ગ્રાહક એકાઉન્ટ સક્રિય કરવામાં આવ્યું
ગ્રાહકનું એકાઉન્ટ સક્રિય થાય ત્યારે ગ્રાહક એકાઉન્ટ સક્રિય થયું ટ્રિગર વર્કફ્લો શરૂ કરે છે:
- ગ્રાહક એકાઉન્ટમાં, ગ્રાહક પહેલી વાર તમારા સ્ટોરમાં સાઇન ઇન કરે ત્યારે એકાઉન્ટ સક્રિય થાય છે.
- લેગસી ગ્રાહક એકાઉન્ટ્સમાં, ગ્રાહક એકાઉન્ટ બનાવવા માટે ઇમેઇલથી મળેલું આમંત્રણ સ્વીકારે અથવા તમારા ઑનલાઇન સ્ટોરમાં ચેકઆઉટ દરમિયાન એકાઉન્ટ બનાવે ત્યારે એકાઉન્ટ સક્રિય થાય છે.
વધુ માહિતી માટે, ગ્રાહક એકાઉન્ટ જુઓ.
ક્રિયાઓ
નીચેની ક્રિયાઓનો ઉપયોગ એવા વર્કફ્લોમાં કરી શકાય છે જે ગ્રાહક એકાઉન્ટ સક્રિય કરવામાં આવ્યું ટ્રિગરથી શરૂ થાય છે.
ગ્રાહક એકાઉન્ટ સક્રિય કરવામાં આવ્યું ટ્રિગરનું ટેસ્ટિંગ
આ ટ્રિગરથી શરૂ થતો વર્કફ્લો ચકાસવા માટે, તમારા સ્ટોરમાં ઉપયોગમાં લેવાતા ગ્રાહક એકાઉન્ટના પ્રકાર મુજબનાં પગલાં અનુસરો:
- જો તમારા સ્ટોરમાં ગ્રાહક એકાઉન્ટનો ઉપયોગ થતો હોય, તો પહેલાં ક્યારેય સાઇન ઇન કરવા માટે ઉપયોગમાં ન લીધેલા ઇમેઇલ સરનામાથી સ્ટોરમાં સાઇન ઇન કરો.
- જો તમારા સ્ટોરમાં લેગસી ગ્રાહક એકાઉન્ટ્સનો ઉપયોગ થતો હોય, તો ગ્રાહક એકાઉન્ટ બનાવવા માટે ઇમેઇલ મોકલો અને એકાઉન્ટના આમંત્રણવાળા ઇમેઇલનો જવાબ આપો.
API વિગતો
ગ્રાહક એકાઉન્ટ સક્રિય કરવામાં આવ્યું ટ્રિગરની મદદથી Customer Graphql API ઑબ્જેક્ટ સાથે ઍક્શન લઈ શકાય છે.
ટેમ્પ્લેટ
એકાઉન્ટ બનાવનારા ગ્રાહકોને ટૅગ કરો
તમારા સ્ટોરમાં એકાઉન્ટ બનાવનારા ગ્રાહકોમાં ટૅગ ઍડ કરો. ટેમ્પ્લેટ જુઓ