Shopify ID સેટ કરવું

Shopify ID (જેને સિંગલ લૉગિન, સિંગલ સાઇન-ઑન અથવા SSO તરીકે પણ ઓળખવામાં આવે છે) માં તમારું ઇમેઇલ ઍડ્રેસ અને પાસવર્ડ શામેલ છે. તમે તમારા ઍક્સેસવાળા Shopify પરના તમામ સ્ટોર, પ્રોગ્રામ અને સંસાધનોમાં લૉગ ઇન કરવા માટે તમારા Shopify ID નો ઉપયોગ કરો છો. Shopify ID કોઈ સ્ટોરનું નહીં, પરંતુ વ્યક્તિગત વપરાશકર્તાનું હોય છે. દરેક વપરાશકર્તાએ કોઈપણ સ્ટોર, પાર્ટનર ડેશબોર્ડ અથવા Shopify સમુદાય ફોરમનો ઍક્સેસ મેળવવા માટે પોતાનું Shopify ID બનાવવું અને તેનો ઉપયોગ કરવો ફરજિયાત છે.

તમારા સ્ટોરની સમીક્ષા કરવા અને તમારું Shopify ID સેટ કરવામાં માત્ર થોડો સમય લાગે છે. સેટઅપ પૂર્ણ થયા પછી, તમે જ્યારે પણ લૉગ ઇન કરશો ત્યારે આ ઇમેઇલ ઍડ્રેસ અને પાસવર્ડનો ઉપયોગ કરશો.

Shopify ID ના લાભ

Shopify ID લૉગ ઇન કરવાનું સરળ બનાવે છે અને નીચેના લાભ ઑફર કરે છે:

  • તમે તમારા સ્ટોર વચ્ચે વધુ ઝડપથી સ્વિચ કરી શકો છો.
  • તમે ઓછી વાર લૉગ ઇન કરી શકો છો.
  • તમારે તમામ Shopify પ્રોડક્ટ્સ માટે માત્ર એક જ પાસવર્ડ યાદ રાખવાનો રહે છે.

તમામ સ્ટાફને તેમના પોતાના વ્યક્તિગત એકાઉન્ટ્સ માટે Shopify ID સેટઅપ કરવાની જરૂર રહે છે. જ્યારે તેઓ લૉગ ઇન કરશે ત્યારે તેમને તેમ કરવા માટે પ્રૉમ્પ્ટ કરવામાં આવશે.

Shopify ID નો ઉપયોગ કરવાથી નીચેનાં સેટિંગ્સ અથવા ક્રિયાઓને અસર થતી નથી:

  • Shopify POS નો ઍક્સેસ. તમારો સ્ટાફ હજુ પણ લૉગ ઇન કરવા માટે PIN નો ઉપયોગ કરે છે
  • સ્ટોરનાં સેટિંગ્સ અથવા પાર્ટનર ડેશબોર્ડ સેટિંગ્સ
  • ગ્રાહક એકાઉન્ટ્સ

તમે શરૂ કરો તે પહેલાં

જ્યારે તમે એક કરતાં વધુ સ્ટોર, પ્રોગ્રામ અથવા સંસાધન માટે સમાન ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરો છો, ત્યારે જ તમને Shopify ID સેટઅપ કરવા માટે પ્રૉમ્પ્ટ કરવામાં આવે છે. સ્ટોર માટે તમે કયા ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરો છો તે જોવા માટે, તમારા એકાઉન્ટ સેટિંગ્સ તપાસો. ખાતરી કરો કે તમે કોઈપણ સ્ટોર, પ્રોગ્રામ અથવા સંસાધન માટે સમાન ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરો છો, જેને તમે સમાન Shopify ID દ્વારા ઍક્સેસ કરવા માગતા હોવ. નીચેની બાબતો ધ્યાનમાં લો:

  • જો તમે એવા સ્ટોર માટે સમાન ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરો છો, જેને તમે Shopify ID માં શામેલ કરવા માગતા ન હોવ, તો તમારે તે સ્ટોર માટે અલગ ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરવો જોઈએ. તેને બે વાર ચેક કરવાની સારી રીત સ્ટોર સ્વિચર માં તમારી સ્ટોરની સૂચિનો રિવ્યૂ કરવાની છે. જ્યારે તમે Shopify ID સેટઅપ કરો, ત્યારે આ એ જ સ્ટોરની સૂચિ સમાન હોય છે, જે પ્રદર્શિત થાય છે.
  • જો તમે હાલમાં તમારા સ્ટાફ સાથે લૉગિન ઓળખપત્રો શેર કરો છો અથવા જો સ્ટાફ એકબીજા સાથે લૉગિન ઓળખપત્રો શેર કરે છે, તો ખાતરી કરો કે તમે તમામ સ્ટાફને તેમનું પોતાનું Shopify ID બનાવવા માટે આમંત્રણ મોકલો છો. તમારા સ્ટોરની સુરક્ષા માટે તે મહત્ત્વપૂર્ણ છે કે તમામ સ્ટાફ પાસે તેમનું પોતાનું Shopify ID હોય. અન્યથા, જે સ્ટાફ પાસે તમારા Shopify ID લૉગિન ઓળખપત્રો હોય, તેમની પાસે અસરકારક રીતે તમારા એ તમામ સ્ટોર માટે સ્ટોર માલિકની પરવાનગીઓ હશે, જેમાં તમે તે ID વડે લૉગ ઇન કરો છો.
  • જો તમે પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો છો, તો ખાતરી કરો કે તમારી પાસે તેના સેટિંગ્સનો ઍક્સેસ છે જેથી જરૂર પડે તો તમે તમારો પાસવર્ડ અપડેટ કરી શકો.
  • જો તમે ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન સક્રિય કર્યું હોય, તો ખાતરી કરો કે તમારી પાસે હજુ પણ તે ફોન નંબર અથવા ઑથેન્ટિકેટર ઍપ્લિકેશનનો ઍક્સેસ છે, જેનો તમે ઉપયોગ કર્યો છે. Shopify ID સેટઅપ કરવાની પ્રક્રિયાના ભાગ રૂપે ઑથેન્ટિકેશન જરૂરી છે.
  • જો તમારી પાસે ચકાસણી કર્યા વિનાનું ઇમેઇલ ઍડ્રેસ હોય, તો તમારે Shopify ID સેટઅપ કરતાં પહેલાં તમારું ઇમેઇલ ચકાસવાની જરૂર છે.

તમે તમારા Shopify ઍડમિનમાં સેટિંગ્સ > વપરાશકર્તાઓ અને પરવાનગીઓ પર સ્ટાફમાં ફેરફાર કરી શકો છો.

Shopify ID સેટઅપ કરો

પગલાં:

  1. એવા Shopify સ્ટોરમાં લૉગ ઇન કરો જે તમારા અન્ય સ્ટોર સમાન ઇમેઇલ ઍડ્રેસ શેર કરતું હોય.
  2. જ્યારે તમે લૉગ ઇન કરી લો, ત્યારે તમને તે ઇમેઇલ ઍડ્રેસ સાથે સંકળાયેલા સ્ટોર અને સેવાઓની સૂચિ પ્રદર્શિત કરવામાં આવશે. તમે તમામ સ્ટોર માટે Shopify ID સેટઅપ કરવા માગો છો તેની ખાતરી કરવા માટે સ્ટોરનો રિવ્યૂ કરો.
  3. Shopify ID સેટઅપ કરો પર ક્લિક કરો.
  4. તે સ્ટોર માટે તમારો વર્તમાન પાસવર્ડ દાખલ કરો.
  • જો તમારી પાસે આ ઇમેઇલ ઍડ્રેસ સાથે સંકળાયેલા અમુક સ્ટોર માટે ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન સેટઅપ કરેલું હોય, તો તમારે આગળ વધતા પહેલાં આ સ્ટોરને ઑથોરાઇઝ કરવાની જરૂર છે.
  1. નવો પાસવર્ડ બનાવો. આ ઇમેઇલ અને પાસવર્ડનું કૉમ્બિનેશન એ જ હશે જેનો ઉપયોગ તમે Shopify ID માં શામેલ તમામ સ્ટોરમાં લૉગ ઇન કરવા માટે કરશો.
  2. ભલામણ કરેલ છે: તમારા Shopify ID માટે ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન સેટઅપ કરો. તમારો સ્ટોર સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે.

તમે આ પગલાં પૂર્ણ કરી લો, તે પછી તમારા Shopify સ્ટોર, પ્રોગ્રામ્સ અને સંસાધનોમાં લૉગ ઇન કરવા માટે તમે Shopify ID નો ઉપયોગ કરો છો.

ઉદાહરણ

ફાતિમા StoreCo પર કામ કરે છે અને તેની પાસે ત્રણ અલગ અલગ Shopify સ્ટોર માટે સ્ટાફની પરવાનગીઓ છે: StoreCo1, StoreCo2 અને StoreCo3.

સ્ટોરઇમેઇલપાસવર્ડ
StoreCo1fatima@storeco.copassword0ne
StoreCo2fatima@storeco.cosecondpassword
StoreCo3fatima@storeco.coartem1s

જ્યારે ફાતિમા StoreCo3 માં લૉગ ઇન કરે છે, ત્યારે Shopify ID સેટઅપ કરવા માટેનું પ્રૉમ્પ્ટ દેખાય છે. ફાતિમા પ્રક્રિયા પૂર્ણ કરી લે, તે પછી તેની પાસે એક જ ઇમેઇલ અને પાસવર્ડ કૉમ્બિનેશન સાથે એક Shopify ID હશે, જેનો ઉપયોગ તે ત્રણેય સ્ટોરને ઍક્સેસ કરવા માટે કરી શકે છે.

સ્ટોરઇમેઇલપાસવર્ડ
StoreCo1, StoreCo2, StoreCo3fatima@storeco.coc0mb1inedpassword

તમારા વર્તમાન Shopify ID માં નવો સ્ટોર ઉમેરો

જ્યારે તમે Shopify ID માટે અગાઉ ઉપયોગમાં લીધેલા ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરીને નવો સ્ટોર બનાવો છો, ત્યારે તમે તમારા નવા સ્ટોર માટે તમારી લૉગિન માહિતી ઉમેરી અથવા મર્જ કરી શકો છો.

જો તમે નવા સ્ટોરમાં લૉગ ઇન કરવા માટે તમારા વર્તમાન લૉગિન ઓળખપત્રોનો ઉપયોગ કરવા માગતા હોવ, તો તમારા નવા સ્ટોર માટેનો પાસવર્ડ દાખલ કરો. જો તમે તમારા નવા સ્ટોર માટે અલગ લૉગિનનો ઉપયોગ કરવા માગતા હોવ, તો તમારા સ્ટોર મર્જ કર્યા વિના તમારા સ્ટોરમાં લૉગ ઇન કરવા માટે મને પછીથી યાદ અપાવો પર ક્લિક કરો. તમે તમારા સ્ટોરમાં લૉગ ઇન કરી લો, તે પછી તમે તમારા Shopify ઍડમિનમાં સેટિંગ્સ > વપરાશકર્તાઓ અને પરવાનગીઓ પર તમારા ઇમેઇલ ઍડ્રેસનાં સેટિંગ્સ બદલી શકો છો.

FAQ

મારે માત્ર એક જ સ્ટોર છે. શું આનાથી મને કોઈ અસર થાય છે?

હા, જોકે તમારે કોઈ પગલાં લેવાની જરૂર પડશે નહીં. જો તમારો માત્ર એક જ સ્ટોર હોય, તો તેના માટે ઑટોમૅટિક રીતે એક Shopify ID બની જાય છે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં જો તમે નવા સ્ટોર અને સેવાઓ ઉમેરશો, તો તમે તેમને ઍક્સેસ કરવા માટે આ જ Shopify ID નો ઉપયોગ કરી શકશો.

જો તમારો એક જ સ્ટોર હોય, પણ તમે Shopify પાર્ટનર અથવા Shopify સમુદાય જેવા અન્ય પ્રોગ્રામ કે સંસાધનોનો પણ ઉપયોગ કરતા હોવ, તો તમને Shopify ID બનાવવા માટે કહેવામાં આવશે.

મને કેવી રીતે ખબર પડશે કે કયા સ્ટોર Shopify ID દ્વારા ઍક્સેસ કરી શકાશે?

તમારા સ્ટોર સ્વિચર માં દેખાતા સ્ટોરને Shopify ID નો ઉપયોગ કરીને ઍક્સેસ કરી શકાય છે.

જો તમે હજુ સુધી તમારું Shopify ID સેટઅપ કર્યું નથી, તો જ્યારે તમને Shopify ID સેટઅપ કરવા માટે કહેવામાં આવશે ત્યારે તમને સ્ટોરની સૂચિનો રિવ્યૂ કરવાની તક મળશે.

શું હું કોઈ સ્ટોરને Shopify ID દ્વારા ઍક્સેસ કરવાથી બાકાત રાખી શકું?

હા. જ્યારે તમને Shopify ID સેટ કરવાનું કહેવામાં આવે, ત્યારે તમે સ્ટોરના નામની બાજુમાં આવેલા Horizontal menu પર ક્લિક કરીને સ્ટોર બાકાત કરી શકો છો. ત્યારબાદ તમે બાકાત કરાયેલ સ્ટોર માટેના ઇમેઇલ ઍડ્રેસને કોઈ અલગ ઇમેઇલ ઍડ્રેસમાં બદલી શકો છો. તમે એવા સ્ટોરને પણ છોડી શકો છો જેના માટે તમે ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન પૂર્ણ કરી શકતા નથી.

મારી સૂચિમાં એક સ્ટોર ખૂટે છે. હું તેને Shopify ID માં કઈ રીતે ઉમેરી શકું?

જો તમારી સૂચિમાં કોઈ સ્ટોર ખૂટતો હોય, તો તેનો અર્થ એ છે કે તે કોઈ અલગ ઇમેઇલ ઍડ્રેસ સાથે સંકળાયેલો છે. તમે તમારા અન્ય સ્ટોર માટે તમારું Shopify ID સેટઅપ કરવાનું પૂર્ણ કરી લો, ત્યારબાદ તમે ખૂટતા સ્ટોરને તમારા Shopify ID માં ઉમેરી શકો છો.

શું મારા ઑર્ડર, પ્રોડક્ટ અથવા બિલિંગ સેટિંગ્સ પણ એકસાથે જોડવામાં આવશે?

ના. તમારા Shopify ઍડમિનની અંદરની તમામ માહિતી અલગ અને યથાવત રહેશે. તમારું Shopify ID માત્ર તમારા લૉગિન ઓળખપત્રોને અસર કરે છે. આમાં તમારા યુઝરનેમ, પાસવર્ડ અને ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશનના સેટિંગ્સ સામેલ છે.

શું આનાથી મારી સ્ટાફની પરવાનગી બદલાશે?

ના. તમે તમારા સ્ટાફને જે પરવાનગીઓ આપી છે તે હજુ પણ સ્ટોરના આધારે જ અપાય છે. Shopify ID તમારા સ્ટાફને કોઈ વધારાની પરવાનગી આપતું નથી.

જો તમે તમારું Shopify ID અન્ય લોકો સાથે શેર કરશો, તો તમારું Shopify ID જે કંઈ પણ ઍક્સેસ કરી શકે છે, તે બધું તેઓ ઍક્સેસ કરી શકશે. અમે ભલામણ કરીએ છીએ કે તમે તમારું Shopify ID ખાનગી અને સુરક્ષિત રાખો અને તેને ક્યારેય કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર કરશો નહીં.

જો એક કરતાં વધુ સ્ટાફ મેમ્બર સમાન એકાઉન્ટ શેર કરતા હોય તો શું?

તમે શેર કરેલું સ્ટાફ એકાઉન્ટ હટાવો તે પહેલાં, દરેક સક્રિય સ્ટાફ માટે એક અલગ એકાઉન્ટ બનાવો. પાર્ટનરે સહયોગી એકાઉન્ટ નો ઉપયોગ કરવો જોઈએ.

શું હું આ પ્રક્રિયાને છોડી શકું?

ના. માર્ચ 2020 થી, જ્યાં સુધી તમે તમારું Shopify ID સેટઅપ ન કરો ત્યાં સુધી તમે તમારા સ્ટોરમાં લૉગ ઇન કરી શકશો નહીં.

Shopify ID સેટઅપ કર્યા પછી હું કઈ રીતે લૉગ ઇન કરી શકું?

તમે Shopify ID સેટઅપ કરી લો તે પછી, તમે પસંદ કરેલા ઇમેઇલ ઍડ્રેસ અને પાસવર્ડનો ઉપયોગ કરીને તે જ ઇમેઇલ ઍડ્રેસ સાથે જોડાયેલા તમામ સ્ટોરમાં લૉગ ઇન કરી શકો છો. તમે અન્ય Shopify સંસાધનોમાં લૉગ ઇન કરવા માટે પણ આ જ ઇમેઇલ ઍડ્રેસ અને પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો.

જો હું પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરું, તો આ મને કેવી રીતે અસર કરશે?

Shopify ID સેટઅપ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે, તમને તમારા Shopify સ્ટોર માટે નવો પાસવર્ડ પસંદ કરવા માટે કહેવામાં આવે છે. તમારે સુનિશ્ચિત કરવાની જરૂર પડશે કે આ તમારા પાસવર્ડ મેનેજરમાં અપડેટ થયેલું હોય. મોટાભાગના કિસ્સામાં, તમારું પાસવર્ડ મેનેજર તમને પાસવર્ડ અપડેટ કરવા માટે સંકેત આપશે. જો તમે ઉપયોગ કરતા હોવ તે પાસવર્ડ મેનેજર કોઈ અન્ય વ્યક્તિ દ્વારા સંચાલિત હોય, તો તમારે પાસવર્ડ અપડેટ કરાવવા માટે પાસવર્ડ મેનેજર માટે જવાબદાર વ્યક્તિ સાથે વાત કરવી પડી શકે છે.

શું હું મારા સ્ટાફ વતી Shopify ID સેટઅપ કરી શકું?

મોટાભાગના કિસ્સામાં, ના. Shopify ID સેટઅપ કરવા માટે યુઝર પાસવર્ડની જરૂર પડે છે, તેથી સામાન્ય રીતે આ શક્ય નથી. જો તમે યુઝરના પાસવર્ડ મેનેજ કરતા હોવ અને તમારો સ્ટાફ લૉગ ઇન કરવા માટે પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરતો હોય તો તેને અપવાદરૂપ કહી શકાય.

શું હું મારા સ્ટાફને મલ્ટી-ફેક્ટર ઑથેન્ટિકેશનનો ઉપયોગ કરવા માટે કહી શકું?

ના. સ્ટાફને ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશનનો ઉપયોગ કરવાની ફરજ પાડી શકાતી નથી.

જો એકાઉન્ટ હવે સક્રિય ન હોય, તો શું હું કોઈ સ્ટાફને સ્ટોરમાંથી હટાવી શકું?

હા. યોગ્ય યુઝર તે યુઝરને હટાવી શકે છે.