Shopify ઍપમાં Quick Sales મેનેજ કરો
તમારા Quick Saleના ગ્રાહકોને ઇમેઇલ કે SMS રસીદો પ્રદાન કરવા, ચુકવેલા અને બાકી Quick Saleના ઑર્ડરનો રિવ્યૂ કરવા અને જ્યારે જરૂર હોય ત્યારે રિફંડ ઇશ્યૂ કરવા માટે, તમે Shopify ઍપનો ઉપયોગ કરી શકો છો. આ ટૂલ્સ તમને ડેસ્કટૉપ ઉપકરણ પર Shopify POS અથવા Shopify ઍડમિનનો ઉપયોગ કરવાની જરૂર વગર ગ્રાહકોને સપોર્ટ આપવામાં અને Quick Sales મેનેજ કરવામાં મદદ કરે છે.
આ પેજ પર
તમારા ગ્રાહકને Quick Sale માટે ઇમેઇલ અથવા SMS રસીદ મોકલો
તમે Quick Saleની રસીદ તમારા ગ્રાહકના ઇમેઇલ ઍડ્રેસ પર અથવા SMS મેસેજ તરીકે તમારા ગ્રાહકના ફોન નંબર પર મોકલી શકો છો. ગ્રાહકના ઇમેઇલ ઍડ્રેસ અથવા ફોન નંબર પર રસીદ મોકલવાથી, જ્યારે ગ્રાહકની પ્રોફાઇલ પહેલેથી અસ્તિત્વમાં ન હોય, ત્યારે ગ્રાહક પ્રોફાઇલ બનાવવામાં આવે છે અને Quick Sale સાથે સાંકળવામાં આવે છે.
રસીદ પર પ્રદર્શિત થતી માહિતીને તમે કસ્ટમાઇઝ કરી શકતા નથી.
પગલાં:
Shopify ઍપમાં, Quick Sale શરૂ કરો:
પર ટૅપ કરો અને પછી મુખ્ય મેનૂમાં Quick Sale પર ટૅપ કરો.
- વૈકલ્પિક: Quick Sale માટે અલગ સ્થાન પસંદ કરવા માટે ઇન્વેન્ટરી મેનૂ પર ટૅપ કરો.
તમારા Quick Saleમાં કોઈ પણ કસ્ટમાઇઝેશન કરો, જેમ કે પ્રોડક્ટ અથવા કસ્ટમ રકમ ઉમેરવી.
તમારા ગ્રાહકની મનપસંદ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને Quick Sale માટે ચુકવણી એકત્રિત કરો.
ઑર્ડરની પુષ્ટિ કરવાની સ્ક્રીનમાં, નીચેનામાંથી કોઈ પણ ક્રિયા કરો:
- રસીદનો પ્રિવ્યૂ જોવા માટે, પ્રિવ્યૂ વિંડોમાં પ્રદર્શિત થયેલી રસીદ પર ટૅપ કરો. પ્રિવ્યૂમાંથી બહાર નીકળવા માટે X પર ટૅપ કરો.
- ગ્રાહકના ઇમેઇલ ઍડ્રેસ પર રસીદ મોકલવા માટે, ઇમેઇલ રસીદ પર ટૅપ કરો.
- ગ્રાહકના મોબાઇલ ઉપકરણ પર SMS મેસેજ તરીકે રસીદ મોકલવા માટે, ટેક્સ્ટ રસીદ પર ટૅપ કરો.
તમે પસંદ કરો તે રસીદની ડિલિવરી પદ્ધતિના આધારે, ગ્રાહકનું ઇમેઇલ ઍડ્રેસ અથવા ફોન નંબર દાખલ કરો.
મોકલો પર ટૅપ કરો.
વૈકલ્પિક: નવું Quick Sale શરૂ કરવા માટે નવું વેચાણ પર ટૅપ કરો.
Quick Saleના ટ્રાન્ઝેક્શનના ઇતિહાસનો રિવ્યૂ કરો
તમે Quick Sale સુવિધાનો ઉપયોગ કરીને કોઈ પણ સમયે તમારા Quick Saleના ટ્રાન્ઝેક્શનના ઇતિહાસને શોધી શકો છો અને તેનો રિવ્યૂ કરી શકો છો. ટ્રાન્ઝેક્શનનો ઇતિહાસ માત્ર Quick Sale તરીકે આપવામાં આવેલા ઑર્ડર પ્રદર્શિત કરે છે અને અન્ય વિવિધ ચેનલ મારફતે આપવામાં આવેલા ઑર્ડરને બાકાત રાખે છે.
ટ્રાન્ઝેક્શનના ઇતિહાસમાં 2 ટૅબ હોય છે: ચુકવેલા અને બાકી લિંક. ચુકવેલા ટૅબમાં ચુકવણીઓ પૂરી થઈ ગઈ હોય તેવા Quick Sales પ્રદર્શિત થાય છે અને બાકી લિંક ટૅબમાં જેની ચુકવણીઓ બાકી હોય તેવી ચુકવણી લિંક સાથેના Quick Sales પ્રદર્શિત થાય છે. જ્યારે બાકી Quick Sale ચુકવણી ચેકઆઉટ થાય છે, ત્યારે Quick Sale ચુકવેલા ટૅબમાં ખસેડવામાં આવે છે.
પગલાં:
Shopify ઍપમાં, Quick Sale શરૂ કરો:
પર ટૅપ કરો અને પછી મુખ્ય મેનૂમાં Quick Sale પર ટૅપ કરો.
- વૈકલ્પિક: Quick Sale માટે અલગ સ્થાન પસંદ કરવા માટે ઇન્વેન્ટરી મેનૂ પર ટૅપ કરો.
> ટ્રાન્ઝેક્શન પર ટૅપ કરો.
તમે જે પ્રકારના Quick Saleનો ઇતિહાસ ઍક્સેસ કરવા માગતા હોય, તે પસંદ કરો:
- પૂર્ણ થયેલા Quick Salesના ટ્રાન્ઝેક્શનનો ઇતિહાસ પ્રદર્શિત કરવા માટે, ચુકવેલા પર ટૅપ કરો.
- બાકી ચુકવણીઓવાળા Quick Salesના ટ્રાન્ઝેક્શનનો ઇતિહાસ પ્રદર્શિત કરવા માટે, બાકી લિંક પર ટૅપ કરો.
વૈકલ્પિક: ઑર્ડરની વિગતોનો રિવ્યૂ કરવા માટે ઑર્ડર પર ટૅપ કરો. તમે ચુકવેલા ઑર્ડર માટે નીચેની કોઈ પણ ક્રિયાઓ પણ કરી શકો છો:
Quick Sale માટે રિફંડ ઇશ્યૂ કરો
તમે Quick Sale સુવિધાનો ઉપયોગ કરીને મૂળ ઑર્ડરની કુલ રકમ અથવા આંશિક રકમ માટે રિફંડ ઇશ્યૂ કરી શકો છો. Quick Sales માટે રિફંડ એ ઑનલાઇન સ્ટોર માટેની રિફંડ પ્રક્રિયાના સરળ વર્ઝન છે, કારણ કે તેમાં શિપિંગ અથવા કર અને ડ્યૂટીના ચાર્જને ખાસ રિફંડ કરવાનો વિકલ્પ હોતો નથી. તમે Quick Sale દરમિયાન ગિફ્ટ કાર્ડ અથવા સ્ટોર ક્રેડિટમાં પણ રિફંડ આપી શકતા નથી.
કોઈ આઇટમ રિફંડ કરવામાં આવે, તે પછી તમે તેના માટે રિટર્ન શરૂ કરી શકતા નથી. રિટર્ન અને એક્સચેન્જ વિશે વધુ જાણો.
પગલાં:
Shopify ઍપમાં, Quick Sale શરૂ કરો:
પર ટૅપ કરો અને પછી મુખ્ય મેનૂમાં Quick Sale પર ટૅપ કરો.
- વૈકલ્પિક: Quick Sale માટે અલગ સ્થાન પસંદ કરવા માટે ઇન્વેન્ટરી મેનૂ પર ટૅપ કરો.
> ટ્રાન્ઝેક્શન પર ટૅપ કરો.
તમે રિફંડ કરવા માગતા હોય, તે ઑર્ડર પર ટૅપ કરો.
રિફંડ પર ટૅપ કરો.
ડાયલૉગમાં, રિફંડની વિગતો કન્ફિગર કરો:
- વૈકલ્પિક: તમે રિફંડ કરવા માગતા હોય, તે આઇટમનો જથ્થો દાખલ કરો.
- વૈકલ્પિક: તમે જ્યાં આઇટમ રિસ્ટોક કરવા માગતા હોય, તે સ્થાન બદલો.
- વૈકલ્પિક: રિફંડ માટેનું કારણ ફીલ્ડમાં, રિફંડ માટેનું કારણ દાખલ કરો. રિફંડ માટેનું કારણ તમારા ગ્રાહકને પ્રદર્શિત કરવામાં આવતું નથી.
- વૈકલ્પિક: ચુકવણી પદ્ધતિના ફીલ્ડમાં, તમે ગ્રાહકને રિફંડ કરવા માગતા હોય, તે ઑર્ડરનું કુલ મૂલ્ય ઍડજસ્ટ કરો.
- રિફંડ પર ટૅપ કરો.
વૈકલ્પિક: રિફંડને પ્રતિબિંબિત કરવા માટે તમારા ગ્રાહકને અપડેટ કરેલો ઇમેઇલ અથવા SMS રસીદ ફરીથી મોકલો.