તમારા કૅનેડિયન કર મેનેજ કરો

તમે નવી કૅનેડિયન કર સુવિધાઓનો ઉપયોગ કરવા માટે તમારા સ્ટોરને અપડેટ કરો તે પછી, તમે તમારા ટૅક્સ સેટિંગ્સ મેનેજ કરી શકો છો, જેમાં તમારા રજિસ્ટ્રેશન્સ, ઓવરરાઇડ્સ અને ગ્રાહક મુક્તિઓ શામેલ છે.

તમે જે પ્રદેશોમાં રજિસ્ટર થયા છો તેને મેનેજ કરો

તમે કોઈપણ સમયે તમારાં રજિસ્ટ્રેશન અથવા એકાઉન્ટ નંબર ઉમેરી શકો છો, ડિલીટ કરી શકો છો અથવા બદલી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > કર અને ડ્યૂટી પર જાઓ.

  2. કર પ્રદેશો વિભાગમાં, Canada પર ક્લિક કરો.

  3. વેચાણ કર વિભાગમાં, નીચેનામાંથી કોઈ એક કરો:

    1. નવું ટૅક્સ રજિસ્ટ્રેશન સેટ કરવા માટે, વેચાણ કર એકત્રિત કરો પર ક્લિક કરો.
    2. અસ્તિત્વમાં રહેલા ટૅક્સ રજિસ્ટ્રેશનમાં ફેરફાર કરવા માટે, તમે જે પ્રદેશમાં ફેરફાર કરવા માગો છો તેની બાજુમાં આપેલા Horizontal menu બટન પર ક્લિક કરો.
  4. તમારા પ્રદેશો અને એકાઉન્ટ નંબર અપડેટ કરો.

  5. સેવ કરો પર ક્લિક કરો.

કેનેડિયન ટૅક્સ ઓવરરાઇડની આવશ્યકતાઓ

તમે Shopify દ્વારા સેટ કરેલા કરને ઓવરરાઇડ કરી શકો છો, પરંતુ નીચેના પ્રતિબંધો વિશે ધ્યાન રાખો:

  • કેનેડા માટેના ઓવરરાઇડ માત્ર બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા, સાસ્કાચેવન અને ક્વિબેકમાં GST પર લાગુ થાય છે.
  • ન્યૂ બ્રુન્સવિક, ન્યૂફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોર, નોવા સ્કોટીયા, ઑન્ટારિયો અને PEI ના કર દરમાં કરેલા ઓવરરાઇડ માત્ર તેમના સંબંધિત HST દર પર જ લાગુ થાય છે.
  • બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા, સાસ્કાચેવન અને ક્વિબેકના કર દરમાં કરેલા ઓવરરાઇડ માત્ર તેમના સંબંધિત PST, RST અથવા QST દર પર જ લાગુ થાય છે.
  • આલ્બર્ટા, નોર્થવેસ્ટ ટેરિટરીઝ, યુકોન અને નુનાવુતમાં પ્રાંતીય કર દર હોતા નથી, પરંતુ 5% કેનેડા GST દર હજુ પણ આ પ્રદેશો પર લાગુ થાય છે. કેનેડા પ્રદેશને ઓવરરાઇડ કરવાથી આ પ્રદેશોમાં GST દર પર અસર પડે છે.

વેપર પ્રોડક્ટ્સ ટૅક્સ (VPT) પરના ઓવરરાઇડ:

  • બ્રિટિશ કોલંબિયા અને સાસ્કાચેવન વેપર પ્રોડક્ટ પર PST અને VPT લાગુ કરે છે. ટૅક્સ ઓવરરાઇડને એક જ PST દર તરીકે પ્રદર્શિત કરવામાં આવે છે.
  • ન્યૂફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોર વેપર પ્રોડક્ટ પર HST અને VPT લાગુ કરે છે. ટૅક્સ ઓવરરાઇડને એક જ HST દર તરીકે પ્રદર્શિત કરવામાં આવે છે.

તમારા રજિસ્ટ્રેશનથી પણ ઓવરરાઇડને અસર થાય છે:

  • કેનેડા GST પર ઓવરરાઇડ લાગુ કરવા માટે, તમારે તમારું કેનેડિયન GST એકાઉન્ટ ઉમેરવાની જરૂર છે.
  • ન્યૂ બ્રુન્સવિક, ન્યૂફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોર, નોવા સ્કોટીયા, ઑન્ટારિયો અથવા PEI ના HST દર પર ઓવરરાઇડ લાગુ કરવા માટે, તમારે તમારું કેનેડિયન GST એકાઉન્ટ ઉમેરવાની જરૂર છે.
  • મેનિટોબાના RST દર પર ઓવરરાઇડ લાગુ કરવા માટે, તમારે તમારું મેનિટોબા એકાઉન્ટ ઉમેરવાની જરૂર છે.
  • બ્રિટિશ કોલંબિયાના PST દર પર ઓવરરાઇડ લાગુ કરવા માટે, તમારે તમારું બ્રિટિશ કોલંબિયા એકાઉન્ટ ઉમેરવાની જરૂર છે.
  • સાસ્કાચેવનના PST દર પર ઓવરરાઇડ લાગુ કરવા માટે, તમારે તમારું સાસ્કાચેવન એકાઉન્ટ ઉમેરવાની જરૂર છે.
  • ક્વિબેકના QST દર પર ઓવરરાઇડ લાગુ કરવા માટે, તમારે તમારું ક્વિબેક એકાઉન્ટ ઉમેરવાની જરૂર છે.

કર ઓવરરાઇડ કરો

ક્યારેક કેટલીક પ્રોડક્ટ પર ડિફૉલ્ટ કર દર લાગુ થતા નથી. ઉદાહરણ તરીકે, અમુક પ્રકારના બાળકોના કપડાં કરમાંથી મુક્ત હોઈ શકે છે અથવા તેનો કર દર ઓછો હોઈ શકે છે. જો ડિફૉલ્ટ દર લાગુ ન થાય, તો તમારે ઓવરરાઇડ બનાવવાની જરૂર છે.

તમે શરૂ કરો તે પહેલાં, તમારે એવી પ્રોડક્ટ્સનું કલેક્શન બનાવવાની જરૂર છે કે જેના પર ટૅક્સ ઓવરરાઇડ લાગુ થશે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > કર અને ડ્યૂટી પર જાઓ.

  2. કર પ્રદેશો વિભાગમાં, Canada પર ક્લિક કરો.

  3. કર દર અને મુક્તિ વિભાગમાં, શિપિંગ ઓવરરાઇડ અથવા પ્રોડક્ટ ઓવરરાઇડ વિભાગમાંથી ઓવરરાઇડ ઉમેરો પર ક્લિક કરો.

  4. કલેક્શન પસંદ કરો.

  5. જેમાં ઓવરરાઇડ લાગુ પડતું હોય તે પ્રદેશ પસંદ કરો.

  6. તે પ્રદેશમાંના કલેક્શન માટે કર દર દાખલ કરો.

  7. ઓવરરાઇડ ઉમેરો પર ક્લિક કરો.

તમારી કર મુક્તિ મેનેજ કરો

તમે ગ્રાહકની પ્રોફાઇલ પર ચોક્કસ કેનેડિયન કર માટે કર મુક્તિ સેટ કરી શકો છો. અલગ GST અને પ્રાંતીય વેચાણ કર ધરાવતા પ્રાંતોમાં ટૅક્સ ઓવરરાઇડ અને મુક્તિ પર કામ કરતી વખતે, તમારે દરેક કર પ્રકાર માટે અલગ ઓવરરાઇડ બનાવવાની જરૂર છે:

  • પ્રાંતીય ટૅક્સ ઓવરરાઇડ: માત્ર પ્રાંતીય કર દર (PST, RST અથવા QST) ને ઓવરરાઇડ કરવા માટે પ્રદેશ તરીકે ચોક્કસ પ્રાંત પસંદ કરો.
  • GST ઓવરરાઇડ: GST દરને ઓવરરાઇડ કરવા માટે પ્રદેશ તરીકે કેનેડા પસંદ કરો

કર મુક્તિ સેટ કરવા વિશેનાં વિગતવાર પગલાં માટે, કેનેડિયન કર મુક્તિ સેટ કરવી નો સંદર્ભ લો.

તમારી કર ગણતરીઓ મેનેજ કરો

તમારી પ્રોડક્ટ પર કરની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે નક્કી કરતાં વિવિધ સેટિંગ તમે મેનેજ કરી શકો છો. ઉદાહરણ તરીકે, કર તમારી કિંમતોમાં શામેલ છે કે નહીં, ડિજિટલ સામાન પર VAT (વેટ) લેવો કે નહીં અને શિપિંગ ખર્ચ પર કર લાગુ કરવો કે નહીં તે તમે સેટ કરી શકો છો. તમે આ સેટિંગ કર અને ડ્યૂટી સેટિંગ પેજ પર મેનેજ કરી શકો છો. વધુ જાણવા માટે ટૅક્સ ઓવરરાઇડ અને મુક્તિ નો સંદર્ભ લો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > કર અને ડ્યૂટી પર જાઓ.

  2. કર ગણતરીઓ વિભાગમાં, લાગુ પડતા વિકલ્પો પસંદ કરો.

કર રાઉન્ડિંગ

અગાઉ, ઑર્ડરના પેટા સરવાળા પર કરની ગણતરી કરીને અને પછી પરિણામોને રાઉન્ડ કરીને ઇન્વૉઇસ લેવલ પર કરનું રાઉન્ડિંગ કરવામાં આવતું હતું. તમે કેનેડાના કર ફીચરનો ઉપયોગ કરવા માટે તમારા સેટિંગ અપડેટ કરો તે પછી, કરની રકમનું લાઇન-આઇટમ લેવલ પર રાઉન્ડિંગ કરવામાં આવે છે. આ કિસ્સામાં, ઑર્ડરમાંની પ્રત્યેક લાઇન પર કર દર લાગુ કરીને, પરિણામને રાઉન્ડ કરીને અને પછી ઑર્ડરના કુલ મૂલ્ય સુધી પહોંચવા માટે આ પેટા સરવાળાઓને એકસાથે ઉમેરીને કુલ કર મૂલ્યની ગણતરી કરવામાં આવે છે.

લાઇન લેવલ પર કરનું રાઉન્ડિંગ કરવાથી વિવિધ કર દરની ગણતરીમાં સુધારો થાય છે અને એવા ઑર્ડર માટે કરની ગણતરી કરવાનું વધુ સરળ બને છે જેમાં કરપાત્ર અને બિન-કરપાત્ર પ્રોડક્ટ શામેલ હોય.

ઇન્વૉઇસ લેવલ પર અને લાઇન-આઇટમ લેવલ પર કર રાઉન્ડિંગનું ઉદાહરણ

ગ્રાહક એવો ઑર્ડર કરે છે જેમાં 42 અલગ-અલગ આઇટમ હોય, પ્રત્યેકની કિંમત $14.99 હોય અને જેના પર 13% HST લાગુ થતો હોય. પ્રત્યેક પ્રોડક્ટ માટેનો લાઇન આઇટમ કર કિંમતને (14.99) કર દર (0.13) વડે ગુણીને નક્કી કરવામાં આવે છે, જેનું પરિણામ 1.9487 આવે છે.

અગાઉ, પ્રત્યેક લાઇન આઇટમના કરને એકસાથે ઉમેરવામાં આવતો હતો અને કુલ કરને રાઉન્ડ કરવામાં આવતો હતો. આ કિસ્સામાં, ઉમેરાયેલો કુલ સરવાળો $81.8454 હતો, જેને $81.85 સુધી રાઉન્ડ કરવામાં આવ્યો હતો.

કરને હવે લાઇન-આઇટમ લેવલ પર રાઉન્ડ કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે કરની રકમને પ્રત્યેક પ્રોડક્ટ માટે વ્યક્તિગત રીતે રાઉન્ડ કરવામાં આવે છે. $1.9487 ની લાઇન-આઇટમ કરની રકમને $1.95 પર રાઉન્ડ કરવામાં આવે છે, જેને પછી કુલ સરવાળો મેળવવા માટે એકસાથે ઉમેરવામાં આવે છે. આ કિસ્સામાં, કુલ કર $81.90 છે.

કેનેડામાં પ્રમાણસર શિપિંગ કર

કેનેડામાં, કર મુક્ત પ્રોડક્ટ ધરાવતા ઑર્ડર માટે શિપિંગ કરની ગણતરી પ્રમાણસર કરવામાં આવે છે. આ HST એકત્રિત કરતા પ્રાંતોમાં GST અને HST બંને પર લાગુ થાય છે.

કર મુક્ત પ્રોડક્ટ એ છે કે જ્યાં તમે પ્રોડક્ટ વેરિઅન્ટ પેજની અંદર આ વેરિઅન્ટ પર કર વસૂલ કરો સેટિંગને અનચેક કર્યું હોય. કર મુક્ત અને કરપાત્ર બંને પ્રોડક્ટ્સ ધરાવતા ઑર્ડર માટે, શિપિંગ પરનો કર લાઇન આઇટમના જથ્થા અને ઑર્ડરમાંના કર દર દ્વારા વજનિત મિશ્રિત દરે વસૂલવામાં આવશે.

ઑર્ડરમાંની કર મુક્ત આઇટમના પ્રમાણના આધારે શિપિંગ કરની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેનાં કેટલાક ઉદાહરણો અહીં આપેલાં છે:

  • જો કાર્ટમાંની કોઈ પણ આઇટમ કરમાંથી મુક્ત ન હોય, તો શિપિંગ પર પૂરા દરે કર વસૂલવામાં આવે છે.
  • જો 4 માંથી 1 આઇટમ કરમુક્ત હોય, તો શિપિંગ પર પૂરા દરના 75% પ્રમાણે કર લાગે છે (પૂરો દર * 3/4).
  • જો કાર્ટમાંની તમામ આઇટમ કરમુક્ત હોય, તો શિપિંગ પર કોઈ કર વસૂલવામાં આવતો નથી.