ડિજિટલ પ્રોડક્ટના કર
ડિજિટલ માલસામાન ડાઉનલોડ કરી શકાય તેવી ફાઇલો અથવા અન્ય પ્રકારની ઇલેક્ટ્રોનિકલી સપ્લાય કરવામાં આવતી પ્રોડક્ટ છે. યુરોપિયન યુનિયન (EU) માં રહેતા ગ્રાહકોએ વિક્રેતા ક્યાં છે તેને ધ્યાનમાં લીધા વિના, તેમના પોતાના દેશમાં લાગુ થતા દરે ડિજિટલ માલસામાન પર મૂલ્યવર્ધિત કર (VAT) ચૂકવવો આવશ્યક છે.
પરંતુ કેટલાક અધિકારક્ષેત્રોમાં, તમારે ડિજિટલ પ્રોડક્ટ્સ પર વેચાણ કર વસૂલવાની જરૂર નથી. તમે તમારા પ્રદેશની આવશ્યકતાઓ જાણો છો તેની ખાતરી કરવા માટે સ્થાનિક કર નિષ્ણાતની સલાહ લો.
આ પેજ પર
ડિજિટલ પ્રોડક્ટને કરમાંથી મુક્તિ આપો
જો તમારી પાસે એવી અમુક જ ડિજિટલ પ્રોડક્ટ્સ છે જેને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે, તો તમે આ અલગ-અલગ પ્રોડક્ટ્સ પર કર લાગુ થતો રોકી શકો છો. ડિજિટલ પ્રોડક્ટ્સને પરંપરાગત અર્થમાં શિપિંગની જરૂર હોતી નથી, તેથી તમે એક જ સમયે શિપિંગની સુવિધા પણ બંધ કરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
તમે જે પ્રોડક્ટને એડિટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો.
કિંમત વિભાગમાં, કરનો ચાર્જ લો પર ક્લિક કરો અને પછી આ પ્રોડક્ટ પર કરનો ચાર્જ લોને નાપસંદ કરો.
શિપિંગ વિભાગમાં, ખાતરી કરો કે ભૌતિક પ્રોડક્ટ સેટિંગ નિષ્ક્રિય કરેલ છે.
સાચવો પર ક્લિક કરો.
બલ્ક અપડેટ કરીને મોટી સંખ્યામાં ડિજિટલ પ્રોડક્ટ્સને મુક્તિ આપો
જો તમારે એક જ સમયે મોટી સંખ્યામાં ડિજિટલ પ્રોડક્ટ્સને મુક્તિ આપવાની જરૂર હોય, તો તમે બલ્ક અપડેટ કરી શકો છો. આ પ્રક્રિયા કરવા માટે, તમે .csv ફાઇલોને એડિટ કરવા માટે અનુકૂળ હોવા જોઈએ.
પગલાં:
- નિકાસ કરો , અપડેટ કરવાની જરૂર હોય તેવી પ્રોડક્ટ્સની એક
.csvફાઇલ તરીકે, પછી નીચેની કૉલમમાં મૂલ્યોને એડિટ કરો:
પ્રોડક્ટની CSV માં એડિટ કરવા માટેના ફીલ્ડ્સ CSV ફીલ્ડ સેટિંગ Variant Requires Shipping આ મૂલ્યને false તરીકે સેટ કરો. Variant Taxable આ મૂલ્યને false તરીકે સેટ કરો. Variant Grams આ મૂલ્યને 0 તરીકે સેટ કરો. - જ્યારે તમે તમારી
.csvફાઇલને એડિટ કરવાનું પૂર્ણ કરી લો, ત્યારે તેને તમારા સ્ટોરમાં આયાત કરો. સમાન હૅન્ડલ ધરાવતી કોઈપણ વર્તમાન પ્રોડક્ટ્સને બદલો વિકલ્પને પસંદ કરવાની ખાતરી કરો.
યુરોપિયન યુનિયનમાં ડિજિટલ માલસામાન
યુરોપિયન યુનિયનમાં ડિજિટલ માલસામાનને કાયદામાં બ્રૉડકાસ્ટિંગ, ટેલિકમ્યુનિકેશન્સ અને શિપ કરવાને બદલે ઇલેક્ટ્રોનિકલી સપ્લાય કરવામાં આવતી સેવાઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. ઑનલાઇન મોકલવામાં આવતા ગિફ્ટ કાર્ડ્સ આ વ્યાખ્યામાં શામેલ નથી.
તમે EU માં ડિજિટલ સેવાઓ પર VAT માટેના નિયમો વાંચી શકો છો. ટૅક્સ નિષ્ણાતની સલાહ લો જેથી તમે જાણી શકો કે EU ના VAT નિયમો તમને કઈ રીતે લાગુ પડે છે.
ગ્રાહકના સ્થાન આધારિત VAT
જો તમે યુરોપિયન યુનિયનમાં ગ્રાહકોને ડિજિટલ ગુડ્સ વેચી રહ્યાં છો, તો તમારે તમારા ગ્રાહકોના સ્થાનના આધારે VAT ચાર્જ કરવાની જરૂર છે.
ઉદાહરણ તરીકે, જો તમે ડચ વેપારી છો અને તમે જર્મનીમાં કોઈ ગ્રાહકને ડિજિટલ પ્રોડક્ટ વેચો છો, તો તમારે ગ્રાહક પાસેથી 19% નો જર્મન VAT દર ચાર્જ કરવો પડશે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમે EU ડિજિટલ VAT દરોની સુવિધા સક્ષમ કરી શકો છો.
VAT રજિસ્ટ્રેશન
તમે નીચેની રીતોમાંથી કોઈ એક દ્વારા VAT માટે રજિસ્ટર કરી શકો છો:
- EU વેપારીઓ માટે: અન્ય યુરોપિયન યુનિયન દેશોમાં ડિજિટલ ગુડ્સના ઇન્ટ્રા-EU વેચાણ માટે One-Stop-Shop (OSS) માટે રજિસ્ટર કરો.
- બિન-EU વેપારીઓ માટે: યુરોપિયન યુનિયનના ગ્રાહકોને ડિજિટલ ગુડ્સ અથવા સેવાઓના વેચાણ માટે નોન-યુનિયન OSS માટે રજિસ્ટર કરો. વૈકલ્પિક રીતે, તમે જ્યાં વ્યવસાય કરો છો તે દરેક EU દેશમાં સ્થાનિક VAT રજિસ્ટ્રેશન સેટઅપ કરો.
IOSS (Import One-Stop Shop) માત્ર ભૌતિક ગુડ્સ માટે છે અને તે ડિજિટલ ગુડ્સને લાગુ પડતું નથી. તમારા Shopify ઍડમિનમાં OSS, IOSS, માઇક્રો-બિઝનેસ અને દેશ-વિશિષ્ટ રજિસ્ટ્રેશન માટેના વિકલ્પો છે, પરંતુ નોન-યુનિયન OSS રજિસ્ટ્રેશન માટે કોઈ અલગ વિકલ્પ નથી. તમે ડિજિટલ ગુડ્સ પર કઈ રીતે VAT ચાર્જ કરો છો તેનો આધાર તમારો સ્ટોર કઈ ટૅક્સ સેવાનો ઉપયોગ કરે છે તેના પર છે, તેથી તમારા સ્ટોરને લાગુ પડતો વિકલ્પ શોધવા માટે One-Stop Shop સ્કીમ નો રિવ્યૂ કરો.
VAT રજિસ્ટ્રેશનના વિકલ્પો અને આવશ્યકતાઓ વિશે વધુ વિગતો માટે તમારી સ્થાનિક ટૅક્સ ઑથોરિટી નો સંપર્ક કરો.
ખરીદનારના સ્થાનનો પુરાવો
જો તમે ડિજિટલ ગુડ્સ વેચો છો, તો કેટલીક ટૅક્સ ઑથોરિટીઝની આવશ્યકતા હોય છે કે તમે ખરીદનારના સ્થાનના બે પુરાવા એકત્રિત કરો અને તેનો રેકોર્ડ રાખો. દરેક ઑર્ડર માટે, Shopify તમને બિલિંગ સરનામું અને ગ્રાહકનું IP ઍડ્રેસ પ્રદાન કરે છે. બિલિંગ સરનામું ઑર્ડર પેજ પર દેખાય છે. તમે છેતરપિંડી વિશ્લેષણ વિભાગમાં સંપૂર્ણ વિશ્લેષણ જુઓ પર ક્લિક કરીને IP ઍડ્રેસની ચકાસણી કરી શકો છો.
જો IP ઍડ્રેસ બિલિંગ સરનામા સિવાયના અન્ય દેશમાંથી આવતું હોવાનું જણાય, તો તમારે તેમના સ્થાનનો અન્ય પુરાવો મેળવવો જોઈએ. ટૅક્સ ઑથોરિટીઝ માટે તમારી પાસે પૂરતા પુરાવા છે તેની ખાતરી કરવા માટે ટૅક્સ નિષ્ણાતની સલાહ લો.
ડિજિટલ ગુડ્સ માટે VAT દરો સક્ષમ કરો
તમારા ડિજિટલ ગુડ્સ પર VAT ચાર્જ કરવાનું સરળ બનાવવા માટે, તમે દરેક EU દેશ માટે આપમેળે VAT દરો અસાઇન કરી શકો છો.
જો તમે ડિજિટલ ગુડ્સ માટે VAT દરો સક્ષમ કરો છો, તો એક કલેક્શન બનાવવામાં આવે છે, અને જ્યારે પણ તમે તે કલેક્શનમાં રહેલી પ્રોડક્ટ વેચો છો, ત્યારે ગ્રાહકના બિલિંગ સરનામાના આધારે યોગ્ય VAT દર આપમેળે લાગુ કરવામાં આવે છે.
VAT દરોને સક્ષમ કરવાથી દરેક EU દેશ માટે આપમેળે અસાઇન કરેલા VAT સેટિંગ્સ સાથેનું પ્રોડક્ટ કલેક્શન બને છે. ડિફૉલ્ટ કલેક્શનને Digital Goods VAT Tax કહેવામાં આવે છે, પરંતુ તમે તમારા કોઈપણ કલેક્શનનો ઉપયોગ કરવા માટે આને બદલી શકો છો. વધુ માહિતી માટે, અન્ય કલેક્શનમાં ડિજિટલ VAT દરો લાગુ કરો નો સંદર્ભ લો
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ટૅક્સ અને ડ્યૂટી પર જાઓ.
ટૅક્સની ગણતરીઓ વિભાગમાં, ડિજિટલ ગુડ્સ પર VAT ચાર્જ કરો પર ક્લિક કરો.
સાચવો પર ક્લિક કરો.
તમારા કલેક્શન પેજ પર, Digital Goods VAT Tax પર ક્લિક કરો.
કલેક્શનમાં પ્રોડક્ટ ઍડ કરો.
સાચવો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપ માંથી,
પર ટૅપ કરો અને પછી
સેટિંગ પર ટૅપ કરો.
સ્ટોર સેટિંગ્સ વિભાગમાં, ટૅક્સ અને ડ્યૂટી પર ટૅપ કરો.
ટૅક્સની ગણતરીઓ વિભાગમાં, ડિજિટલ ગુડ્સ પર VAT ચાર્જ કરો પર ટૅપ કરો.
સાચવો પર ટૅપ કરો.
તમારા કલેક્શન પેજ પર, Digital Goods VAT Tax પર ટૅપ કરો.
કલેક્શનમાં પ્રોડક્ટ ઍડ કરો.
સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
અન્ય કલેક્શનમાં ડિજિટલ VAT દરો લાગુ કરો
તમે શરૂઆતનું Digital Goods VAT Tax કલેક્શન બનાવી લો તે પછી, તમે ડિજિટલ ગુડ્સના અન્ય કલેક્શનમાં દરો લાગુ કરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ટૅક્સ અને ડ્યૂટી પર જાઓ.
ટૅક્સની ગણતરીઓ વિભાગમાં, કલેક્શન બદલો પર ક્લિક કરો.
તમે ઉપયોગ કરવા માગો છો તે કલેક્શન શોધો અથવા સૂચિમાંથી કલેક્શન પસંદ કરો.
સાચવો પર ક્લિક કરો.
તમે ઉપયોગ કરી રહ્યાં છો તે VAT દરો જુઓ
જો તમે ડિજિટલ ગુડ્સ માટેના VAT દરો સક્ષમ કર્યા હોય, તો તમે તમારી શિપિંગ સૂચિમાં દરેક દેશને લાગુ પડતા VAT સેટિંગ્સ જોઈ શકો છો.
તમારા દરો જોતાં પહેલાં, ખાતરી કરો કે દરેક દેશ તમારી શિપિંગ ઝોન સૂચિ માં છે.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ટૅક્સ અને ડ્યૂટી પર જાઓ.
ટૅક્સના પ્રદેશો વિભાગમાં, યુરોપિયન દેશના નામની બાજુમાં સેટઅપ કરો અથવા ફેરફાર કરો પર ક્લિક કરો. ડિજિટલ ગુડ્સનો VAT ટૅક્સ ઓવરરાઇડ વિભાગમાં પ્રદર્શિત થાય છે.
મોબાઇલ
Shopify ઍપ માંથી,
પર ટૅપ કરો અને પછી
સેટિંગ પર ટૅપ કરો.
સ્ટોર સેટિંગ્સ વિભાગમાં, ટૅક્સ અને ડ્યૂટી પર ટૅપ કરો.
ટૅક્સના પ્રદેશો વિભાગમાં, યુરોપિયન દેશના નામની બાજુમાં સેટઅપ કરો અથવા ફેરફાર કરો પર ટૅપ કરો. ડિજિટલ ગુડ્સનો VAT ટૅક્સ ઓવરરાઇડ વિભાગમાં પ્રદર્શિત થાય છે.
ડિજિટલ ગુડ્સ માટે VAT દરો નિષ્ક્રિય કરો
જો તમે EU ડિજિટલ VAT દરોની સુવિધા નિષ્ક્રિય કરો છો અને પછી તેને ફરીથી સક્ષમ કરો છો, તો જો તમે ડિફૉલ્ટનો ઉપયોગ ન કર્યો હોય તો તમારે તમારું પસંદગીનું કલેક્શન ફરીથી અસાઇન કરવું પડશે.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ટૅક્સ અને ડ્યૂટી પર જાઓ.
ટૅક્સની ગણતરીઓ વિભાગમાં, ડિજિટલ ગુડ્સ પર VAT ચાર્જ કરો ને અનચેક કરો.
મોબાઇલ
Shopify ઍપ માંથી,
પર ટૅપ કરો અને પછી
સેટિંગ પર ટૅપ કરો.
સ્ટોર સેટિંગ્સ વિભાગમાં, ટૅક્સ અને ડ્યૂટી પર ટૅપ કરો.
ટૅક્સની ગણતરીઓ વિભાગમાં, ડિજિટલ ગુડ્સ પર VAT ચાર્જ કરો ને અનચેક કરો.
રૂબરૂ ઇવેન્ટ કે સેવાઓ માટે ટૅક્સ ચાર્જ કરો
જો તમે ઇવેન્ટ ટિકિટો વેચતા હો અથવા કોઈ ચોક્કસ સ્થાને સેવાઓ પ્રદાન કરતા હો, તો તમારે ગ્રાહકના બિલિંગ સરનામાને બદલે ઇવેન્ટ અથવા સેવાના સ્થાનના આધારે ટૅક્સ ચાર્જ કરવાની જરૂર પડી શકે છે. ટૅક્સની યોગ્ય ગણતરી કરવા માટે, ઇવેન્ટના સ્થાને ઇન-સ્ટોર પિકઅપ સાથે ટિકિટ અથવા સેવાને ભૌતિક પ્રોડક્ટ તરીકે સેટઅપ કરો.
પગલાં:
- ઇવેન્ટ અથવા સેવાના સ્થળ માટે સ્થાન બનાવો.
- સેટિંગ > શિપિંગ અને ડિલિવરી પર જાઓ અને તમારા શિપિંગ સેટિંગ્સમાં આ સ્થાન ઍડ કરો. આ સ્થાન પર શિપિંગ દરો ઍડ કરશો નહીં.
- સેટિંગ > ટૅક્સ અને ડ્યૂટી પર જાઓ અને ચકાસો કે ઇવેન્ટના સ્થાનનો પ્રદેશ ટૅક્સ એકત્રિત કરવા માટે સેટઅપ કરેલ છે કે નહીં.
- તમારી ટિકિટ અથવા સેવાની પ્રોડક્ટ બનાવો:
- શિપિંગ વિભાગમાં, આ એક ભૌતિક પ્રોડક્ટ છે સક્રિય કરો.
- પ્રોડક્ટની ઇન્વેન્ટરીને માત્ર ઇવેન્ટના સ્થાન પર જ ઉપલબ્ધ થાય એ રીતે સેટ કરો.
- પ્રોડક્ટને માત્ર સ્થાનિક પિકઅપ માટે સેટ કરો.
- પ્રોડક્ટ વર્ણનમાં, ગ્રાહકોને જાણ કરો કે આ પ્રોડક્ટ અન્ય આઇટમથી અલગથી ખરીદવી આવશ્યક છે.