કૅનેડિયન કર મુક્તિઓ સેટ કરવી
તમે તમારા ગ્રાહકોને ચોક્કસ કર વસૂલવામાંથી અટકાવવા માટે તેમના માટે મુક્તિઓ સેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે ફર્સ્ટ નેશન્સ સ્ટેટસ ધરાવનારાઓ અથવા ચોક્કસ પ્રાંતોમાં આધારિત પુનર્વિક્રેતાઓ માટે મુક્તિ સેટ કરી શકો છો.
આ પેજ પર
કૅનેડામાં ગ્રાહકની કર મુક્તિઓ
તમે Shopify માં તમારા ગ્રાહકો પર નીચે મુજબની કર મુક્તિઓ લાગુ કરી શકો છો. જે પ્રાંતોમાં તમે કર માટે રજિસ્ટર કરેલ હોય ત્યાં મુક્તિઓ ઉપલબ્ધ છે. જો તમે હજી સુધી રજિસ્ટર નથી કર્યું, તો કૅનેડિયન કર સેટઅપ કરવા નો સંદર્ભ લો.
| મુક્તિ | વર્ણન |
|---|---|
| કૅનેડા સ્ટેટસ કાર્ડ | કૅનેડાના ફર્સ્ટ નેશન્સના લોકો પર લાગુ થાય છે કે જેઓ માન્ય સર્ટિફિકેટ ઑફ ઇન્ડિયન સ્ટેટસ (HST, PST, RST અને QST) ધરાવે છે. આ મુક્તિ વ્યક્તિઓ અને સંસ્થાઓ બંને માટે કરના પ્રાંતીય હિસ્સા પર લાગુ થાય છે. તમામ પ્રાંતોમાં મુક્તિઓ અસ્તિત્વમાં છે, તેથી વધુ વિગતો માટે તમારે તમારી પ્રાંતીય કર એજન્સીમાં તપાસ કરવી જોઈએ. |
| કૅનેડા ડિપ્લોમેટ | મનિટોબા (GST, RST) અને નોવા સ્કોચિયા (HST) માં કૅનેડિયન ડિપ્લોમેટ્સ પર લાગુ થાય છે. મુક્તિઓ પ્રાંતે પ્રાંતે અલગ હોય છે, તેથી વધુ વિગતો માટે તમારે તમારી પ્રાંતીય કર એજન્સીમાં તપાસ કરવી જોઈએ. |
| પુનર્વિક્રેતા | બ્રિટિશ કોલંબિયા (PST), મનિટોબા (RST) અને સસ્કાચેવન (PST) માં પુનર્વેચાણ અથવા ભાડાપટ્ટા માટે સામાનની ખરીદી કરતા ગ્રાહકો પર લાગુ થાય છે. |
| મત્સ્યોદ્યોગ | બ્રિટિશ કોલંબિયા (PST), મનિટોબા (RST), નોવા સ્કોચિયા (HST), પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ (HST) અને સસ્કાચેવન (PST) માં કમર્શિયલ ફિશિંગમાં ઉપયોગ કરવા માટે સામાનની ખરીદી કરતા ગ્રાહકો પર લાગુ થાય છે. |
| ઉત્પાદન અને મશીનરી | બ્રિટિશ કોલંબિયા (PST) અને સસ્કાચેવન (PST) માં ઉત્પાદન મશીનરીની ખરીદી કરતા ગ્રાહકો પર લાગુ થાય છે. |
| કૉન્ટ્રાક્ટર | બ્રિટિશ કોલંબિયા (PST) અને સસ્કાચેવન (PST) માં કૉન્ટ્રાક્ટર્સ પર લાગુ થાય છે. |
| સબકૉન્ટ્રાક્ટર | બ્રિટિશ કોલંબિયા (PST) અને સસ્કાચેવન (PST) માં સબકૉન્ટ્રાક્ટર્સ પર લાગુ થાય છે. |
| ઑન્ટેરિયો ખરીદી | ઑન્ટેરિયો (RST) માં વાહનની ખરીદી પર લાગુ થાય છે. |
| ખેડૂત | મનિટોબા (RST), નોવા સ્કોચિયા (HST) અને સસ્કાચેવન (PST) માં ખેતીનાં સાધનોની ખરીદીઓ પર લાગુ થાય છે. |
કર મુક્તિ માટે પાત્ર હોય તેવા ગ્રાહકો પાસે તેમનું સ્ટેટસ સાબિત કરતું સર્ટિફિકેટ અથવા અન્ય પ્રકારનાં દસ્તાવેજો હશે. જ્યારે કોઈ ગ્રાહક તમને જણાવવા માટે સંપર્ક કરે કે તેમની પાસે કર મુક્તિ છે, ત્યારે તમે તેમને આ દસ્તાવેજોની કૉપિ માટે કહી શકો છો. જો તમને ખાતરી ન હોય કે તમારા ગ્રાહક પાત્ર છે કે નહીં, તો તમારે દસ્તાવેજોની વિનંતી કરવી જોઈએ અને યોગ્ય કર સત્તામંડળમાં તપાસ કરવી જોઈએ.
કૅનેડામાં ગ્રાહકની કર મુક્તિ સેટ કરો
ઉપલબ્ધ કર મુક્તિઓ વિશે વધુ જાણવા માટે, કૅનેડામાં ગ્રાહકની કર મુક્તિઓ નો સંદર્ભ લો.
તમારા Shopify ઍડમિનમાંથી, ગ્રાહકો પર જાઓ.
તમે જેના માટે કર મુક્તિઓ સેટ કરવા માગતા હોય તે ગ્રાહક પર ક્લિક કરો.
ગ્રાહક વિભાગમાં,
પર ક્લિક કરો અને પછી કરની વિગતોમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
ટૅક્સ સેટિંગ્સ વિભાગમાં, કર એકત્રિત કરવો કે નહીં તે પસંદ કરો:
- કર એકત્રિત કરવા માટે, કર એકત્રિત કરો પસંદ કરો.
- કર એકત્રિત ન કરવા માટે, કર એકત્રિત કરશો નહીં પસંદ કરો.
- લાગુ પડતી મુક્તિઓ સિવાયનો કર એકત્રિત કરવા માટે, જ્યાં સુધી મુક્તિઓ લાગુ ન થાય ત્યાં સુધી કર એકત્રિત કરો પસંદ કરો અને પછી મુક્તિઓ પસંદ કરો ડ્રોપ-ડાઉન મેનૂમાં લાગુ મુક્તિ પસંદ કરો અથવા શોધો.
સાચવો પર ક્લિક કરો.
તમારા ગ્રાહકો આ મુક્તિઓ માટે પાત્ર છે કે કેમ તે ચકાસવાની જવાબદારી તમારી છે. Shopify ઍડમિનમાંથી મુક્તિઓ ચકાસવી શક્ય નથી.
પ્રોડક્ટ અને શિપિંગ ટૅક્સ ઓવરરાઇડ
જો તમારે ચોક્કસ પ્રોડક્ટ અને શિપિંગ દરો માટે તમારા કર દરોને ઓવરરાઇડ કરવાની જરૂર હોય, તો તમે કલેક્શનનો ઉપયોગ કરીને કર મુક્તિ સેટ કરી શકો છો. વધુ જાણવા માટે ટૅક્સ ઓવરરાઇડ અને મુક્તિઓ નો સંદર્ભ લો.
જો તમે Shopify Tax નો ઉપયોગ કરો છો, તો કરની ગણતરીઓની ચોકસાઈ સુધારવા માટે પ્રોડક્ટ કૅટેગરીનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ગ્રાહકો જ્યારે કોઈ ચોક્કસ પ્રોડક્ટ ખરીદે છે ત્યારે તેમને મળતી કરની જવાબદારીઓ અને મુક્તિઓનો સમાવેશ થાય છે, જેનાથી ટૅક્સ ઓવરરાઇડની જરૂરિયાત ઘટે છે. જ્યારે તમે કોઈ એવી પ્રોડક્ટ માટે પ્રોડક્ટ કૅટેગરી સેટ કરો છો જેમાં ઓવરરાઇડ પહેલેથી જ હોય, ત્યારે તે ઓવરરાઇડ પ્રોડક્ટ કૅટેગરીની કર ગણતરીઓ કરતાં અગ્રતા ધરાવે છે. જો તમે Shopify Tax નો ઉપયોગ કરતા હો, તો તમારી પ્રોડક્ટ કૅટેગરી સાથે વિરોધાભાસ ધરાવતા કોઈપણ પ્રોડક્ટ ટૅક્સ ઓવરરાઇડ હટાવવાનું વિચારો. તેમ છતાં, જો તમને એવા કર નિયમોની જાણ હોય કે જેની ગણતરી પ્રોડક્ટ કૅટેગરી દ્વારા કરવામાં આવતી નથી, તો તમારા પ્રોડક્ટ ટૅક્સ ઓવરરાઇડ રાખો.
POS પર કર મુક્તિઓ
તમે સેટ કરેલી કોઈપણ કર મુક્તિઓ Shopify POS ઍપનો ઉપયોગ કરતી વખતે લાગુ થાય છે. તમે ઉપયોગ કરો છો તે ઉપકરણના આધારે, કર મુક્તિઓ POS ઍપમાં નીચે મુજબ દેખાય છે:
- Android ઉપકરણો પર, તમે કર-મુક્ત ગ્રાહક પસંદ કરો કે તરત જ નવી કરની રકમ દર્શાવવા માટે પેટા સરવાળો અપડેટ થાય છે.
- iOS ઉપકરણો પર, જ્યાં સુધી તમે ચાર્જ બટન પર ટૅપ ન કરો ત્યાં સુધી પેટા સરવાળો સમાન રહે છે. તમે બટન પર ટૅપ કરો તે પછી, નવી કિંમત દર્શાવતો પ્રૉમ્પ્ટ દેખાય છે.