iPhone અને Android માટે Shopify ઍપનો ઉપયોગ કરવો

Shopify ઍપ ઇન્સ્ટૉલ કર્યા પછી, તમે તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરી શકો છો અને તમારા મોબાઇલ ઉપકરણ પરથી તમારો સ્ટોર ચલાવવાનું શરૂ કરી શકો છો. જો તમે Shopify ઍપમાં કોઈ કાર્ય કેવી રીતે કરવું તે જાણવા માંગતા હો, તો Shopify હેલ્પ સેન્ટરમાં કાર્ય શોધો અને iPhone અથવા Android પસંદ કરો.

શ્રેષ્ઠ અનુભવ માટે, ખાતરી કરો કે તમારા સ્ટાફ પાસે તેમને જરૂરી પરવાનગીઓ છે, અને તમારું સૉફ્ટવેર અપ-ટૂ-ડેટ છે.

Shopify ઍપ પર વપરાશકર્તાની પરવાનગીઓ

તમારા વપરાશકર્તાઓ તેમના પોતાના Shopify ઓળખપત્રોનો ઉપયોગ કરીને Shopify ઍપમાં લૉગ ઇન કરી શકે છે. જો વપરાશકર્તા પાસે મર્યાદિત પરવાનગીઓ હોય, તો તેઓ ફક્ત Shopify ઍપના એવા ક્ષેત્રો જોઈ શકે છે જેના માટે તેમની પાસે પરવાનગીઓ છે. ઉદાહરણ તરીકે, જો તેમની પાસે Shopify ઍડમિનનું હોમ પેજ જોવાની પરવાનગી ન હોય, તો Shopify ઍપમાં હોમ બટન પ્રદર્શિત થશે નહીં.

Shopify ઍપમાં ઑર્ડર્સ સ્ક્રીન જોવા માટે, સ્ટાફને ફક્ત ઑર્ડર્સ > જુઓ પરવાનગીની જરૂર છે. ઑર્ડરમાંથી ગ્રાહકની પ્રોફાઇલ ખોલવા માટે, સ્ટાફને ગ્રાહકો > જુઓ પરવાનગીની પણ જરૂર છે.

ખાતરી કરો કે તમારું મોબાઇલ સૉફ્ટવેર અપ-ટૂ-ડેટ છે

ખાતરી કરો કે તમારું મોબાઇલ ઉપકરણ ઑપરેટિંગ સિસ્ટમ અને Shopify ઍપના નવીનતમ વર્ઝન ચલાવી રહ્યું છે. સૉફ્ટવેર અપડેટ્સ તમારા અનુભવને બહેતર બનાવે છે અને જૂના સૉફ્ટવેરને કારણે થતી સમસ્યાઓ ટાળવામાં તમારી સહાય કરે છે.

Android ઉપકરણો ડિફૉલ્ટ રૂપે ઑટોમૅટિક રીતે અપડેટ્સ ઇન્સ્ટૉલ કરે છે, પરંતુ તમારા માટે આ વિકલ્પ બંધ કરવાનું શક્ય છે.

iPhone

પગલાં:

  1. તમારા iPhoneની હોમ સ્ક્રીન પરથી, App Store ટૅપ કરો.
  2. પ્રોફાઇલ આઇકન ટૅપ કરો અને પછી ઍપ ટૅપ કરો.
  3. Shopify ઍપ શોધો અને પછી અપડેટ ટૅપ કરો. જો અપડેટ પ્રદર્શિત થતું નથી, તો તમારી Shopify ઍપ અપ-ટૂ-ડેટ છે.
Android
  1. તમારા Android ઉપકરણની હોમ સ્ક્રીન પરથી, Play Store ટૅપ કરો.
  2. પ્રોફાઇલ આઇકન ટૅપ કરો.
  3. ઍપ અને ઉપકરણ મેનેજ કરો > મેનેજ કરો ટૅપ કરો.
  4. Shopify ઍપ ટૅપ કરો.
  5. અપડેટ ટૅપ કરો. જો અપડેટ પ્રદર્શિત થતું નથી, તો તમારી ઍપ અપ-ટૂ-ડેટ છે.

તમારા મોબાઇલ ઉપકરણ પર ઑટોમૅટિક અપડેટ સક્રિય કરો

તમારા સૉફ્ટવેરને અપ-ટૂ-ડેટ રાખવાનું સરળ બનાવવા માટે, તમે ઑટોમૅટિક અપડેટ સક્રિય કરી શકો છો. તમે આ વિકલ્પ સક્રિય કરો તે પછી, સૉફ્ટવેર અપડેટ ઑટોમૅટિક રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ થાય છે. તમે ઑટોમૅટિક અપડેટ માટે તમારી Shopify ઍપ સેટ કરો તે પછી, તમે એ પણ રિવ્યૂ કરી શકો છો કે તમારું મોબાઇલ ઉપકરણ મોબાઇલ ડેટા પર અપડેટ થાય છે કે નહીં અને તેને માત્ર Wi-Fi માટે સેટ કરી શકો છો.

પગલાં:

iPhone
  1. તમારા iPhoneની હોમ સ્ક્રીન પરથી, સેટિંગ્સ ટૅપ કરો.
  2. App Store ટૅપ કરો.
  3. ઑટોમૅટિક ડાઉનલોડ્સ હેઠળ, ઍપ અપડેટ્સ સક્રિય કરો.
Android
  1. તમારા Android ઉપકરણની હોમ સ્ક્રીન પરથી, Play Store ટૅપ કરો.
  2. પ્રોફાઇલ આઇકન ટૅપ કરો.
  3. ઍપ અને ઉપકરણ મેનેજ કરો > મેનેજ કરો ટૅપ કરો.
  4. Shopify ઍપ ટૅપ કરો.
  5. Vertical menu પર ટૅપ કરો.
  6. ઑટો-અપડેટ સક્ષમ કરો સક્રિય કરો.

Shopify ઍપની ભાષા બદલો

Shopify ઍપ તમારા ઉપકરણની પસંદગીની ભાષાનો ઉપયોગ કરે છે. Shopify ઍપ નીચેની ભાષાઓને સપોર્ટ કરે છે:

  • બલ્ગેરિયન
  • ચાઇનીઝ (સરળ)
  • ચાઇનીઝ (પરંપરાગત)
  • ક્રોએશિયન
  • ચેક
  • ડૅનિશ
  • ડચ
  • અંગ્રેજી
  • ફિનિશ
  • ફ્રેન્ચ
  • જર્મન
  • ગ્રીક
  • હિન્દી
  • હંગેરિયન
  • ઇન્ડોનેશિયન
  • ઇટાલિયન
  • જાપાનીઝ
  • કોરિયન
  • લિથુનિયન
  • મલય
  • નૉર્વેજીયન (બોકમાલ)
  • પૉલિશ
  • પોર્ટુગીઝ (બ્રાઝિલ)
  • પોર્ટુગીઝ (પોર્ટુગલ)
  • રોમાનિયન
  • રશિયન
  • સ્લોવાક
  • સ્લોવેનિયન
  • સ્પેનિશ
  • સ્વીડિશ
  • થાઈ
  • ટર્કિશ
  • વિયેતનામીઝ

જો Shopify ઍપ તમારા ઉપકરણ પરની કોઈપણ પસંદગીની ભાષાને સપોર્ટ કરતી ન હોય, તો ઍપ અંગ્રેજીનો ઉપયોગ કરે છે.

તમે તમારા ઉપકરણનાં સેટિંગ્સમાં પસંદગીની ભાષા બદલી શકો છો.

પગલાં:

iPad
  1. Shopify ઍપ બંધ કરો.
  2. તમારા iPad માં, સેટિંગ > સામાન્ય > ભાષા અને પ્રદેશ પર ટૅપ કરો.
  3. ભાષા ઉમેરો પર ટૅપ કરો અને પછી સૂચિમાંથી તમારી પસંદગીની ભાષા પસંદ કરો અને થઈ ગયું પર ટૅપ કરો.
  4. પછી તમે આ સૂચિમાં ભાષાઓને પસંદગીના ક્રમમાં સૉર્ટ કરી શકો છો.
iPhone
  1. Shopify ઍપ બંધ કરો.
  2. તમારા iPhone માં, સેટિંગ > સામાન્ય > ભાષા અને પ્રદેશ પર ટૅપ કરો.
  3. ભાષા ઉમેરો પર ટૅપ કરો અને પછી સૂચિમાંથી તમારી પસંદગીની ભાષા પસંદ કરો અને થઈ ગયું પર ટૅપ કરો.
  4. પછી તમે આ સૂચિમાં ભાષાઓને પસંદગીના ક્રમમાં સૉર્ટ કરી શકો છો.
Android
  1. Shopify ઍપ બંધ કરો.
  2. તમારા Android ઉપકરણમાં, સેટિંગ > સિસ્ટમ > ભાષાઓ અને ઇનપુટ > ભાષાઓ પર ટૅપ કરો.
  3. તમારી પસંદગીની ભાષા પર ટૅપ કરીને પકડી રાખો અને પછી તેને 1 સ્થાન પર ડ્રૅગ ઍન્ડ ડ્રૉપ કરો. જો તમારી પસંદગીની ભાષા સૂચિમાં ન હોય, તો ભાષા ઉમેરો પર ટૅપ કરો અને કોઈ ભાષા પસંદ કરો.

અંગ્રેજી ભાષાના ઓવરરાઇડને સક્રિય કરો

  1. Shopify ઍપ માંથી, Menu પર ટૅપ કરો અને પછી Settings સેટિંગ પર ટૅપ કરો.

  2. ભાષા સેટિંગ પર ટૅપ કરો

  3. ટૉગલ બટન પર ટૅપ કરીને ભાષા ઓવરરાઇડને સક્રિય કરો.

iOS પર Shopify ઍપ આઇકન બદલો

તમે તમારા iOS ઉપકરણ પર Shopify ઍપ માટે વૈકલ્પિક આઇકન સેટ કરી શકો છો, જેમ કે કોઈ વિશેષ ઉનાળા અથવા શિયાળા માટેનું આઇકન. આ સેટિંગ ફક્ત iOS વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે.

પગલાં:

  1. Shopify ઍપ માંથી, Menu પર ટૅપ કરો અને પછી Settings સેટિંગ પર ટૅપ કરો.

  2. ઍપ સેટિંગ વિભાગમાં, ઍપ આઇકન પર ટૅપ કરો.

  3. ડિફૉલ્ટ આઇકનના બદલે તમે જે આઇકન પ્રદર્શિત કરવા માંગતા હો તેના પર ટૅપ કરો.

  4. કન્ફર્મ કરવા માટે OK પર ટૅપ કરો.

Shopify ઍપ પર એકાઉન્ટની નોટિફિકેશન બદલો

તમે તમારા મોબાઇલ ઉપકરણ પર Shopify ઍપમાંથી સુરક્ષા અપડેટ્સ અને મલ્ટિ-ફૅક્ટર ઑથેન્ટિકેશન માટે પુશ નોટિફિકેશનને સક્રિય કરી શકો છો.

પગલાં:

  1. Shopify ઍપ માંથી, Menu પર ટૅપ કરો અને પછી Settings સેટિંગ પર ટૅપ કરો.

  2. ઍપ સેટિંગ વિભાગમાં, એકાઉન્ટ નોટિફિકેશન પર ટૅપ કરો.

  3. દરેક વિકલ્પની બાજુમાં આપેલા ટૉગલ બટન પર ટૅપ કરીને નોટિફિકેશન સક્રિય કરો.

Shopify ઍપ પર સ્ટોર નોટિફિકેશનને સક્રિય કરો

તમે નીચે આપેલા મહત્ત્વપૂર્ણ સ્ટોર અપડેટ્સ વિશે તમારા ફોન પર ત્વરિત ચેતવણીઓ મેળવવા માટે Shopify ઍપ માં પુશ નોટિફિકેશન સેટ કરી શકો છો:

  • ગંભીર ચેતવણીઓ
  • ફુલફિલમેન્ટ
  • નવા ઑર્ડર્સ
  • સેટઅપ ટિપ્સ
  • ટાઇમલાઇન મેન્શન
iPhone

પગલાં:

  1. Shopify ઍપ માંથી, Menu પર ટૅપ કરો અને પછી Settings સેટિંગ પર ટૅપ કરો.

  2. ઍપ સેટિંગ વિભાગમાં, સ્ટોર નોટિફિકેશન પર ટૅપ કરો.

  3. પુશ નોટિફિકેશન વિભાગમાં, સંબંધિત વિકલ્પો સક્રિય કરો.

Shopify ઍપ બેજ સક્રિય કરો

જો તમે ઑર્ડર્સ માટે પુશ નોટિફિકેશનને સક્રિય કરો છો, તો તમે તમારા iPhone ની હોમ સ્ક્રીન પરથી તમારી પાસે કેટલા ઓપન ઑર્ડર છે તે જોવા માટે Shopify ઍપ બેજ પણ સક્રિય કરી શકો છો.

Shopify ઍપ બેજ માત્ર એક સ્ટોર માટેના ઓપન ઑર્ડરની સંખ્યા દર્શાવે છે. જો તમે Shopify ઍપ વડે એક કરતાં વધુ એકાઉન્ટમાં લૉગ ઇન કરેલ હોય, તો જે એકાઉન્ટ માટે છેલ્લે વિકલ્પ સક્રિય કર્યો હોય તે એકાઉન્ટ માટેના ઓપન ઑર્ડરની સંખ્યા બેજ દર્શાવે છે.

પગલાં:

  1. Shopify ઍપ માંથી, Menu પર ટૅપ કરો અને પછી Settings સેટિંગ પર ટૅપ કરો.

  2. ઍપ સેટિંગ વિભાગમાં, નોટિફિકેશન પર ટૅપ કરો.

  3. ઑર્ડર્સ વિભાગમાં, ખાતરી કરો કે પુશ નોટિફિકેશન સક્રિય કરેલી છે.

  4. બેજ ઍપ આઇકન વિકલ્પ સક્રિય કરો.

Android

તમે પુશ નોટિફિકેશનને સક્રિય કરવા માટે Shopify ઍપ નો ઉપયોગ કરી શકો છો જેથી જ્યારે પણ તમારા સ્ટોરમાં કોઈ ઑર્ડર આપવામાં આવે ત્યારે તમને તમારા ફોન પર ચેતવણી મળે.

પગલાં:

  1. Shopify ઍપ માંથી, Menu પર ટૅપ કરો અને પછી Settings સેટિંગ પર ટૅપ કરો.

  2. સ્ટોર નોટિફિકેશન પર ટૅપ કરો.

  3. પુશ નોટિફિકેશન સ્ક્રીનમાંથી, દરેક વિકલ્પની બાજુમાં આપેલા ટૉગલ બટન પર ટૅપ કરીને નોટિફિકેશન સક્રિય કરો.