શૉપ મેટાફીલ્ડ અપડેટ કરો
શૉપ મેટાફીલ્ડ અપડેટ કરો ઍક્શન, વર્કફ્લોને ટ્રિગર કરતી શૉપમાં મેટાફીલ્ડ ઉમેરે છે અથવા તે શૉપ પરના હાલના મેટાફીલ્ડને અપડેટ કરે છે.
ફીલ્ડ
શૉપ મેટાફીલ્ડ અપડેટ કરો ઍક્શનમાં નીચે આપેલા ફીલ્ડ શામેલ છે.
| ફીલ્ડ | વર્ણન |
|---|---|
| મેટાફીલ્ડ | આવશ્યક છે. આ ડ્રૉપડાઉન નામ અથવા નેમસ્પેસ અને કી દ્વારા મેટાફીલ્ડ પસંદ કરે છે. |
| નેમસ્પેસ | સ્ટ્રક્ચર વગરનું મેટાફીલ્ડ પસંદ કરતી વખતે આવશ્યક છે. નેમસ્પેસ એ મેટાફીલ્ડ ડેફિનેશનના ગ્રુપ માટેનું કન્ટેનર છે. નેમસ્પેસની અંદર મેટાફીલ્ડ્સનું ગ્રુપ બનાવવાથી તમારા મેટાફીલ્ડ્સને અન્ય મેટાફીલ્ડ્સ સાથે સંઘર્ષ કરતા અટકાવી શકાય છે. |
| કી | સ્ટ્રક્ચર વગરનું મેટાફીલ્ડ પસંદ કરતી વખતે આવશ્યક છે. કી એ મેટાફીલ્ડ ડેફિનેશન માટેનું ઓળખકર્તા છે. |
| પ્રકાર | સ્ટ્રક્ચર વગરનું મેટાફીલ્ડ પસંદ કરતી વખતે આવશ્યક છે. મેટાફીલ્ડના મૂલ્યનો ડેટા પ્રકાર. |
| મૂલ્ય | મૂલ્ય એટલે મેટાફીલ્ડમાં સ્ટોર કરવાની માહિતી. વર્કફ્લો રન થાય ત્યારે ભૂલો ટાળવા માટે મૂલ્યને તેના ડેટા પ્રકાર અનુસાર ફોર્મેટ કરો. |
ટ્રિગર
શૉપ મેટાફીલ્ડ અપડેટ કરો ઍક્શનનો કોઈપણ વર્કફ્લોમાં ઉપયોગ કરી શકાય છે.
API વિગતો
વધુ જાણવા માટે, MetafieldInput ઇનપુટ ઑબ્જેક્ટનો રિવ્યૂ કરો.
ટેમ્પ્લેટ્સ
શૉપના મેટાફીલ્ડ્સ બનાવો અને પ્રારંભ કરો
વ્યાખ્યાઓ બનાવીને અને તમને જરૂરી મૂલ્ય(મૂલ્યો) સાથે મેટાફીલ્ડ પ્રારંભ કરીને Flow સાથે શૉપના મેટાફીલ્ડ્સનો ઉપયોગ કરો. ટેમ્પ્લેટ જુઓ