પ્રોડક્ટ વેરિઅન્ટ ફરી સ્ટૉકમાં છે
જ્યારે પ્રોડક્ટ વેરિઅન્ટ માટેની ઇન્વેન્ટરી 0 અથવા તેનાથી ઓછીમાંથી વધીને 1 અથવા તેનાથી વધુ થાય છે, ત્યારે પ્રોડક્ટ વેરિઅન્ટ ફરી સ્ટૉકમાં છે ટ્રિગર એક વર્કફ્લો શરૂ કરે છે. ઇન્વેન્ટરીમાં થતા ફેરફારનો સ્રોત કોઈ ઑર્ડર, ઇન્વેન્ટરીમાં મેન્યુઅલ ફેરફાર અથવા ઇન્વેન્ટરીના જથ્થામાં ફેરફાર કરતી ઍપ હોઈ શકે છે.
આ પેજ પર
પ્રદાન કરેલો ડેટા
પ્રોડક્ટ વેરિઅન્ટ ફરી સ્ટૉકમાં છે ટ્રિગરથી શરૂ થતા વર્કફ્લોને નીચેનો ડેટા પ્રદાન કરવામાં આવે છે.
| ડેટા | વર્ણન |
|---|---|
productVariant | જે પ્રોડક્ટ વેરિઅન્ટના ઇન્વેન્ટરીના જથ્થામાં ફેરફાર થયો હતો તે. |
પ્રોડક્ટ વેરિઅન્ટ ફરી સ્ટૉકમાં છે ટ્રિગરનું ટેસ્ટિંગ
આ ટ્રિગરથી શરૂ થતા વર્કફ્લોનું ટેસ્ટિંગ કરવા માટે, વેરિઅન્ટની ઇન્વેન્ટરીમાં ફેરફાર કરી 0 માંથી 1 અથવા વધુ કરો.
ઉદાહરણો
Flow ટેમ્પ્લેટ લાઇબ્રેરીમાં એવા ઉદાહરણો છે જે પ્રોડક્ટ વેરિઅન્ટ ફરી સ્ટૉકમાં છે ટ્રિગરનો ઉપયોગ કરે છે. આ ઉદાહરણો બતાવે છે કે પ્રોડક્ટ, વેરિઅન્ટ અને સ્થાન દીઠ ઇન્વેન્ટરીનો ઉપયોગ કેવી રીતે કરવો.
ક્રિયાઓ
જેમાં વેરિઅન્ટ અથવા પ્રોડક્ટ જરૂરી હોય તેવી કોઈપણ ક્રિયાનો ઉપયોગ પ્રોડક્ટ વેરિઅન્ટ ફરી સ્ટૉકમાં છે ટ્રિગર સાથે કરી શકાય છે. જેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે:
API વિગતો
પ્રોડક્ટ વેરિઅન્ટ ફરી સ્ટૉકમાં છે ટ્રિગર Product Variant Graphql API ઑબ્જેક્ટ સાથે ક્રિયાઓ કરવાની મંજૂરી આપે છે.