કંપનીના સ્થાનનો ડેટા મેળવો

કંપનીના સ્થાનના ડેટાનો ઉપયોગ કરતા વર્કફ્લોમાં, તમારા સ્ટોરમાંથી કંપનીના સ્થાનની માહિતી પુનઃપ્રાપ્ત કરવા માટે તમે કંપનીના સ્થાનનો ડેટા મેળવો ક્રિયાનો ઉપયોગ કરી શકો છો.

કન્ફિગરેશન

ફિલ્ડ્સ

કંપનીના સ્થાનનો ડેટા મેળવો ક્રિયામાં નીચેના ફિલ્ડ્સ છે, જેનો ઉપયોગ ક્વેરી બનાવવા માટે થાય છે:

ડેટા મેળવો ક્રિયાઓમાં ઉપયોગમાં લેવાતા ફિલ્ડ્સ.
ફીલ્ડવર્ણન
આના દ્વારા ડેટા સૉર્ટ કરોજરૂરી છે. એવા પરિમાણો કે જેના દ્વારા શોધ ક્વેરી દ્વારા રિટર્ન કરવામાં આવેલો ડેટા સૉર્ટ કરવામાં આવે છે.
પરિણામોની મહત્તમ સંખ્યાજરૂરી છે. તમે પસંદ કરેલી શોધ ક્વેરી દ્વારા રિટર્ન કરી શકાતા પરિણામોની મહત્તમ સંખ્યા. તમે એક જ સમયે વધુમાં વધુ 100 રિટર્ન કરી શકો છો.
ક્વેરીજરૂરી છે. સામાન્ય ક્વેરીમાંથી પસંદ કરો અથવા તમારી પોતાની ક્વેરી બનાવવા માટે Advanced પસંદ કરો.

ક્વેરી સ્ટ્રિંગ

છેલ્લા દિવસમાં અપડેટ કરવામાં આવ્યાં હોય તેવાં કંપનીના સ્થાનો મેળવવા માટેની આ એક ઉદાહરણ ક્વેરી છે:

updated_at:<='{{ scheduledAt }}' AND updated_at:>'{{ scheduledAt | date_minus: "1 day" }}'

updated_at ચલ એ એક ફિલ્ટર છે, જે કંપની સ્થાનોની ક્વેરી પર ઉપલબ્ધ છે અને તેનો બહુવિધ વખત ઉપયોગ કરી શકાય છે અથવા અન્ય ચલો સાથે જોડી શકાય છે. નિર્ધારિત સમયના ટ્રિગરનો ઉપયોગ કરતા વર્કફ્લો પર scheduledAt લિક્વિડ ચલ ઉપલબ્ધ છે. date_minus લિક્વિડ ટૅગ એક વિશેષ ફ્લો ટૅગ છે જે તમને તારીખમાંથી સમય બાદ કરવાની મંજૂરી આપે છે.

ડેટા વિશે ક્વેરી કરતી વખતે, આ જાણવું મદદરૂપ છે:

  • ઉપલબ્ધ કંપનીના સ્થાનના ફિલ્ટર્સની સૂચિ
  • ક્વેરીએ ચોક્કસ સિન્ટેક્સનું પાલન કરવું આવશ્યક છે
  • ક્વેરીના ફીલ્ડના મૂલ્યો હંમેશાં દસ્તાવેજીકૃત હોતા નથી. કેટલાક કિસ્સાઓમાં, API દસ્તાવેજો જોઈને મૂલ્યો શોધી શકાય છે. વૈકલ્પિક રીતે, જ્યારે તમે ફિલ્ટર કરો ત્યારે તમે ઍડમિનમાંના URLમાં ફીલ્ડ મૂલ્યો અવારનવાર શોધી શકો છો. ઉદાહરણ તરીકે, કેટલીક ઑર્ડરની ક્વેરીના મૂલ્યો શોધવા માટે, ઍડમિનમાં ઑર્ડર્સના પેજને ફિલ્ટર કરો અને પછી URL તપાસો.
  • તમે Shopify GraphiQL ઍપનો ઉપયોગ કરીને તમારા શૉપમાં ક્વેરી રન કરી શકો છો અથવા ચકાસી શકો છો.
  • જો તમારી ક્વેરી નિષ્ફળ જાય તો શું થાય છે તેનું ધ્યાન રાખો. અવારનવાર API (એકપણ ન હોવાને બદલે) તમામ પરિણામો રિટર્ન કરશે.

રિટર્ન કરેલો ડેટા

તમામ Get data ક્રિયાઓ 0 અને 100 સંસાધનો વચ્ચે ગમે ત્યાંની સૂચિ રિટર્ન કરે છે. તમારા વપરાશના કિસ્સાના આધારે, તમે આ ડેટાનો વિવિધ રીતે ઉપયોગ કરવા માંગી શકો છો:

  • જો તમારે દરેક સૂચિ આઇટમને વ્યક્તિગત રીતે હૅન્ડલ કરવાની જરૂર હોય, જેમ કે દરેક માટે ટૅગ ઉમેરવા, તો પછી તમે For each ક્રિયાનો ઉપયોગ કરી શકો છો.
  • જો તમારે ડેટા એકત્રિત કરવાની જરૂર હોય, જેમ કે કેટલા પરિણામો રિટર્ન કરવામાં આવ્યા હતા તેની ગણતરી કરવી, તો પછી તમે Count અથવા Sum ક્રિયાઓનો ઉપયોગ કરી શકો છો.
  • જો તમારે સૂચિ આઉટપુટ કરવાની જરૂર હોય, જેમ કે તમામ આઇટમ્સ સાથે ઇમેઇલ મોકલવો, તો પછી તમે સીધા જ અનુગામી ક્રિયાઓમાં રિટર્ન કરેલા ડેટાનો ઉપયોગ કરી શકો છો.

આ ક્રિયાને અનુસરતા પગલાંઓમાં રિટર્ન કરેલા ડેટાને ઍક્સેસ કરવા માટે, Get company location data નામના ચલનો ઉપયોગ કરો, જે કંપનીના સ્થાનોની સૂચિ છે. તમે શરતો અને ક્રિયાઓ બંનેમાં આ ચલનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે આ રીતે Send internal email ક્રિયામાં સ્થાનોની સૂચિ મોકલી શકો છો:

{% for single_company in GetCompanyLocationData %}
* {{ single_company.name }}
{% endfor %}

ટ્રિગર્સ

તમે Scheduled time ટ્રિગર સહિત કોઈપણ વર્કફ્લોમાં આ ક્રિયાનો ઉપયોગ કરી શકો છો. Scheduled time ટ્રિગરનો ઉપયોગ કરતા વર્કફ્લોમાં, ઇવેન્ટના પરિણામના બદલે વર્કફ્લો તમે સ્પષ્ટ કરેલા સમયે શરૂ થાય છે. તમારા સ્ટોરમાં અથવા ઍપમાંથી એવી કોઈ ચોક્કસ ઇવેન્ટ ન હોવાથી કે જે વર્કફ્લો શરૂ કરે છે, એટલે એમાં કોઈ ડેટા ઑટોમૅટિક રીતે શામેલ થતો નથી.