ઑર્ડરના જોખમનું વિશ્લેષણ કરવામાં આવ્યું
જ્યારે ઑર્ડરનું છેતરપિંડી વિશ્લેષણ પૂર્ણ થાય ત્યારે ઑર્ડરના જોખમનું વિશ્લેષણ કરવામાં આવ્યું ટ્રિગર વર્કફ્લો શરૂ કરે છે. આ ટ્રિગર માત્ર Shopify જોખમનું મૂલ્યાંકન કરવા માટે જ લાગુ કરવામાં આવે છે અને તૃતીય-પક્ષના મૂલ્યાંકન માટે નહીં.
ક્રિયાઓ
આ ટ્રિગર ઑર્ડર પ્રદાન કરે છે, તેથી તે તમને એવી કોઈ પણ ક્રિયાનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે કે જેને ઑર્ડરની જરૂર હોય, જેમાં નીચે મુજબની બાબતો શામેલ છે:
- ઑર્ડરની લાઇન આઇટમ ઉમેરો
- ઑર્ડર ટૅગ ઉમેરો
- ઑર્ડરને આર્કાઇવ કરો
- ઑર્ડર રદ કરો
- પેમેન્ટ કૅપ્ચર કરો
- ફુલફિલમેન્ટ ઑર્ડર હોલ્ડ પર રાખો
- ઑર્ડરને ચૂકવેલ તરીકે માર્ક કરો
ઑર્ડર્સ તમને ગ્રાહક જેવા અન્ય ડેટાને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે, જેથી તેનો ગ્રાહકની ક્રિયાઓ સાથે ઉપયોગ કરી શકાય. આમાં શામેલ છે:
- ગ્રાહક ટૅગ ઉમેરો
- ગ્રાહકનું મેટાફીલ્ડ હટાવો
- ગ્રાહકના ટૅગ હટાવો
- ગ્રાહકના મેટાફીલ્ડને અપડેટ કરો
- ગ્રાહકની નોંધ અપડેટ કરો
ઑર્ડર્સમાં લાઇન આઇટમ જેવી ડેટાની સૂચિઓ પણ હોય છે. દરેક માટે ક્રિયાનો ઉપયોગ કરીને, તમે આ સૂચિઓ દ્વારા લૂપ કરી શકો છો અને દરેક આઇટમ પર ક્રિયાઓ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે લાઇન આઇટમ દ્વારા લૂપ કરી શકો છો અને દરેક પ્રોડક્ટ પર એક ટૅગ ઉમેરી શકો છો.
'ઑર્ડરના જોખમનું વિશ્લેષણ કરવામાં આવ્યું' ટ્રિગરનું ટેસ્ટિંગ
આ ટ્રિગરથી શરૂ થતા વર્કફ્લોનું ટેસ્ટિંગ કરવા માટે, એક એવો ટેસ્ટ ઑર્ડર બનાવો કે જે Shopifyના છેતરપિંડી વિશ્લેષણને ટ્રિગર કરે.
API વિગતો
ઑર્ડરના જોખમનું વિશ્લેષણ કરવામાં આવ્યું ટ્રિગર Order GraphQL API ઑબ્જેક્ટની મદદથી ક્રિયાઓ કરવા દે છે.
ટેમ્પ્લેટ
રિવ્યૂ કરવા માટે ઉચ્ચ-જોખમવાળા ઑર્ડર્સ Asanaમાં ઉમેરો
પ્રાપ્ત થયેલા દરેક ઉચ્ચ-જોખમવાળા ઑર્ડરનો રિવ્યૂ કરવા માટે Asana પ્રોજેક્ટમાં એક કાર્ય ઉમેરો. ટેમ્પ્લેટ જુઓ
રિવ્યૂ કરવા માટે ઉચ્ચ-જોખમવાળા ઑર્ડર્સ Trelloમાં ઉમેરો
પ્રાપ્ત થયેલા દરેક ઉચ્ચ-જોખમવાળા ઑર્ડરનો રિવ્યૂ કરવા માટે Trello બોર્ડમાં એક કાર્ડ ઉમેરો. ટેમ્પ્લેટ જુઓ
જ્યારે રિટર્નનો દુરુપયોગ કરનાર જાણીતો ગ્રાહક ઑર્ડર આપે ત્યારે ફુલફિલમેન્ટને ચેતવણી આપો
રિટર્નનો દુરુપયોગ કરનારા ગ્રાહકો દ્વારા આપવામાં આવેલા ઑર્ડર્સનો રિવ્યૂ કરવા માટે ફુલફિલમેન્ટને ટૅગ કરો અને સૂચિત કરો. ટેમ્પ્લેટ જુઓ
ઉચ્ચ-જોખમવાળા ઑર્ડર્સ રદ કરો
ઉચ્ચ-જોખમવાળા તરીકે ફ્લૅગ કરેલા ઑર્ડર્સ રદ કરે છે, રિફંડ આપે છે અને આઇટમને રિસ્ટોક કરે છે, ઑર્ડર તથા ગ્રાહકને ટૅગ કરે છે અને સૂચનાનો ઇમેઇલ મોકલે છે. અમે ભલામણ કરીએ છીએ કે તમે રદ કર્યા પછી મેન્યુઅલ રીતે ઑર્ડર્સ તપાસો. ટેમ્પ્લેટ જુઓ
ઉચ્ચ-જોખમવાળા ઑર્ડર્સ માટે રિવ્યૂ વિનંતીના ઇમેઇલ રદ કરો
જ્યારે ઑર્ડર પૂર્ણ થઈ ગયો હોય અને જોખમ વધારે હોય ત્યારે Stamped રિવ્યૂમાં રિવ્યૂ વિનંતીનો ઇમેઇલ રોકો. ટેમ્પ્લેટ જુઓ
જો ઑર્ડરમાં છેતરપિંડીનું ઉચ્ચ જોખમ ન હોય તો પેમેન્ટ કૅપ્ચર કરો
ઑર્ડર બનાવ્યા અને જોખમ વિશ્લેષણ પૂર્ણ થઈ ગયા પછી, આ વર્કફ્લો તપાસે છે કે જોખમનું સ્તર ઊંચું નથી ને અને શું પેમેન્ટ કૅપ્ચર કરી શકાય છે. જો તેમ હોય, તો તે પેમેન્ટ કૅપ્ચર કરે છે. આ વર્કફ્લોનો ઉપયોગ કરવા માટે, તમારે મેન્યુઅલ પેમેન્ટ કૅપ્ચરનો ઉપયોગ કરવા માટે તમારા ઍડમિન સેટિંગ્સ પણ બદલવા પડશે. ટેમ્પ્લેટ જુઓ
પેમેન્ટ કૅપ્ચર કરતા પહેલાં ઉચ્ચ-જોખમવાળા ઑર્ડર્સ વિશે સૂચના મેળવો
પેમેન્ટ કૅપ્ચર કરતાં પહેલાં ઉચ્ચ-જોખમવાળા ઑર્ડર્સના રિવ્યૂ માટે પ્રોમ્પ્ટ કરતો એક ઇમેઇલ પ્રાપ્ત કરો (તમે ચુકવણીઓ મેન્યુઅલ કૅપ્ચર પર સેટ કરેલી હોવી જોઈએ). ટેમ્પ્લેટ જુઓ