નિર્ધારિત સમય
નિર્ધારિત સમયનું ટ્રિગર તમે ઉલ્લેખિત કરેલ સમય અને તારીખે વર્કફ્લો શરૂ કરે છે, જેમાં નીચે આપેલા વિકલ્પો શામેલ છે:
- કોઈ ચોક્કસ શેડ્યૂલ પર વર્કફ્લોનું પુનરાવર્તન કરવા
- જ્યારે ચોક્કસ માપદંડો પૂરા થાય ત્યારે વર્કફ્લોનું પુનરાવર્તન બંધ કરવા
Shopify Flow માટે ઉપલબ્ધ મોટાભાગના અન્ય ટ્રિગર્સથી વિપરીત, નિર્ધારિત સમયનું ટ્રિગર તમારા સ્ટોરમાં કે ઍપમાં થતી ઇવેન્ટના આધારે નહીં, પણ જ્યારે તમે વર્કફ્લો બનાવો છો ત્યારે સેટ કરેલ માપદંડોના આધારે વર્કફ્લો શરૂ કરે છે.
નિર્ધારિત સમયના ટ્રિગરનો ઉપયોગ કરવાની ત્રણ અલગ-અલગ રીતો છે:
- એવો વર્કફ્લો બનાવવા કે જે ચોક્કસ તારીખ અને સમયે શરૂ થાય અને એક વાર થાય
- એવો વર્કફ્લો બનાવવા કે જે ચોક્કસ તારીખ અને સમયે શરૂ થાય અને શેડ્યૂલ મુજબ તેનું પુનરાવર્તન થાય
- એવો વર્કફ્લો બનાવવા કે જે ચોક્કસ તારીખ અને સમયે શરૂ થાય અને જ્યાં સુધી કોઈ ચોક્કસ માપદંડો પૂર્ણ ન થાય ત્યાં સુધી શેડ્યૂલ મુજબ તેનું પુનરાવર્તન થાય
તમે બહુવિધ શેડ્યૂલ બનાવી શકો છો અને આ પદ્ધતિઓમાંથી કોઈપણ સંયોજનનો ઉપયોગ કરી શકો છો.
આ પેજ પર
નિર્ધારિત સમયના ટ્રિગરનો ઉપયોગ કરવા માટેની બાબતો
- વર્કફ્લો ભવિષ્યમાં ઓછામાં ઓછી એક વાર થતો હોવો જોઈએ. જો કોઈ વર્કફ્લો એવો બનાવવામાં આવે કે જે ભૂતકાળમાં જ શરૂ થાય અને સમાપ્ત થાય, તો તમે વર્કફ્લોને સક્રિય કરી શકતા નથી.
- પુનરાવર્તિત વર્કફ્લો માટે, ઘટનાઓ વચ્ચે સૌથી લાંબો સંભવિત અંતરાલ એક વર્ષનો છે. સૌથી નાનો સંભવિત અંતરાલ 10 મિનિટનો છે. નાના સમય અંતરાલ માટે, જો વર્કફ્લોને રન થવામાં અંતરાલ કરતાં વધુ સમય લાગે, તો તમે ઉપયોગમાં લીધેલ ક્વેરી અને વર્કફ્લોની ક્રિયાઓના આધારે અસંગત પરિણામો મેળવી શકો છો.
ચોક્કસ તારીખ અને સમયે રન થતો વર્કફ્લો બનાવો
- નવો વર્કફ્લો બનાવો, અને પછી નિર્ધારિત સમયનું ટ્રિગર પસંદ કરો.
- વૈકલ્પિક: ઉપયોગ કરવા માટે ટાઇમ ઝોન પસંદ કરો. ડિફૉલ્ટ રૂપે, આ તમારા સ્ટોરના ટાઇમ ઝોન પર સેટ હોય છે.
- પ્રારંભ તારીખ અને પ્રારંભ સમય દાખલ કરો.
- વૈકલ્પિક: વર્કફ્લો માટે અતિરિક્ત શેડ્યૂલ ઉમેરવા માટે, શેડ્યૂલ ઉમેરો પર ક્લિક કરો.
શેડ્યૂલ મુજબ વારંવાર રન થતો વર્કફ્લો બનાવો
- નિર્ધારિત સમયના ટ્રિગરથી શરૂ થતો વર્કફ્લો બનાવો.
- પ્રારંભ સમય અને તારીખ સેટ કર્યા પછી, આના પર ક્લિક કરો: પુનરાવર્તન નિયમ ઉમેરો.
- વર્કફ્લો ફરીથી રન થાય તે પહેલાં કેટલો સમય પસાર થવા દેવો છે તે પસંદ કરો. આ સમય પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. દશાંશ સંખ્યાઓ સમર્થિત નથી.
- વિકલ્પોમાંથી સમયગાળો સેટ કરો: દિવસ, અઠવાડિયાં, અથવા મહિનાઓ.
- જો તમે અઠવાડિયાં પસંદ કરો છો, તો વર્કફ્લો રન કરવા માટે અઠવાડિયાના દિવસ પર ક્લિક કરો.
- જો તમે મહિનાઓ પસંદ કરો છો, તો વર્કફ્લો રન કરવા માટે મહિનાનો દિવસ પસંદ કરો.
- વૈકલ્પિક: વર્કફ્લોને રિપીટ થતો અટકાવવા માપદંડ સેટ કરવા માટે, Add end rule પર ક્લિક કરો.
જ્યારે ચોક્કસ માપદંડો પૂરા થાય, ત્યારે રિપીટ થતો અટકે એવો વર્કફ્લો બનાવો
- Scheduled time ટ્રિગર અને Repeat ruleથી શરૂ થતો વર્કફ્લો બનાવો.
- Add end rule પર ક્લિક કરો.
- નીચેનામાંથી કોઈ એક કરો:
- નિર્ધારિત સંખ્યામાં રન થયા પછી વર્કફ્લોને અટકાવવા માટે, પ્રસંગોની સંખ્યા પછી (After number of occurrences) પસંદ કરો અને પછી ગણતરી (Count) વિભાગમાં તે સંખ્યા દાખલ કરો.
- ચોક્કસ સમયે વર્કફ્લોને અટકાવવા માટે, તારીખ અને સમય પર (On a date and time) પસંદ કરો અને પછી અંતની તારીખ (End date) અને અંતનો સમય (End time) દાખલ કરો.
ઍક્શન મેળવો
મોટાભાગના વર્કફ્લો કોઈ ઇવેન્ટને કારણે શરૂ થાય છે અને તે ઇવેન્ટને લગતો ડેટા ઑટોમૅટિક રીતે શામેલ કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે ઑર્ડર બનાવ્યો (Order created) ટ્રિગર દ્વારા વર્કફ્લો શરૂ થાય છે, ત્યારે નવો ઑર્ડર આપવામાં આવે ત્યારે વર્કફ્લો શરૂ થાય છે. વર્કફ્લોમાં ઑટોમૅટિક રીતે તે ઑર્ડર વિશેની માહિતી હોય છે જેના કારણે વર્કફ્લો રન થયો હોય અને તે વર્કફ્લો પર ઍક્શન કરે છે.
Scheduled time ટ્રિગરનો ઉપયોગ કરતા વર્કફ્લોમાં, વર્કફ્લો કોઈ ઇવેન્ટના પરિણામ રૂપે શરૂ થવાને બદલે તમે ઉલ્લેખિત કરેલા સમયે શરૂ થાય છે. તમારા સ્ટોરમાં અથવા કોઈ ઍપમાંથી એવી કોઈ ચોક્કસ ઇવેન્ટ હોતી નથી જે વર્કફ્લો શરૂ કરે, તેથી ઑટોમૅટિક રીતે કોઈ ડેટા શામેલ થતો નથી. ઑર્ડર અથવા પ્રોડક્ટ પર ઍક્શન લેતો વર્કફ્લો બનાવવા માટે, તમે તે ડેટાને તમારા વર્કફ્લોમાં લાવવા માટે નીચેની ઍક્શનનો ઉપયોગ કરી શકો છો:
- કૅશ ટ્રૅકિંગ સત્ર ડેટા મેળવો
- કલેક્શન ડેટા મેળવો
- કંપનીનો ડેટા મેળવો
- કંપનીના સ્થાનનો ડેટા મેળવો
- ગ્રાહકનો ડેટા મેળવો
- ડિસ્કાઉન્ટનો ડેટા મેળવો
- ડ્રાફ્ટ ઑર્ડર ડેટા મેળવો
- ફુલફિલમેન્ટ ઑર્ડર ડેટા મેળવો
- ગિફ્ટ કાર્ડનો ડેટા મેળવો
- સ્થાનનો ડેટા મેળવો
- મેટાઑબ્જેક્ટ એન્ટ્રીઓ મેળવો
- મેટાઑબ્જેક્ટ એન્ટ્રી મેળવો
- ઑર્ડર ડેટા મેળવો
- પ્રોડક્ટનો ડેટા મેળવો
- પ્રોડક્ટ વેરિઅન્ટનો ડેટા મેળવો
- વેચાણ પ્લાન ગ્રુપ ડેટા મેળવો
- સબ્સ્ક્રિપ્શન બિલિંગ પ્રયાસ ડેટા મેળવો
- સબ્સ્ક્રિપ્શન કરારનો ડેટા મેળવો
શેડ્યૂલ કરેલા સમયના વેરિયેબલ
જ્યારે તમે Scheduled time ટ્રિગર સાથે વર્કફ્લો શરૂ કરો છો, ત્યારે liquid વેરિયેબલ સ્વીકારતી તે વર્કફ્લોમાંની શરતો અને ઍક્શન માટે વધારાનો વેરિયેબલ ઉપલબ્ધ હોય છે. Scheduled at વેરિયેબલ, વર્કફ્લો જે સમયે રન થવા માટે શેડ્યૂલ કર્યો હોય તે સમય અને તારીખ આપે છે, જેને scheduledAt કહેવાય છે.
Scheduled time ટ્રિગરનું ટેસ્ટિંગ કરવું
આ ટ્રિગરથી શરૂ થતા વર્કફ્લોનું ટેસ્ટિંગ કરવા માટે, તમે વર્કફ્લો ચાલુ કરો તે પછી તરત જ રન થાય એ રીતે પ્રથમ વર્કફ્લો સેટ કરો. તમારો વર્કફ્લો ધાર્યા મુજબ કામ કરે છે એ બાબતે તમને ખાતરી થઈ જાય, તે પછી શરૂઆતની તારીખ અને સમયને અપડેટ કરવા માટે તમારા વર્કફ્લોને એડિટ કરો.
ટેમ્પ્લેટ
ભવિષ્યમાં ટૅગવાળી પ્રોડક્ટને કલેક્શનમાં ઍડ કરો
ભવિષ્યમાં કોઈ સમયે, કોઈ ચોક્કસ ટૅગવાળી બધી પ્રોડક્ટ મેળવો અને પછી તેમને કલેક્શનમાં ઍડ કરો. ટેમ્પ્લેટ જુઓ
બધા ગ્રાહકો માટે ગ્રાહક મેટાફીલ્ડને ટૅગમાં રૂપાંતરિત કરો
આ વર્કફ્લો મેટાફીલ્ડ મૂલ્યના આધારે તમારા તમામ ગ્રાહકો પર ટૅગને બૅકફિલ કરશે. તે દર કલાકે રન થાય છે અને "પ્રક્રિયા કરેલ (processed)" ટૅગ ન ધરાવતા હોય એવા 100 જેટલા ગ્રાહકોને મેળવે છે. પ્રત્યેક ગ્રાહક માટે, તે custom.test મેટાફીલ્ડનું મૂલ્ય જુએ છે અને તેને એક ટૅગ તરીકે ઍડ કરે છે. વર્કફ્લો એક "પ્રક્રિયા કરેલ (processed)" ટૅગ પણ ઍડ કરે છે જેથી વર્કફ્લોના આગામી શેડ્યૂલ કરેલા રનમાં તે પાછો ન આવે. વર્કફ્લોનો ઉપયોગ કરવા માટે, તમારે તમારી શૉપમાંના મેટાફીલ્ડ સાથે મેળ કરવા માટે મેટાફીલ્ડ નેમસ્પેસ અને કી બદલવાની જરૂર પડશે. ટેમ્પ્લેટ જુઓ
શૉપનાં મેટાફીલ્ડ બનાવો અને શરૂ કરો
વ્યાખ્યાઓ બનાવીને અને તમને જોઈતા મૂલ્ય(મૂલ્યો) સાથે મેટાફીલ્ડ શરૂ કરીને Flow સાથે શૉપનાં મેટાફીલ્ડનો ઉપયોગ કરો. ટેમ્પ્લેટ જુઓ
નિષ્ક્રિય ગ્રાહકો ડિલીટ કરો
જેમણે ક્યારેય ઑર્ડર આપ્યો ન હોય તેવા 5 વર્ષથી જૂના ગ્રાહકોને ડિલીટ કરો. ટેમ્પ્લેટ જુઓ
નિષ્ક્રિય પ્રોડક્ટ ડિલીટ કરો
જેની કોઈ ઇન્વેન્ટરી ન હોય અને જે એક વર્ષમાં અપડેટ કરવામાં આવી ન હોય તેવી પ્રોડક્ટને ડિલીટ કરો. ટેમ્પ્લેટ જુઓ
કોડનો ઉપયોગ કરતા સક્રિય ડિસ્કાઉન્ટનો સાપ્તાહિક સારાંશ ઇમેઇલ કરો
કોડનો ઉપયોગ કરતા સક્રિય ડિસ્કાઉન્ટનો સારાંશ ઇમેઇલ કરે છે. વર્કફ્લો દર સોમવારે સવારે 9 વાગ્યે શેડ્યૂલ પર રન થાય છે. સમય, તમને સારાંશ કેવી રીતે મળે છે તે, તમે જે પ્રકારના ડિસ્કાઉન્ટ શામેલ કરવા માગો છો તે અને મોડને બદલવા માટે વર્કફ્લોને કસ્ટમાઇઝ કરી શકાય છે. ટેમ્પ્લેટ જુઓ
અઠવાડિયામાં એકવાર, Tresl Segments સાથે રિપોર્ટ જનરેટ કરીને મોકલો
Tresl Segments ઍપનો ઉપયોગ કરીને એક અથવા વધુ રિપોર્ટ જનરેટ કરે છે. તે ઉલ્લેખિત ઇમેઇલ ઍડ્રેસ પર રિપોર્ટ મોકલે છે અને અઠવાડિયામાં એકવાર રન થવા માટે Schedule time ટ્રિગરનો ઉપયોગ કરે છે. ટેમ્પ્લેટ જુઓ
ભવિષ્યમાં કોઈ ચોક્કસ ટૅગવાળી પ્રોડક્ટ પ્રકાશિત કરો
ભવિષ્યની કોઈ તારીખે, ચોક્કસ ટૅગવાળી પ્રોડક્ટ મેળવો અને તેમને પ્રકાશિત કરો. Scheduled time ટ્રિગર અને Get product data ઍક્શનનો ઉપયોગ થાય છે. ટેમ્પ્લેટ જુઓ
પ્રોડક્ટ બનાવ્યાના 90 દિવસ પછી નવો પ્રોડક્ટ ટૅગ દૂર કરો
દરરોજ, 90 કરતા વધુ દિવસો પહેલાં બનાવવામાં આવેલી અને હજુ પણ "નવી (new)" ટૅગ ધરાવતી હોય તેવી 100 જેટલી પ્રોડક્ટ મેળવે છે. ત્યારપછી વર્કફ્લો પ્રત્યેક પ્રોડક્ટ માટે તે ટૅગ દૂર કરે છે. ટેમ્પ્લેટ જુઓ
ઉલ્લેખિત તારીખ અને સમયે ઑનલાઇન સ્ટોરમાંથી પ્રોડક્ટને દૂર કરવાનું શેડ્યૂલ કરો
ભવિષ્યની કોઈ એક તારીખે, ટૅગ, ID અથવા SKU દ્વારા ઑનલાઇન સ્ટોરમાંથી પ્રોડક્ટ દૂર કરો. Scheduled time ટ્રિગર, Get Product Data ઍક્શન, ફોર ઇચ લૂપનો ઉપયોગ કરે છે. ટેમ્પ્લેટ જુઓ
જ્યારે છેલ્લા કલાકમાં ઑર્ડરનું વૉલ્યુમ 10 કરતા ઓછું હોય ત્યારે નોટિફિકેશન મોકલો
ઑર્ડર હાર્ટબીટ નોટિફિકેશન મોકલે છે. દર કલાકે, બનેલા 10 જેટલા ઑર્ડર્સ મેળવો અને તેમને ગણો. જો 10 કરતાં ઓછા હોય, તો ઇમેઇલ દ્વારા નોટિફિકેશન મોકલો. Schedule time, Get order data અને Count સ્ટેપ્સનો ઉપયોગ કરે છે. ટેમ્પ્લેટ જુઓ
હોલ્ડ પર રહેલા ફુલફિલમેન્ટ ઑર્ડર્સની સૂચિ સાથે દૈનિક ઇમેઇલ સારાંશ મોકલો
દરરોજ, આ વર્કફ્લો હોલ્ડ પર રહેલા તમામ ફુલફિલમેન્ટ ઑર્ડર્સ (એકસાથે 100 સુધી) માટે ક્વેરી કરશે. તે ઑર્ડરના નામ અને અસાઇન કરેલા ફુલફિલમેન્ટ લોકેશન સાથેનો ઇમેઇલ સારાંશ મોકલશે. ટેમ્પ્લેટ જુઓ
આઉટ ઑફ સ્ટૉક પ્રોડક્ટ્સનો દૈનિક ઇમેઇલ સારાંશ મોકલો
દરરોજ, 0 ઇન્વેન્ટરીવાળી તમામ પ્રોડક્ટ્સ મેળવે છે અને ઇમેઇલ સારાંશ મોકલે છે. Get product data, Scheduled time ટ્રિગરનો ઉપયોગ કરે છે. ટેમ્પ્લેટ જુઓ
તમામ ઓપન ડ્રાફ્ટ ઑર્ડર્સ સાથે દૈનિક નોટિફિકેશન મોકલો
દરરોજ, ઓપન ડ્રાફ્ટ ઑર્ડર્સ મેળવો, તેમની ગણતરી કરો અને Slack મેસેજ મોકલો. Scheduled time ટ્રિગર, Get draft orders અને Count ઍક્શનનો ઉપયોગ કરે છે. ટેમ્પ્લેટ જુઓ
છેલ્લા દિવસમાં ઑનલાઇન સ્ટોર પર આવેલા તમામ ઑર્ડર્સનો ઇમેઇલ સારાંશ મોકલો
દરરોજ, છેલ્લા દિવસ માટે ઑર્ડર્સ મેળવે છે અને ઑનલાઇન સ્ટોર પર મૂકવામાં આવેલા ઑર્ડર્સ સાથે ઇમેઇલ સારાંશ મોકલે છે. ટેમ્પ્લેટ જુઓ
2 દિવસ કરતાં જૂના તમામ પૂર્ણ ન થયેલા ઑર્ડર્સ સાથે ઇમેઇલ સારાંશ મોકલો
2 દિવસ કરતાં જૂના તમારા તમામ પૂર્ણ ન થયેલા ઑર્ડર્સનો દૈનિક સારાંશ મેળવો, જેમાં schedules, get order data, count અને sum નો ઉપયોગ કરવામાં આવ્યો હોય. ટેમ્પ્લેટ જુઓ
ઓછા સ્ટૉકવાળા વેરિઅન્ટની સૂચિ સાથે સાપ્તાહિક ઇમેઇલ સારાંશ મોકલો
આ વર્કફ્લો શેડ્યૂલ પર રન થાય છે (જેમ કે અઠવાડિયામાં એકવાર). તે ઓછા સ્ટૉકવાળા પ્રોડક્ટ વેરિઅન્ટની સૂચિ મેળવે છે, પરિણામોની ગણતરી કરે છે અને વેરિઅન્ટ શીર્ષકો અને વેરિઅન્ટના ઍડમિન પેજની લિંક સાથે ઇમેઇલ સારાંશ મોકલે છે. ટેમ્પ્લેટ જુઓ
મોડા ફુલફિલમેન્ટને ટૅગ કરો અને તેનો દૈનિક સારાંશ મોકલો
દરરોજ, 2 દિવસની શિપિંગ ગૅરંટી ચૂકી ગયેલા તમામ ઑર્ડર્સની કુલ સંખ્યા અને ડૉલર મૂલ્યની ગણતરી કરતા દૈનિક ઇમેઇલ સારાંશને ટૅગ કરો અને મોકલો. ટેમ્પ્લેટ જુઓ
ચાર્જબૅક ધરાવતા ગ્રાહકોને ટૅગ કરો
દર કલાકે, આ વર્કફ્લો ચાર્જબૅકવાળા ઑર્ડર્સ મેળવે છે અને ઑર્ડર માટે ગ્રાહકને ટૅગ ઉમેરે છે. scheduled time ટ્રિગર, get order data અને ફોર ઇચ લૂપનો ઉપયોગ કરે છે. ટેમ્પ્લેટ જુઓ
2 દિવસ કરતાં જૂના પૂર્ણ ન થયેલા ઑર્ડર્સને ટૅગ કરો
દરરોજ, વર્કફ્લો 2 દિવસ કરતાં જૂના તમામ પૂર્ણ ન થયેલા ઑર્ડર્સ મેળવે છે અને તે ઑર્ડરમાં ટૅગ ઉમેરે છે. ટેમ્પ્લેટ જુઓ
પ્રોડક્ટ મેટાફીલ્ડનો ઉપયોગ કરીને સેલ પર રહેલા પ્રોડક્ટ વેરિઅન્ટને ટ્રેક કરો
જો પ્રોડક્ટનો ઓછામાં ઓછો એક વેરિઅન્ટ સેલ પર હોય, તો પ્રોડક્ટ પર મેટાફીલ્ડ સેટ કરે છે. કઈ પ્રોડક્ટ્સ હાલમાં સેલ પર છે તે ટ્રેક કરવા માટે આ ઉપયોગી થઈ શકે છે. ટેમ્પ્લેટ જુઓ