટે તમે પૂર્વ-નિર્ધારિત માપદંડોનો ઉપયોગ કરીને સૂચિ આઇટમ્સ માટે તમારો વ્યૂ ફિલ્ટર કરી શકો છો.
ઉપલબ્ધ ફિલ્ટર્સના પ્રકારો તમે ઍક્સેસ કરી રહ્યાં છો તે સંસાધનના પ્રકાર પર આધારિત છે. ઉદાહરણ તરીકે, તમે ઑર્ડર વ્યૂઝને ચુકવણી અથવા ફુલફિલમેન્ટ સ્થિતિ દ્વારા ફિલ્ટર કરી શકો છો અને તમે પ્રોડક્ટ વ્યૂઝને વિક્રેતા અથવા પ્રોડક્ટ કલેક્શન દ્વારા ફિલ્ટર કરી શકો છો.
પગલાં:
ટૅબવાળા વ્યૂ અને શોધ
ફિલ્ટર્સ વ્યૂ શોધ બારની નીચે મેનૂઝ તરીકે પ્રદર્શિત થાય છે.
- તમારા Shopify ઍડમિનમાંથી, રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- વ્યૂઝની સૂચિમાં, તમે જે વ્યૂને ફિલ્ટર કરવા માંગો છો તેના પર ક્લિક કરો.
આઇકન પર ક્લિક કરો.
- તમારી પ્રોડક્ટ્સને ફિલ્ટર કરવા માટે હાલની ફિલ્ટર કૅટેગરી પસંદ કરો અથવા અન્ય પ્રકારના ફિલ્ટરને લાગુ કરવા માટે ફિલ્ટર ઉમેરો + પર ક્લિક કરો.
- ચોક્કસ ફિલ્ટર માટે મૂલ્ય પસંદ કરો. તમે જે ફિલ્ટર પસંદ કરો છો તેના આધારે ઉપલબ્ધ મૂલ્યો અલગ હોય છે.
- વૈકલ્પિક: તમારા વ્યૂમાં બહુવિધ ફિલ્ટર્સ લાગુ કરવા માટે ફિલ્ટર કૅટેગરીઝ અને મૂલ્યો પસંદ કરવાનું ચાલુ રાખો.
- વૈકલ્પિક: તમારા વ્યૂમાં કોઈપણ ફિલ્ટર્સ કાયમી ધોરણે લાગુ કરવા માટે, સેવ કરો પર ક્લિક કરો.
વિસ્તૃત સર્ચ બાર
બધા ફિલ્ટર્સ શોધ બારમાં ઇન-લાઇન પ્રદર્શિત થાય છે, તેથી તમને તમારા શોધ પરિણામોને પ્રભાવિત કરતા માપદંડોનો સંપૂર્ણ વ્યૂ મળે છે. તમે વિશિષ્ટ ફિલ્ટર માપદંડો સાથે વધુ ઍડવાન્સ્ડ વ્યૂઝ બનાવવા માટે is/is not અને or/and લોજિકલ ઑપરેટર્સનો પણ ઉપયોગ કરી શકો છો.
- તમારા Shopify ઍડમિનમાંથી, વિસ્તૃત સર્ચ બાર સાથેના રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- વૈકલ્પિક: વ્યૂ મેનૂ ખોલવા માટે બધા પર ક્લિક કરો અને પછી તમે જે વ્યૂને ફિલ્ટર કરવા માંગો છો તે પસંદ કરો.
- તમારા ફિલ્ટર માટે ઑપરેટર અને મૂલ્ય પસંદ કરો. તમે જે ફિલ્ટર પસંદ કરો છો તેના આધારે ઉપલબ્ધ મૂલ્યો અલગ હોય છે.
- વૈકલ્પિક: તમારી શોધને રિફાઇન કરવા માટે અલગ-અલગ ફિલ્ટર્સ અને મૂલ્યો ઉમેરવાનું ચાલુ રાખવા માટે કીવર્ડ ટાઇપ કરવાનું ચાલુ રાખો:
- તમારી શોધમાં
andઑપરેટર સાથે અતિરિક્ત ફિલ્ટર શામેલ કરવા માટે,પર ક્લિક કરો અથવા એક સ્પેસ ઉમેરો અને પછી તમે જે અતિરિક્ત ફિલ્ટર શામેલ કરવા માંગો છો તેનું નામ ટાઇપ કરવાનું શરૂ કરો.
- ફિલ્ટરમાં
orઑપરેટર સાથે અતિરિક્ત મૂલ્ય શામેલ કરવા માટે, એક અલ્પવિરામ ઉમેરો અને પછી તમે જે અતિરિક્ત મૂલ્યને શામેલ કરવા માંગો છો તેનું નામ ટાઇપ કરવાનું શરૂ કરો.
- તમારી શોધમાં
- વૈકલ્પિક: ફિલ્ટરમાં ફેરફાર કરવા માટે શોધ બારમાં કોઈપણ ફિલ્ટરના ફિલ્ટર ટૅગ્સ પર ક્લિક કરો.
- વૈકલ્પિક: તમારા ફિલ્ટર્સના વર્તમાન ક્રમને નવા વ્યૂ તરીકે સાચવવા માટે, સેવ કરો > નવા વ્યૂ તરીકે સાચવો પર ક્લિક કરો.
તમારા વ્યૂઝમાં કૉલમમાં ફેરફાર કરો
તમારા Shopify ઍડમિનમાં કેટલાક રિસોર્સ લિસ્ટ, જેમ કે ઑર્ડર્સ, ઇન્વેન્ટરી, ટ્રાન્સફર, ખરીદીના ઑર્ડર અને મેટાઑબ્જેક્ટ્સ, તમારા વ્યૂઝમાં પ્રદર્શિત થતી કૉલમમાં ફેરફાર કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે. આ વિકલ્પ Shopify ઍડમિનમાં અન્ય પ્રકારની સૂચિઓ માટે ઉપલબ્ધ નથી.
તમે ડિફૉલ્ટ અને કસ્ટમ એમ બંને વ્યૂઝની કૉલમમાં ફેરફાર કરી શકો છો અને તમે કરેલા ફેરફારો માત્ર તમે હાલમાં જે વ્યૂ પર છો તેના પર જ લાગુ થાય છે. તમે મુખ્ય ડાબી બાજુની કૉલમના અપવાદ સિવાય, કૉલમને છુપાવી અથવા દર્શાવી શકો છો તેમજ કૉલમને ફરીથી ગોઠવી શકો છો.
પગલાં:
ટૅબવાળા વ્યૂ અને શોધ
- તમારા Shopify ઍડમિનમાંથી, ફેરફાર કરી શકાય તેવી કૉલમવાળા રિસોર્સ લિસ્ટ ધરાવતા કોઈપણ પેજ પર જાઓ.
- વ્યૂઝની સૂચિમાં, તમે જેની કૉલમમાં ફેરફાર કરવા માંગો છો તે વ્યૂ પર ક્લિક કરો.
- કૉલમ એડિટર પ્રદર્શિત કરવા માટે
પર ક્લિક કરો.
- નીચેની કોઈપણ ક્રિયાઓ કરીને તમારા વ્યૂની કૉલમને કસ્ટમાઇઝ કરો:
- કૉલમને છુપાવવા માટે,
પર ક્લિક કરો.
- છુપાવેલી કૉલમ દર્શાવવા માટે,
પર ક્લિક કરો.
- કૉલમને ફરીથી ગોઠવવા માટે, કૉલમને ડાબે કે જમણે ક્લિક કરીને ખેંચો.
- કૉલમને છુપાવવા માટે,
- Save પર ક્લિક કરો.
વિસ્તૃત સર્ચ બાર
- તમારા Shopify ઍડમિનમાંથી, વિસ્તૃત સર્ચ બાર સાથેના રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- વૈકલ્પિક: વ્યૂ મેનૂ ખોલવા માટે બધા પર ક્લિક કરો અને પછી તમે જેની કૉલમમાં ફેરફાર કરવા માંગો છો તે કસ્ટમ વ્યૂ પસંદ કરો.
- ડિસ્પ્લે વિકલ્પ પૅનલ ખોલવા માટે
આઇકન પર ક્લિક કરો.
- આ કૉલમ વિભાગમાં, નીચેની કોઈપણ ક્રિયાઓ કરીને તમારા વ્યૂની કૉલમને કસ્ટમાઇઝ કરો:
- કૉલમને છુપાવવા માટે,
પર ક્લિક કરો.
- છુપાવેલી કૉલમ દર્શાવવા માટે,
પર ક્લિક કરો.
- કૉલમને ફરીથી ગોઠવવા માટે,
પર ક્લિક કરો અને કૉલમને ઉપર કે નીચે ખેંચો.
- કૉલમને છુપાવવા માટે,
- વૈકલ્પિક: તમારા કસ્ટમ વ્યૂમાં કૉલમના ક્રમને કાયમી ધોરણે લાગુ કરવા માટે, સેવ કરો > વ્યૂ અપડેટ કરો પર ક્લિક કરો.
તમારા વ્યૂઝમાં સૂચિ આઇટમ્સને સૉર્ટ કરવી
સૉર્ટ કરવાનો ક્રમ પસંદ કરીને તમે વ્યૂમાં આઇટમ્સ પ્રદર્શિત થવાના ક્રમને નિયંત્રિત કરી શકો છો. કોઈ ચોક્કસ વ્યૂ માટે સૉર્ટ કરવાનો ક્રમ જાળવવામાં આવતો નથી, તેથી જ્યારે પણ તમે વ્યૂની બહાર નેવિગેટ કરો છો, ત્યારે સૉર્ટ કરવાનો ક્રમ પાછો ડિફૉલ્ટ સૉર્ટ માપદંડ પર રીસેટ થઈ જાય છે.
પગલાં:
ટૅબવાળા વ્યૂ અને શોધ
- તમારા Shopify ઍડમિનમાંથી, રિસોર્સ લિસ્ટવાળા કોઈપણ પેજ પર જાઓ.
- વ્યૂઝની સૂચિમાં, તમે જેના માટે સૉર્ટ કરવાના ક્રમની સમીક્ષા કરવા માંગો છો તે વ્યૂ પર ક્લિક કરો.
- વ્યૂના સૉર્ટ કરવાના ક્રમને કસ્ટમાઇઝ કરવા માટે નીચેનામાંથી કોઈ એક કરો:
આઇકન પર ક્લિક કરો અને પછી સૉર્ટ કરવાના માપદંડના વિકલ્પ તેમજ સૉર્ટ કરવાના ક્રમને પસંદ કરો.
- સૉર્ટ કરવાના માપદંડને સેટ કરવા અને ચડતા કે ઊતરતા સૉર્ટના ક્રમને બદલવા માટે તમે જેના દ્વારા સૉર્ટ કરવા માંગતા હોવ તે કૉલમના નામ પર ક્લિક કરો.
વિસ્તૃત સર્ચ બાર
- તમારા Shopify ઍડમિનમાંથી, વિસ્તૃત સર્ચ બાર સાથેના રિસોર્સ લિસ્ટવાળા પેજ પર જાઓ.
- વૈકલ્પિક: વ્યૂ મેનૂ ખોલવા માટે બધા પર ક્લિક કરો અને પછી તમે જેના માટે સૉર્ટ કરવાના ક્રમની સમીક્ષા કરવા માંગતા હોવ તે કસ્ટમ વ્યૂ પસંદ કરો.
- ડિસ્પ્લે વિકલ્પ પૅનલ ખોલવા માટે
આઇકન પર ક્લિક કરો.
આના દ્વારા સૉર્ટ કરો મેનૂ પર ક્લિક કરો અને પછી સૉર્ટ કરવાના માપદંડના વિકલ્પ તેમજ સૉર્ટ કરવાના ક્રમને પસંદ કરો.
- વૈકલ્પિક: જ્યારે લાગુ પડતું હોય, ત્યારે સૂચિમાં આર્કાઇવ કરેલી આઇટમ્સને છુપાવવા અથવા પ્રદર્શિત કરવા માટે આર્કાઇવ કરેલાને છુપાવો સેટિંગને સક્રિય કે નિષ્ક્રિય કરો.


