Shopify ઍક્સેસ કરવા માટે સમર્થિત બ્રાઉઝર

Shopifyનો ઉપયોગ કરવા માટે, તમારે અપ-ટૂ-ડેટ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવાની જરૂર છે. જો તમે તમારા બ્રાઉઝરના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ નથી કરતા, તો કદાચ તમે તમારા Shopify ઍડમિનને ઍક્સેસ કરી શકશો નહીં અથવા તેના તમામ ફીચરનો ઉપયોગ કરી શકશો નહીં. શ્રેષ્ઠ પરિણામો માટે, Google Chromeના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરીને Shopify ઍક્સેસ કરો.

જો કોઈ અન્ય નોંધ ન હોય, તો Shopify તમામ મુખ્ય બ્રાઉઝરના લેટેસ્ટ બે વર્ઝનને સપોર્ટ કરે છે. Shopify ઍક્સેસ કરવા માટે વારંવાર ઉપયોગમાં લેવાતા કેટલાક બ્રાઉઝરમાં નીચેનાનો સમાવેશ થાય છે:

જો તમે Shopify ઍક્સેસ કરવાનો પ્રયાસ કરો ત્યારે તમારું બ્રાઉઝર એવો સંદેશ બતાવે કે તમારે તમારું બ્રાઉઝર અપડેટ કરવાની જરૂર છે, તો સ્ક્રીન પરના પ્રૉમ્પ્ટ અનુસરીને તમારું બ્રાઉઝર અપડેટ કરો. જો તમે તમારું બ્રાઉઝર અપડેટ કરો તે પછી પણ સંદેશ બતાવવામાં આવતો હોય, તો તમારે તમારું કૅશ ક્લિયર કરવાની જરૂર છે. અલગ-અલગ બ્રાઉઝરમાં તમારું કૅશ ક્લિયર કરવા વિશેની વધુ માહિતી માટે, કોઈપણ બ્રાઉઝર પર તમારું કૅશ કેવી રીતે ક્લિયર કરવું નો સંદર્ભ લો.