Shopify Flow માં વર્કફ્લોને મેનેજ કરો, ડુપ્લિકેટ કરો, કૉપિ કરો, ઇમ્પોર્ટ કરો, એક્સપોર્ટ કરો અથવા ડિલીટ કરો
વર્કફ્લોને ટૅગ વડે વ્યવસ્થિત ગોઠવી શકાય છે અને અન્ય વેપારીઓ સાથે શેર કરવા અથવા બૅકઅપ કૉપિ બનાવવા માટે ડુપ્લિકેટ, ડિલીટ, ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટ કરી શકાય છે.
આ પેજ પર
વર્કફ્લો ટૅગ મેનેજ કરો
તમે વર્કફ્લોમાં ટૅગ ઉમેરીને તેમને વ્યવસ્થિત ગોઠવી શકો છો. ટૅગ તમને વર્કફ્લોને કૅટેગરાઇઝ અને ફિલ્ટર કરવામાં મદદ કરે છે, જેથી તમારા સ્ટોરમાં વર્કફ્લોને શોધવાનું અને મેનેજ કરવાનું સરળ બને છે.
તમે વર્કફ્લોમાં ટૅગ ઉમેરો, ત્યારપછી ટૅગ નીચેના સ્થાનો પર પ્રદર્શિત થાય છે:
- Flow હોમ પેજ પરના વર્કફ્લો ટેબલની ટૅગ કૉલમમાં.
- વર્કફ્લોના ઓવરવ્યૂ પેજના શીર્ષક વિભાગમાં, ટાઇટલ અને છેલ્લે અપડેટ કર્યાની તારીખની નીચે.
વિશિષ્ટ ટૅગ ધરાવતા વર્કફ્લોને ઝડપથી શોધવા માટે તમે ટૅગનો ઉપયોગ કરીને Flow હોમ પેજ પરના વર્કફ્લો ટેબલને ફિલ્ટર કરી શકો છો.
ટૅગ વડે તમારી વર્કફ્લો સૂચિને વ્યવસ્થિત ગોઠવવા વિશે વધુ જાણો
Shopify Flow માં તમારા વર્કફ્લોમાં નોંધ ઉમેરો
તમે Shopify Flow માં વર્કફ્લો એડિટરમાં કોઈપણ વર્કફ્લોમાં નોંધ ઉમેરી શકો છો. વર્કફ્લો નોંધ તમને તમારા વર્કફ્લોને તમારા પોતાના શબ્દોમાં સમજાવવા માટે જગ્યા આપે છે. નોંધ સાથે, તમે તમારા વર્કફ્લો વિશેનો સંદર્ભ શામેલ કરી શકો છો, જેમાં નીચેના કેટલાક ઉદાહરણો શામેલ છે:
- વર્કફ્લોને કેવી રીતે સંરચિત કરવામાં આવ્યો છે તે માટેના તમારા નિર્ણયોનું ડૉક્યૂમેન્ટ કરો.
- વર્કફ્લોને સફળતાપૂર્વક ચાલવા માટે કઈ બાબતોની જરૂર છે તેની જરૂરિયાતો અને નિર્ભરતાઓનો રેકોર્ડ રાખો.
- પછીથી વર્કફ્લોમાં ફેરફાર કરી શકે તેવા અન્ય સહયોગીઓ માટે સૂચનાઓ છોડો.
- વર્કફ્લો કોણે બનાવ્યો અને વર્કફ્લો મૂળરૂપે ક્યારે બનાવવામાં આવ્યો હતો તેવો સરળ ડેટા શામેલ કરો.
વર્કફ્લો નોંધ, વર્કફ્લોના ટ્રિગરની બાજુમાં આ વર્કફ્લો વિશે શીર્ષક સાથે વિસ્તૃત ટેક્સ્ટ બૉક્સ તરીકે પ્રદર્શિત થાય છે. નોંધ ઉમેરી શકાય તે પહેલાં વર્કફ્લોમાં ટ્રિગર હોવું આવશ્યક છે. દરેક વર્કફ્લોમાં એક સમયે માત્ર 1 નોંધ હોઈ શકે છે. નોંધમાં 1500 જેટલા અક્ષરો અને 20 જેટલી લીટીઓ શામેલ હોઈ શકે છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Flow પર જાઓ.
તમે જેમાં નોંધ ઉમેરવા માગતા હો તે વર્કફ્લો પર ક્લિક કરો.
વર્કફ્લો એડિટર ખોલવા માટે ફેરફાર કરો પર ક્લિક કરો.
વધુ ક્રિયાઓ > નોંધ ઉમેરો પર ક્લિક કરો.
આ વર્કફ્લો વિશે નોંધ બૉક્સ પર ક્લિક કરો.
ટેક્સ્ટ ફીલ્ડમાં તમારી સામગ્રી ઉમેરો. તમે રિચ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરીને નોંધની સામગ્રીને ફોર્મેટ કરી શકો છો.
થઈ ગયું પર ક્લિક કરો.
તમે કોઈપણ સમયે આ વર્કફ્લો વિશે નોંધ બૉક્સ પર ક્લિક કરીને નોંધની સામગ્રીમાં ફેરફાર કરી શકો છો. વર્કફ્લોમાંથી નોંધ હટાવવા માટે, વધુ ક્રિયાઓ > નોંધ હટાવો પર ક્લિક કરો.
વર્કફ્લો ડુપ્લિકેટ કરો
બૅકઅપ બનાવવા અથવા હાલના વર્કફ્લોમાં ફેરફાર કરવા માટે તમારા સ્ટોરમાં વર્કફ્લો ડુપ્લિકેટ કરી શકાય છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Flow પર જાઓ.
તમે જેને ડુપ્લિકેટ કરવા માગતા હો તે વર્કફ્લો પર ક્લિક કરો.
વધુ ક્રિયાઓ > વર્કફ્લો ડુપ્લિકેટ કરો પર ક્લિક કરો.
કૉપિ માટે નવું નામ દાખલ કરો.
ડુપ્લિકેટ કરો પર ક્લિક કરો.
અન્ય સ્ટોરમાં વર્કફ્લો કૉપિ કરો
જો તમારો સ્ટોર Shopify Plus પ્લાન પર છે, તો તમે તમારી સંસ્થાના સ્ટોર્સ વચ્ચે વર્કફ્લોની કૉપિ કરી શકો છો. તમે વર્કફ્લોની કૉપિ ફક્ત તે સ્ટોર્સ પર કરી શકો છો જ્યાં તમારી પાસે Shopify Flowનો ઍક્સેસ છે.
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Flow પર જાઓ.
તમે કૉપિ કરવા માગતા હો તે વર્કફ્લો માટે
પર ક્લિક કરો.
વધુ ક્રિયાઓ > અન્ય સ્ટોર પર કૉપિ કરો પર ક્લિક કરો. એક નવી વિન્ડો ખુલશે જ્યાં તમે જેમાં કૉપિ કરવાની છે તેવા સ્ટોર્સ શોધી અને પસંદ કરી શકો છો. જ્યાં તમારી પાસે Shopify Flowનો ઍક્સેસ છે તેવા જ સ્ટોર્સ પ્રદર્શિત થાય છે.
વર્કફ્લો કૉપિ કરવા માટે સ્ટોર પસંદ કરો.
વર્કફ્લો કૉપિ કરો પર ક્લિક કરો.
વર્કફ્લો એક્સપોર્ટ કરો
અન્ય વેપારીઓ સાથે શેર કરવા અથવા બૅકઅપ કૉપિ બનાવવા માટે વર્કફ્લોને એક્સપોર્ટ કરી શકાય છે. તમે અન્ય લોકો સાથે શેર કરવા માટે વર્કફ્લો એક્સપોર્ટ કરો તે પહેલાં, ખાતરી કરો કે તમે ઇમેઇલ ઍડ્રેસ અથવા અન્ય સંપર્ક માહિતી જેવી કોઈપણ ઓળખી શકાય તેવી અથવા સંવેદનશીલ માહિતી હટાવી છે. તમારા બ્રાઉઝર મારફતે વર્કફ્લો .flow ફાઇલ તરીકે એક્સપોર્ટ કરવામાં આવે છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Flow પર જાઓ.
તમે એક્સપોર્ટ કરવા માગતા હો તે વર્કફ્લો પસંદ કરો.
વધુ ક્રિયાઓ > એક્સપોર્ટ કરો પર ક્લિક કરો.
વર્કફ્લો ઇમ્પોર્ટ કરો
વર્કફ્લોને અન્ય વેપારીઓ પાસેથી અથવા બૅકઅપ કૉપિમાંથી ઇમ્પોર્ટ કરી શકાય છે. તમારી સંસ્થા દ્વારા બનાવવામાં ન આવ્યો હોય તેવા વર્કફ્લોને સક્રિય કરતા પહેલાં, નીચેના તત્ત્વોનો રિવ્યૂ કરો:
- ઇમેઇલ અને મેસેજિંગ ઍડ્રેસને યોગ્ય ગંતવ્યો પર બદલવામાં આવ્યા છે.
- મેસેજ ટેક્સ્ટ તમારા બિઝનેસની સ્ટાઇલ અને ટોન સાથે મેળ ખાય છે.
- તમારી સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવાતી ન હોય તેવી મેસેજિંગ સેવાઓનો ઉપયોગ કરતી ક્રિયાઓને ઇમેઇલ મોકલતી ક્રિયાઓથી બદલવામાં આવે છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Flow પર જાઓ.
ઇમ્પોર્ટ કરો પર ક્લિક કરો.
ફાઇલો ઍડ કરો પર ક્લિક કરો અથવા તમારા ડેસ્કટૉપ પરથી
.flowફાઇલને વર્કફ્લો ઇમ્પોર્ટ કરો બૉક્સમાં ખેંચો.વૈકલ્પિક: વર્કફ્લોને ઇમ્પોર્ટ કરતા પહેલાં તેનો રિવ્યૂ કરવા માટે વર્કફ્લો પ્રીવ્યૂ કરો પર ક્લિક કરો.
ઇમ્પોર્ટ કરો પર ક્લિક કરો.
વર્કફ્લો નિષ્ક્રિય કરો
તમે જે વર્કફ્લોને હવે સક્રિય રૂપે રન કરવા માંગતા ન હોવ તેમને બંધ કરી શકો છો. બંધ કરવામાં આવેલા વર્કફ્લો નિષ્ક્રિય સ્થિતિમાં બદલાય છે અને ઑપરેશન ફરી શરૂ કરવા માટે તેને કોઈપણ સમયે પાછા ચાલુ કરી શકાય છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Flow પર જાઓ.
તમે જે વર્કફ્લોને બંધ કરવા માંગતા હોવ તેને પસંદ કરો.
વર્કફ્લો બંધ કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક: જો વર્કફ્લોના કોઈ રન પ્રગતિમાં હોય, તો રન રદ કરવા માટે બંધ કરો પર ક્લિક કરો.
વર્કફ્લો ડિલીટ કરો
તમે જે વર્કફ્લોની હવે જરૂર ન હોય તેને ડિલીટ કરી શકો છો. ડિલીટ કરેલા વર્કફ્લો પાછા મેળવી શકાતા નથી.
જો તમને ભવિષ્યમાં વર્કફ્લોની જરૂર પડી શકે, તો નીચેનામાંથી કોઈપણ વિકલ્પોનો વિચાર કરો:
- વર્કફ્લોને ડિલીટ કર્યા વિના તેને રન થતો અટકાવવા માટે વર્કફ્લો નિષ્ક્રિય કરો. તમે વર્કફ્લોને કોઈપણ સમયે ફરીથી સક્રિય કરી શકો છો.
- તમે વર્કફ્લો ડિલીટ કરો તે પહેલાં એક કૉપિ એક્સપોર્ટ કરો.
માત્ર નિષ્ક્રિય વર્કફ્લોને જ ડિલીટ કરી શકાય છે. જો તમે સક્રિય વર્કફ્લોને ડિલીટ કરવા માંગતા હોવ, તો પહેલા વર્કફ્લો પર ક્લિક કરીને અને પછી બંધ કરો પર ક્લિક કરીને તેને નિષ્ક્રિય કરો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Flow પર જાઓ.
તમે જે વર્કફ્લો ડિલીટ કરવા માંગતા હોવ તેને પસંદ કરો.
વધુ ક્રિયાઓ > ડિલીટ કરો પર ક્લિક કરો.
માર્કેટિંગ પ્રવૃત્તિ ધરાવતા વર્કફ્લો મેનેજ કરવા
જો તમે Shopify Flow નો ઉપયોગ કરીને એવો વર્કફ્લો બનાવો છો જેમાં માર્કેટિંગ પ્રવૃત્તિની કોઈ ક્રિયા શામેલ હોય, તો તે તમારા Shopify ઍડમિનમાં માર્કેટિંગ ઑટોમેશન તરીકે પણ ડિસ્પ્લે થાય છે, અને તેને Shopify Messaging ઍપ ના ઑટોમેશન વિભાગમાંથી અથવા Flow ઍપમાંથી એડિટ કરી શકાય છે.
નીચેની કનેક્ટર ઍપ સાથે સંકલિત થતા વર્કફ્લોમાં માર્કેટિંગ પ્રવૃત્તિની ક્રિયા શામેલ છે: