ઑર્ડરનું મેટાફીલ્ડ અપડેટ કરો
ઑર્ડરનું મેટાફીલ્ડ અપડેટ કરો ઍક્શન વર્કફ્લોને ટ્રિગર કરતા ઑર્ડરમાં મેટાફીલ્ડ ઉમેરે છે અથવા તે ઑર્ડર પરના હાલના મેટાફીલ્ડને અપડેટ કરે છે.
ફીલ્ડ્સ
ઑર્ડરનું મેટાફીલ્ડ અપડેટ કરો ઍક્શનમાં નીચેના ફીલ્ડ્સ છે.
| ફીલ્ડ | વર્ણન |
|---|---|
| મેટાફીલ્ડ | આવશ્યક છે. આ ડ્રૉપડાઉન નામ દ્વારા અથવા નેમસ્પેસ અને કી દ્વારા મેટાફીલ્ડ પસંદ કરે છે. |
| નેમસ્પેસ | અસંરચિત મેટાફીલ્ડ પસંદ કરતી વખતે આવશ્યક છે. નેમસ્પેસ એ મેટાફીલ્ડ ડેફિનેશન્સના ગ્રુપ માટેનું કન્ટેનર છે. નેમસ્પેસમાં મેટાફીલ્ડ્સનું ગ્રુપ કરવાથી તમારા મેટાફીલ્ડ્સને અન્ય મેટાફીલ્ડ્સ સાથે સંઘર્ષ થતો અટકાવી શકાય છે. |
| કી | અસંરચિત મેટાફીલ્ડ પસંદ કરતી વખતે આવશ્યક છે. કી એ મેટાફીલ્ડ ડેફિનેશન માટેનું ઓળખકર્તા છે. |
| પ્રકાર | અસંરચિત મેટાફીલ્ડ પસંદ કરતી વખતે આવશ્યક છે. મેટાફીલ્ડના મૂલ્યનો ડેટા પ્રકાર. |
| મૂલ્ય | મૂલ્ય એ મેટાફીલ્ડમાં સ્ટોર કરવાની માહિતી છે. જ્યારે વર્કફ્લો રન થાય ત્યારે ભૂલો ટાળવા માટે મૂલ્યને તેના ડેટા પ્રકાર અનુસાર ફોર્મેટ કરો. |
ટ્રિગર્સ
ઑર્ડરનું મેટાફીલ્ડ અપડેટ કરો ઍક્શન માટે ઓર્ડર ID ફીલ્ડની જરૂર પડે છે, જે મેટાફીલ્ડ ઉમેરવા માટે ઑર્ડરની ઓળખ કરે છે. ઑર્ડર ID ડિફૉલ્ટ રૂપે સેટ કરવામાં આવેલું હોય છે અને તેને બદલી શકાતું નથી. ઑર્ડરનું મેટાફીલ્ડ અપડેટ કરો ઍક્શનનો ઉપયોગ નીચેના ટ્રિગર્સથી શરૂ થતા વર્કફ્લોમાં થઈ શકે છે:
API વિગતો
વધુ જાણવા માટે, MetafieldInput ઇનપુટ ઑબ્જેક્ટનો રિવ્યૂ કરો.