વપરાશકર્તાઓને આમંત્રિત કરવા
તમે તમારા Shopify ઍડમિનમાં વપરાશકર્તાઓ બનાવીને અને તમારા સ્ટોર અથવા સંસ્થાના અમુક હિસ્સા સુધી તેમનો ઍક્સેસ મર્યાદિત કરવા માટે તેમને ભૂમિકાઓ અસાઇન કરીને તમારા સ્ટોર અથવા સંસ્થામાં સ્ટાફના સભ્યોને આમંત્રિત કરી શકો છો. વપરાશકર્તાની ભૂમિકાઓ અને ભૂમિકાની અલગ-અલગ કૅટેગરીઓ માટે ઉપલબ્ધ ભૂમિકા સંબંધિત પરવાનગીઓ વિશે વધુ જાણો.
તમે ઉમેરી શકો તેવા વપરાશકર્તાઓની સંખ્યા તમારા પ્લાન પર આધારિત છે. દરેક પ્લાન માટે વપરાશકર્તાઓની મહત્તમ સંખ્યા વિશે વધુ જાણો.
કોઈ સહયોગીને આમંત્રિત કરવા માટે, સહયોગી એકાઉન્ટ નો સંદર્ભ લો.
આ પેજ પર
વપરાશકર્તાઓને આમંત્રિત કરવા માટેની બાબતો
વપરાશકર્તાઓને આમંત્રિત કરવા માટે નીચેની બાબતોની સમીક્ષા કરો:
- તમે ઍડમિન વપરાશકર્તાઓને ઉમેરી શકો છો, જેમને POS ભૂમિકાઓ સહિતની કોઈ પણ ભૂમિકા અસાઇન કરી શકાય છે.
- જો તમારી પાસે Shopify POS Pro સબ્સ્ક્રિપ્શન પર કોઈ પૉઇન્ટ ઑફ સેલ સ્થાનો હોય, તો તમે માત્ર-POS ઍપ વપરાશકર્તાઓ ને પણ ઉમેરી શકો છો, જેમને માત્ર POS ભૂમિકાઓ અસાઇન કરી શકાય છે.
વપરાશકર્તાની પરવાનગીની આવશ્યકતાઓ
નીચેના વપરાશકર્તાઓ Shopify ઍડમિનમાં વપરાશકર્તાઓને મેનેજ કરી શકે છે:
- Shopify Plus પ્લાન પર ન હોય તેવા સિંગલ સ્ટોર માટે, નીચેના પ્રકારના વપરાશકર્તાઓ વપરાશકર્તાઓને મેનેજ કરી શકે છે:
- સ્ટોર માલિક.
- ઍડમિનિસ્ટ્રેટર સ્ટોર ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ.
- સંસ્થાઓ માટે અથવા Shopify Plus પ્લાન પરના સ્ટોર માટે, નીચેના પ્રકારના વપરાશકર્તાઓ ઍક્સેસ વિનંતીઓ જોઈ શકે છે અને પ્રદાન કરી શકે છે:
- ઑર્ગેનાઇઝેશન ઓનર.
- સ્ટોર માલિક.
- ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર સંસ્થાની ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ.
- સ્ટોર યુઝર એડમિનિસ્ટ્રેટર સંસ્થાની ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ.
નીચેના પ્રકારના વપરાશકર્તાઓ પૉઇન્ટ ઑફ સેલ ચેનલ અથવા Shopify POS માંથી POS સ્ટાફને મેનેજ કરી શકે છે:
- સ્ટોર માલિક.
- ઑર્ગેનાઇઝેશન ઓનર.
- POS યુઝર એડમિનિસ્ટ્રેટર ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ.
Shopify ઍડમિન વપરાશકર્તાઓને આમંત્રિત કરો
તમે વપરાશકર્તાને આમંત્રિત કરો, તે પછી સ્ટાફના સભ્યને તેમના વપરાશકર્તા એકાઉન્ટનું સેટઅપ પૂર્ણ કરવા માટે એક ઇમેઇલ આમંત્રણ મળે છે. સ્ટાફનું લૉગિન બનાવવા માટેનાં આમંત્રણો 7 દિવસમાં સમાપ્ત થઈ જાય છે. જો આમંત્રણ 7 દિવસની અંદર સ્વીકારવામાં ન આવે, તો નવું આમંત્રણ મોકલવા માટે વપરાશકર્તાને હટાવો અને તેમને ફરીથી ઉમેરો.
ઍડમિન વપરાશકર્તાને Shopify POS નો ઍક્સેસ આપવા માટે, તેમને એક POS ભૂમિકા અસાઇન કરો. તેમના માટે આપમેળે એક PIN જનરેટ થાય છે.
જે વપરાશકર્તાઓએ તેમનાં એકાઉન્ટ્સ પૂર્ણ કર્યાં નથી, તેઓ તમારા Shopify ઍડમિનના સેટિંગ > વપરાશકર્તાઓ પેજ પર બાકી સ્ટેટસ ધરાવે છે.
પગલાં:
નૉન-Plus પ્લાન
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > વપરાશકર્તાઓ પર જાઓ.
વપરાશકર્તાઓ ઉમેરો પર ક્લિક કરો.
વપરાશકર્તાની વિગતો વિભાગમાં, ખાતરી કરો કે ઍડમિન વપરાશકર્તા પસંદ કરેલ છે.
ઇમેઇલ ફીલ્ડમાં, વપરાશકર્તાનું ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો. આ ઇમેઇલ પર તેઓ આમંત્રણની સાથે સાથે તમારા સ્ટોર સંબંધિત કોઈ પણ ઇમેઇલ નોટિફિકેશન મેળવશે. સમાન ભૂમિકાઓ ધરાવતા એક કરતા વધુ વપરાશકર્તાઓને આમંત્રિત કરવા માટે, તેમનાં દરેકનાં ઇમેઇલ ઍડ્રેસ ઉમેરો.
વૈકલ્પિક: જો તમે ન ઇચ્છતા હો કે વપરાશકર્તાએ પાસકી અથવા ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન જેવી સુરક્ષિત સાઇન-ઇન પદ્ધતિ વડે લૉગ ઇન કરવું પડે, તો સુરક્ષિત સાઇન-ઇન પદ્ધતિ વિભાગમાં ટૉગલ બંધ કરો. આ સેટિંગ ડિફૉલ્ટ રૂપે ચાલુ હોય છે અને તે Shopify POS ને લાગુ પડતું નથી. જો તમારી સંસ્થાને તમામ વપરાશકર્તાઓ માટે સુરક્ષિત સાઇન-ઇન પદ્ધતિની જરૂર હોય, તો તમે આ સેટિંગ બદલી શકતા નથી.
ભૂમિકાઓ વિભાગમાં,
અસાઇન કરો પર ક્લિક કરો.
કોઈ ભૂમિકા પસંદ કરો અથવા નવી ભૂમિકા બનાવો. અતિરિક્ત ભૂમિકાઓ અસાઇન કરવા માટે
અસાઇન કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક: પરવાનગીનો સારાંશ વિભાગમાં, અસાઇન કરેલી તમામ ભૂમિકાઓ માટેની પરવાનગીઓ રિવ્યૂ કરો. જો એવી કોઈ પરવાનગીઓ હોય જેને તમે શામેલ કરવા માંગતા ન હો, તો તમે ભૂમિકામાં ફેરફાર કરી શકો છો અથવા નવી ભૂમિકા બનાવી શકો છો.
સાચવો પર ક્લિક કરો.
Plus પ્લાન
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > વપરાશકર્તાઓ પર જાઓ.
વપરાશકર્તાઓ ઉમેરો પર ક્લિક કરો.
વપરાશકર્તાની વિગતો વિભાગમાં, ખાતરી કરો કે ઍડમિન વપરાશકર્તા પસંદ કરેલ છે.
ઇમેઇલ ફીલ્ડમાં, વપરાશકર્તાનું ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો. આ ઇમેઇલ પર તેઓ આમંત્રણની સાથે સાથે તમારા સ્ટોર સંબંધિત કોઈ પણ ઇમેઇલ નોટિફિકેશન મેળવશે. સમાન ભૂમિકાઓ ધરાવતા એક કરતા વધુ વપરાશકર્તાઓને આમંત્રિત કરવા માટે, તેમનાં દરેકનાં ઇમેઇલ ઍડ્રેસ ઉમેરો.
વૈકલ્પિક: જો તમે ન ઇચ્છતા હો કે વપરાશકર્તાએ પાસકી અથવા ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન જેવી સુરક્ષિત સાઇન-ઇન પદ્ધતિ વડે લૉગ ઇન કરવું પડે, તો સુરક્ષિત સાઇન-ઇન પદ્ધતિ વિભાગમાં ટૉગલ બંધ કરો. આ સેટિંગ ડિફૉલ્ટ રૂપે ચાલુ હોય છે અને તે Shopify POS ને લાગુ પડતું નથી. જો તમારી સંસ્થાને તમામ વપરાશકર્તાઓ માટે સુરક્ષિત સાઇન-ઇન પદ્ધતિની જરૂર હોય, તો તમે આ સેટિંગ બદલી શકતા નથી.
ભૂમિકાઓ અને ગ્રુપ વિભાગમાં,
અસાઇન કરો પર ક્લિક કરો.
કોઈ ભૂમિકા કે ગ્રુપ પસંદ કરો અથવા નવી ભૂમિકા બનાવો. અતિરિક્ત ભૂમિકાઓ કે ગ્રુપ અસાઇન કરવા માટે
અસાઇન કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક: પરવાનગીનો સારાંશ વિભાગમાં, અસાઇન કરેલી તમામ ભૂમિકાઓ માટેની પરવાનગીઓ રિવ્યૂ કરો. જો એવી કોઈ પરવાનગીઓ હોય જેને તમે શામેલ કરવા માંગતા ન હો, તો તમે ભૂમિકામાં ફેરફાર કરી શકો છો અથવા નવી ભૂમિકા બનાવી શકો છો.
સાચવો પર ક્લિક કરો.
આમંત્રણ સ્વીકારો
જો તમને Shopify સ્ટોર અથવા સંસ્થામાં જોડાવાનું આમંત્રણ મળે છે, તો તમારી પાસે આમંત્રણ સ્વીકારવા માટે 7 દિવસનો સમય છે.
પગલાં:
- આમંત્રણના ઇમેઇલમાંથી, આમંત્રણ સ્વીકારો પર ક્લિક કરો.
- તમારા Shopify એકાઉન્ટમાં લૉગ ઇન કરો. જો તમારી પાસે એકાઉન્ટ ન હોય, તો Shopify એકાઉન્ટ નીચેની માહિતી દાખલ કરીને બનાવો:
- ઇમેઇલ ઍડ્રેસ
- પહેલું નામ અને છેલ્લું નામ
- વૈકલ્પિક: ફોન નંબર
- પાસવર્ડ
- તમને જે સ્ટોરમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે તેના નામ પર ક્લિક કરો.
જો તમારા આમંત્રણ ઇમેઇલની લિંક હવે કામ કરતી નથી, તો નવું આમંત્રણ મોકલવાની વિનંતી કરવા માટે તે મોકલનાર ઍડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો.
માત્ર POS ઍપના વપરાશકર્તાઓ ઉમેરો
તમે માત્ર POS ઍપના એવા વપરાશકર્તાઓને ઉમેરી શકો છો કે જેઓ માત્ર Shopify POS ઍપનો જ ઍક્સેસ ધરાવે છે. માત્ર POS ઍપના વપરાશકર્તાઓને ઇમેઇલ ઍડ્રેસની જરૂર હોતી નથી. તેઓ Shopify POS ઍપ ઍક્સેસ કરવા માટે PINનો ઉપયોગ કરે છે.
જ્યારે તમે માત્ર POS ઍપના વપરાશકર્તાને કોઈ POS ભૂમિકા અસાઇન કરો છો, ત્યારે તમે વ્યાખ્યાયિત કરો છો કે વપરાશકર્તા Shopify POS ઍપમાં શું કરી શકે છે. પૉઇન્ટ ઑફ સેલ પરવાનગીઓ વિશે વધુ જાણો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > વપરાશકર્તાઓ પર જાઓ.
વપરાશકર્તાઓ ઉમેરો પર ક્લિક કરો.
વપરાશકર્તાની વિગતો વિભાગમાં, પૉઇન્ટ ઑફ સેલ વપરાશકર્તા પસંદ કરો.
વપરાશકર્તાનું પ્રથમ નામ અને છેલ્લું નામ દાખલ કરો. તમે વપરાશકર્તાનું ઇમેઇલ ઍડ્રેસ અને ફોન નંબર પણ દાખલ કરી શકો છો.
ઉમેરો પર ક્લિક કરો. વપરાશકર્તા માટે આપમેળે એક PIN જનરેટ થાય છે.
ભૂમિકાઓ અથવા ભૂમિકાઓ અને ગ્રુપ્સ વિભાગમાં,
અસાઇન કરો પર ક્લિક કરો.
કોઈ POS ભૂમિકા પસંદ કરો.
વૈકલ્પિક: જનરેટ કરેલો PIN બદલવા માટે, વપરાશકર્તાના નામની બાજુમાં આપેલા PIN પર ક્લિક કરો અને પછી નવો PIN દાખલ કરો અથવા કોઈ પણ રેન્ડમ PIN જનરેટ કરો. સ્ટાફ આ PIN નો ઉપયોગ Shopify POS ઍક્સેસ કરવા માટે કરે છે. ખાતરી કરો કે તમારા સ્ટાફને તેમનો PIN ખબર હોય.
સાચવો પર ક્લિક કરો.