તમારો Shopify Plus પ્લાન રિન્યૂ કરવો અથવા ડાઉનગ્રેડ કરવો

તમારી રિન્યૂઅલ તારીખ નજીક આવે ત્યારે, જો તમારો સ્ટોર યોગ્ય હોય, તો તમે તમારા Shopify ઍડમિનમાંથી તમારો Shopify Plus પ્લાન રિન્યૂ અથવા ડાઉનગ્રેડ કરી શકો છો. રિન્યૂઅલ અથવા ડાઉનગ્રેડ તમારી રિન્યૂઅલ તારીખે અમલમાં આવે છે, તરત જ નહીં.

તમે Shopify ઍડમિનમાંથી તમારો Shopify Plus કરાર રદ કરી શકતા નથી. તમારો કરાર રદ કરવા માટે, અથવા જો તમારા Shopify ઍડમિનમાં રિન્યૂઅલ અથવા ડાઉનગ્રેડના વિકલ્પો પ્રદર્શિત ન થતા હોય, તો તમારા કસ્ટમર સક્સેસ મેનેજર (CSM) નો સંપર્ક કરો. જો તમારી પાસે CSM ન હોય, તો Shopify Plus સપોર્ટનો સંપર્ક કરો.

તમારો Shopify Plus પ્લાન રિન્યૂ કરો

જો તમે તમારા Shopify ઍડમિનમાંથી તમારો Shopify Plus પ્લાન 3-વર્ષની મુદત માટે રિન્યૂ કરવા યોગ્ય છો, તો તે વિકલ્પ પ્લાન પેજ પર પ્રદર્શિત થાય છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > પ્લાન પર જાઓ.

  2. કયો વિકલ્પ પ્રદર્શિત થાય છે તેના આધારે, મુદત લંબાવો અથવા લંબાવેલ મુદત રિન્યૂ કરો પર ક્લિક કરો.

  3. રિન્યૂઅલની વિગતોનો રિવ્યૂ કરો.

  4. તમારો Shopify Plus પ્લાન રિન્યૂ કરવા માટે પ્રૉમ્પ્ટ્સને અનુસરો.

તમારો Shopify Plus પ્લાન ડાઉનગ્રેડ કરો

જો તમે તમારા Shopify ઍડમિનમાંથી તમારો Shopify Plus પ્લાન ડાઉનગ્રેડ કરવા માટે યોગ્ય છો, તો તમે પ્લાન પેજ પરથી તમારા ઉપલબ્ધ પ્લાનના વિકલ્પોનો રિવ્યૂ કરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > પ્લાન પર જાઓ.

  2. પ્લાન બદલો પર ક્લિક કરો.

  3. તમે જે પ્લાન પર સ્વિચ કરવા માગતા હોવ તેને પસંદ કરો.

  4. ફેરફાર ક્યારે અમલમાં આવે છે અને સુવિધાઓ, મર્યાદાઓ અને માસિક ખર્ચમાં કોઈ ફેરફારો સહિત, પ્લાનમાં ફેરફારની વિગતોનો રિવ્યૂ કરો.

  5. જો પ્રૉમ્પ્ટ કરવામાં આવે, તો હું આ ફેરફારો સમજું છું અને સંમત છું પસંદ કરો.

  6. ચાલુ રાખો પર ક્લિક કરો.

  7. પ્લાનમાં ફેરફારનો રિવ્યૂ કરો ડાયલૉગમાં, સમજાઈ ગયું પર ક્લિક કરો.

તમે ડાઉનગ્રેડ શેડ્યૂલ કરો તે પછી, તમારું Shopify ઍડમિન શેડ્યૂલ કરેલ પ્લાનનો ફેરફાર અને નવો પ્લાન ક્યારે શરૂ થશે તેની તારીખ પ્રદર્શિત કરે છે.

શેડ્યૂલ કરેલ ડાઉનગ્રેડ રદ કરો

જો તમે ડાઉનગ્રેડ શેડ્યૂલ કરો છો અને પછી ડાઉનગ્રેડ અમલમાં આવે તે પહેલાં તમારા Shopify Plus પ્લાન પર રહેવાનું નક્કી કરો છો, તો તમે તમારા Shopify ઍડમિનમાંથી શેડ્યૂલ કરેલ ડાઉનગ્રેડ રદ કરી શકશો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > પ્લાન પર જાઓ.

  2. ડાઉનગ્રેડ રદ કરો પર ક્લિક કરો.

  3. શેડ્યૂલ કરેલ ડાઉનગ્રેડને રદ કરવા માટે પ્રૉમ્પ્ટ્સને અનુસરો.