સ્પ્રેડશીટમાં પંક્તિ ઉમેરો

સ્પ્રેડશીટમાં પંક્તિ ઉમેરો ઍક્શન Google Sheets સ્પ્રેડશીટમાં ડેટાની એક પંક્તિ ઉમેરે છે.

કનેક્શન

Sheets ઍક્શનનો ઉપયોગ શરૂ કરવા માટે, તમારે પહેલા તમારા Google Sheets એકાઉન્ટ સાથે Flow કનેક્ટ કરવું આવશ્યક છે. આ વપરાશકર્તા પાસે સ્પ્રેડશીટનો એડિટ ઍક્સેસ હોવો આવશ્યક છે.

જો તમને ખાતરી ન હોય કે કયા વપરાશકર્તાએ Sheets ઍક્શનને કનેક્ટ કરી છે, તો તમે Flow એડિટરમાં તમારા કનેક્શનની વિગતો શોધી શકો છો.

ફીલ્ડ

સ્પ્રેડશીટમાં પંક્તિ ઉમેરો ઍક્શનમાં નીચેના ફીલ્ડ શામેલ છે.

સ્પ્રેડશીટમાં પંક્તિ ઉમેરો ઍક્શનમાં વપરાયેલ ફીલ્ડ.
ફીલ્ડવર્ણન
સ્પ્રેડશીટ URLઆવશ્યક છે. બ્રાઉઝરમાં પ્રદર્શિત થતું સ્પ્રેડશીટનું URL દાખલ કરો.
ટૅબનું નામઆવશ્યક છે. સ્પ્રેડશીટમાં હાલના ટૅબનું નામ દાખલ કરો.
પંક્તિની સામગ્રી (અલ્પવિરામથી અલગ કરેલ)વૈકલ્પિક. અલ્પવિરામથી અલગ કરેલી ફીલ્ડની સૂચિ દાખલ કરો. દરેક અલ્પવિરામ નવી કૉલમ દર્શાવે છે.

ટ્રિગર

સ્પ્રેડશીટમાં પંક્તિ ઉમેરો ઍક્શનનો ઉપયોગ કોઈપણ ટ્રિગર સાથે કરી શકાય છે.

API સંદર્ભ

સ્પ્રેડશીટમાં પંક્તિ ઉમેરવા માટે Flow દ્વારા Google Sheets API ને કૉલ કરવામાં આવે છે. વધુ જાણવા માટે, Google Sheets API ની સમીક્ષા કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

Flow માંથી ડેટા બહુવિધ કૉલમમાં વિસ્તરેલો છે. આવું શા માટે થઈ રહ્યું છે?

Sheets ની કૉલમ્સ અલ્પવિરામ દ્વારા અલગ કરવામાં આવે છે. જો Flow ના ડેટામાં સંભવિત રૂપે અલ્પવિરામ શામેલ હોય, તો ડેટા બહુવિધ કૉલમમાં વિભાજિત કરવામાં આવશે. આનાથી બચવા માટે, અલ્પવિરામ દૂર કરવા માટે liquid ફિલ્ટરનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, અલ્પવિરામને સ્પેસ સાથે બદલવા માટે {{ order.note | replace:",", " " }} નો ઉપયોગ કરો.

Flow માંથી ડેટા ખોટી કૉલમથી શરૂ થાય છે.

જો તમારી વર્કશીટમાં છેલ્લી પંક્તિની પ્રથમ કેટલીક કૉલમમાં ખાલી મૂલ્યો હોય, તો Sheets સામગ્રી ધરાવતી પ્રથમ કૉલમથી શરૂ કરીને આગલી કૉલમ દાખલ કરશે (docs). તમે ફક્ત તમારી વર્કશીટમાં સુધારો કરીને અને સ્પ્રેડશીટમાં ખાલી મૂલ્યો દાખલ કરવાનું ટાળીને આ ભૂલને ઠીક કરી શકો છો.

હું ઑર્ડરમાં દરેક લાઇન આઇટમ માટે પંક્તિ ઉમેરવા માગું છું.

તમે દરેક લાઇન આઇટમમાંથી લૂપ થવા માટે Flow ની For each ઍક્શનનો ઉપયોગ કરી શકો છો અને પ્રત્યેક લાઇન આઇટમ માટે સ્પ્રેડશીટમાં પંક્તિ ઉમેરો ઍક્શનને કૉલ કરી શકો છો.

જ્યારે હું સ્પ્રેડશીટમાં પંક્તિ ઉમેરવાનો પ્રયાસ કરું છું ત્યારે મને 403 ભૂલ મળે છે. આનો અર્થ શું છે?

સામાન્ય રીતે, આનો અર્થ એ થાય છે કે Google Sheets ને Flow સાથે કનેક્ટ કરનાર વપરાશકર્તા માટે વર્કશીટ ઍક્સેસિબલ નથી. આને બે વાર ચેક કરવા માટે, કયા વપરાશકર્તાએ Sheets ઍક્શન કનેક્ટ કરી છે તેની સમીક્ષા કરો. ખાતરી કરો કે વપરાશકર્તા Sheets ના શેર ઇન્ટરફેસથી વર્કશીટમાં ફેરફાર કરી શકે છે.

જો નવું કનેક્શન બનાવ્યા પછી તમને આ ભૂલ મળે છે, તો તમે કદાચ આ સ્ક્રીન પર તમારી વર્કશીટમાં ફેરફાર કરવાની Flow ને પરવાનગી આપવામાં નિષ્ફળ રહ્યાં છો:

Sheets પરવાનગીઓની સમસ્યા

See, edit, create, and delete all your Google Sheets spreadsheets (તમારી બધી Google Sheets સ્પ્રેડશીટ જુઓ, તેમાં ફેરફાર કરો, બનાવો અને ડિલીટ કરો) ચેકબૉક્સ પસંદ કરેલું હોવું જોઈએ.

જ્યારે હું સ્પ્રેડશીટમાં પંક્તિ ઉમેરવાનો પ્રયાસ કરું છું, ત્યારે મને 429 અથવા 500 સંબંધિત ભૂલ મળે છે. આનો અર્થ શું છે?

સામાન્ય રીતે, આનો અર્થ એ છે કે વર્કશીટમાં નવી પંક્તિઓ ઉમેરવામાં મુશ્કેલી આવી રહી છે. જ્યારે Google APIને ઘણી બધી વિનંતીઓ મળે છે અથવા વર્કશીટમાં ઘણા બધા ફીલ્ડ કે પંક્તિઓ હોય, ત્યારે આવું થઈ શકે છે.

હું Sheets સાથે ફરીથી કેવી રીતે કનેક્ટ કરી શકું?

Flow કનેક્શન ફરીથી કનેક્ટ કરવા માટેની સમાન પ્રક્રિયાને અનુસરે છે.