Shopify દ્વારા મેનેજ કરવામાં આવતી ભૂમિકાઓ
કેટલીક ભૂમિકાઓને Shopify દ્વારા મેનેજ કરવામાં આવે છે. જે ભૂમિકાઓને Shopify દ્વારા મેનેજ કરવામાં આવે છે તેમને કસ્ટમાઇઝ કરી શકાતી નથી અને ડિલીટ પણ કરી શકાતી નથી. તેમાં માલિક અને એડમિનિસ્ટ્રેટરની ભૂમિકાઓ તેમજ પૉઇન્ટ ઑફ સેલ અને ઍપ ડેવલપરની ભૂમિકાઓ જેવી વધુ વિશિષ્ટ ભૂમિકાઓ સામેલ છે.
દરેક સ્ટોર માત્ર એક જ સ્ટોર માલિક ધરાવે છે અને દરેક સંસ્થા માત્ર એક જ ઑર્ગેનાઇઝેશન ઓનર ધરાવે છે. સંસ્થામાં દરેક સ્ટોર પાસે સ્ટોર માલિક હોય છે.
એડમિનિસ્ટ્રેટર ભૂમિકાઓ એ ઉચ્ચ વિશ્વાસવાળી ભૂમિકાઓ છે કે જેને તમારા સ્ટોર, સંસ્થા અથવા પૉઇન્ટ ઑફ સેલ ચેનલનો ઉચ્ચ સ્તરનો ઍક્સેસ હોય છે, અને તે બહુવિધ વપરાશકર્તાઓને અસાઇન કરી શકાય છે.
Shopify દ્વારા સંચાલિત ભૂમિકાઓને કસ્ટમાઇઝ અથવા ડિલીટ કરી શકાતી નથી.
તમે તમારા Shopify ઍડમિનના સેટિંગ > વપરાશકર્તાઓ > ભૂમિકાઓ પેજ પર Shopify દ્વારા સંચાલિત ભૂમિકાઓને ઓળખી શકો છો. જો તમે પાર્ટનર સંસ્થાનો ભાગ હો, તો તમારા પાર્ટનર ડેશબોર્ડ પરથી, સંસ્થા > વપરાશકર્તાઓ > ભૂમિકાઓ પર જાઓ. Shopify દ્વારા સંચાલિત ભૂમિકાઓને નીચેની રીતોથી ઓળખવામાં આવે છે:
- ભૂમિકાઓ ઇન્ડેક્સ પેજ પર, ભૂમિકા પસંદ કરવા માટે ચેકબૉક્સને ક્લિક કરી શકાતું નથી.
- ભૂમિકાના વિગતો પેજ પર, તે Shopify દ્વારા સંચાલિત ભૂમિકા વિભાગ દ્વારા સૂચવવામાં આવે છે.
આ પેજ પર
માલિકની ભૂમિકાઓ માટેની વિચારણાઓ
તમારા Shopify એકાઉન્ટમાંની પ્રત્યેક સંસ્થા અને સ્ટોરના એક માલિક હોવા આવશ્યક છે. ઑર્ગેનાઇઝેશન ઓનર અને સ્ટોર માલિક ભૂમિકાઓને અનુક્રમે સંસ્થા અથવા સ્ટોરમાં તમામ સુવિધાઓનો સંપૂર્ણ ઍક્સેસ હોય છે અને તે તે ક્ષેત્રો માટે પરવાનગીનું ઉચ્ચતમ સ્તર ધરાવે છે.
દરેક સ્ટોરના માત્ર એક જ સ્ટોર માલિક હોય છે અને દરેક સંસ્થાના માત્ર એક જ ઑર્ગેનાઇઝેશન ઓનર હોય છે. માલિક સામાન્ય રીતે તે વ્યક્તિ હોય છે કે જેણે સ્ટોર અથવા સંસ્થા બનાવી છે.
Shopify તરફથી ઇમેઇલ મેસેજ સ્ટોર માલિકના ઇમેઇલ ઍડ્રેસ પર મોકલવામાં આવે છે.
સ્ટોર અને ઑર્ગેનાઇઝેશન ઓનર માટે નીચેની વિચારણાઓનું રિવ્યૂ કરો.
સ્ટોર અને સંસ્થાઓ માટે માલિકીનું માળખું
- દરેક સંસ્થામાં માત્ર એક જ ઑર્ગેનાઇઝેશન ઓનર હોય છે અને સંસ્થામાં દરેક સ્ટોરના માત્ર એક જ સ્ટોર માલિક હોય છે.
- એક વપરાશકર્તા ઑર્ગેનાઇઝેશન ઓનર અને સ્ટોર માલિક એમ બંને હોઈ શકે છે.
- સંસ્થામાં પ્રત્યેક સ્ટોરના અલગ-અલગ સ્ટોર માલિક હોઈ શકે છે.
- જ્યારે સંસ્થામાં કોઈ નવો સ્ટોર બનાવવામાં આવે, ત્યારે ઑર્ગેનાઇઝેશન ઓનર પાસે ડિફૉલ્ટ રૂપે નવા સ્ટોરનો ઍક્સેસ ન હોઈ શકે. સંસ્થામાં નવા સ્ટોરનો ઍક્સેસ મેળવવા વિશે વધુ જાણો.
સ્ટોર માલિકનો ઍક્સેસ
- નીચેની ક્રિયાઓ માત્ર સ્ટોર માલિક માટે જ ઉપલબ્ધ છે, અને તેમની પરવાનગીઓ ગમે તે હોય તો પણ અન્ય કોઈ પ્રકારના વપરાશકર્તા માટે અનુપલબ્ધ છે:
- Shopify Payments મેનેજ કરવું
- Shopify Balance એકાઉન્ટ બનાવવું અને મેનેજ કરવું
- Shopify Capital સેટિંગને ઍક્સેસ કરવું
- સ્ટોર નિષ્ક્રિય કરવો
- માલિકી ટ્રાન્સફર કરવી અથવા બદલવી
- એક્ટિવેટ કરવા માટે જેને Shopify સપોર્ટની મદદની જરૂર હોય તેવી કેટલીક વૈકલ્પિક અથવા અર્લી ઍક્સેસ સુવિધાઓ માટે સ્ટોર માલિક દ્વારા વિનંતી કરવી આવશ્યક છે
- જો તમારી સંસ્થા ભૂમિકા-આધારિત ઍક્સેસ કંટ્રોલ મૉડલ નો ઉપયોગ કરતી હોય, તો ઑર્ગેનાઇઝેશન ઓનર અને ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટરની ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ પણ સ્ટોર માલિકને બદલીને સંસ્થાના અન્ય સક્રિય વપરાશકર્તાને બનાવી શકે છે.
વપરાશકર્તા મેનેજમેન્ટ માટેની વિચારણાઓ
- તમે અન્ય વપરાશકર્તાઓની જેમ જ વપરાશકર્તાને સ્ટોર માલિક અથવા ઑર્ગેનાઇઝેશન ઓનરની ભૂમિકા અસાઇન કરી શકતા નથી. તેના બદલે, વર્તમાન માલિક નવા વપરાશકર્તાને માલિકી બદલી શકે છે.
- ઑર્ગેનાઇઝેશન ઓનર પાસે સંસ્થાના ફિચર્સ અને મેનેજમેન્ટનો સંપૂર્ણ ઍક્સેસ હોય છે, અને તેઓ સંસ્થાની અંદરના સ્ટોર્સમાં મોટાભાગના કાર્યો જોઈ શકે છે તેમજ કરી શકે છે. જો તમારી સંસ્થા ભૂમિકા-આધારિત ઍક્સેસ કંટ્રોલ મૉડલનો ઉપયોગ કરતી હોય, તો ઑર્ગેનાઇઝેશન ઓનર સ્ટોર માલિક પણ બદલી શકે છે.
- જો કોઈ સ્ટોર સંસ્થાનો ભાગ હોય, તો સંસ્થામાંના સ્ટોર માલિકો ભૂમિકાઓ બનાવી શકતા નથી કે મેનેજ કરી શકતા નથી.
Shopify દ્વારા મેનેજ કરવામાં આવતી ભૂમિકાઓ
નીચેની ભૂમિકાઓ Shopify દ્વારા સંચાલિત થાય છે અને તે વેપારીની સંસ્થાઓ સાથે સંબંધિત હોઈ શકે છે. નીચેના ટેબલમાં દરેક ભૂમિકા, તેની કૅટેગરી, તેને અસાઇન કરી શકતી ભૂમિકાઓ અને સંપૂર્ણ વર્ણનની લિંકને સૂચિબદ્ધ કરવામાં આવી છે. કેટલીક ભૂમિકાઓ માત્ર Shopify પાર્ટનર સંસ્થામાં જ અસાઇન કરવામાં આવે છે. તમારી સંસ્થાના કોઈ વપરાશકર્તા કદાચ આમાંથી કોઈ એક ભૂમિકા ધરાવતા હોય શકે છે, પરંતુ તમે જાતે જ ભૂમિકાને અસાઇન કરી શકતા નથી.
| ભૂમિકા | ભૂમિકાની કૅટેગરી | આના દ્વારા અસાઇન કરેલ | વર્ણન |
|---|---|---|---|
| એડમિનિસ્ટ્રેટર | સંસ્થા | સ્ટોર માલિક, એડમિનિસ્ટ્રેટર | સિંગલ-સ્ટોર સંસ્થામાં લગભગ તમામ સુવિધાઓ અને સંસાધનો માટે પરવાનગીઓ પ્રદાન કરતી ઉચ્ચ-વિશ્વાસવાળી ભૂમિકા. |
| ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર | સંસ્થા | ઑર્ગેનાઇઝેશન ઓનર, ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર | સંસ્થા અને તમામ સ્ટોરમાં લગભગ તમામ સુવિધાઓ અને સંસાધનો માટે પરવાનગીઓ પ્રદાન કરતી ઉચ્ચ-વિશ્વાસવાળી ભૂમિકા. |
| POS એડમિનિસ્ટ્રેટર | સંસ્થા | સ્ટોર માલિક, એડમિનિસ્ટ્રેટર, POS એડમિનિસ્ટ્રેટર | સિંગલ-સ્ટોર સંસ્થામાં તમામ Shopify POS સુવિધાઓ અને સંસાધનોની ઍક્સેસ પ્રદાન કરે છે. |
| ઑર્ગેનાઇઝેશન POS એડમિનિસ્ટ્રેટર | સંસ્થા | ઑર્ગેનાઇઝેશન ઓનર, ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર, ઑર્ગેનાઇઝેશન POS એડમિનિસ્ટ્રેટર | સંસ્થાના તમામ સ્ટોરની તમામ Shopify POS સુવિધાઓ અને સંસાધનોનો ઍક્સેસ પ્રદાન કરે છે. |
| ઍપ ડેવલપર | સંસ્થા | ઑર્ગેનાઇઝેશન ઓનર, ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર | Dev Dashboard, કસ્ટમ ઍપની રચના અને મેનેજમેન્ટ, ઍપ પ્રદર્શન મૉનિટરિંગ અને ઍપ સેટિંગ કન્ફિગરેશનનો ઍક્સેસ પ્રદાન કરે છે. |
| સ્ટોર યુઝર એડમિનિસ્ટ્રેટર | સ્ટોર | ઑર્ગેનાઇઝેશન ઓનર, ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર, સ્ટોર માલિક, સ્ટોર યુઝર એડમિનિસ્ટ્રેટર | સંસ્થામાંના ચોક્કસ સ્ટોર માટે વપરાશકર્તાના મેનેજમેન્ટની પરવાનગીઓ પ્રદાન કરે છે. |
| POS સંપૂર્ણ પરવાનગીઓ | POS | ઑર્ગેનાઇઝેશન ઓનર, ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર, ઑર્ગેનાઇઝેશન POS એડમિનિસ્ટ્રેટર, સ્ટોર માલિક, સ્ટોર યુઝર એડમિનિસ્ટ્રેટર, POS સંપૂર્ણ પરવાનગીઓ | POS વપરાશકર્તા મેનેજમેન્ટ સહિત, અસાઇન કરેલ સ્ટોરમાં તમામ Shopify POS સુવિધાઓ અને સંસાધનોનો ઍક્સેસ પ્રદાન કરે છે. |
| POS યુઝર એડમિનિસ્ટ્રેટર | POS | ઑર્ગેનાઇઝેશન ઓનર, ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર, ઑર્ગેનાઇઝેશન POS એડમિનિસ્ટ્રેટર, સ્ટોર માલિક, સ્ટોર યુઝર એડમિનિસ્ટ્રેટર, POS સંપૂર્ણ પરવાનગીઓ | અસાઇન કરેલ સ્ટોરમાં POS વપરાશકર્તા મેનેજમેન્ટની પરવાનગીઓ પ્રદાન કરે છે. |
| POS ઉપકરણ સેટઅપ | POS | ઑર્ગેનાઇઝેશન ઓનર, ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર, સ્ટોર માલિક, સ્ટોર યુઝર એડમિનિસ્ટ્રેટર | ઉપકરણો પર Shopify POS ઍપ સેટ કરવાની ઍક્સેસ પ્રદાન કરે છે. |
| સહયોગી ઍક્સેસ | પાર્ટનર | પાર્ટનર ઑર્ગેનાઇઝેશન ઓનર, પાર્ટનર ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર | પાર્ટનર સંસ્થાના સભ્યને અસાઇન કરેલા સહયોગી સ્ટોર્સનો ઍક્સેસ પ્રદાન કરે છે. |
સંસ્થાની ભૂમિકાઓ
સંસ્થાની ભૂમિકાઓ સંસ્થાના સ્તરે પરવાનગીઓ પ્રદાન કરે છે. નીચેની સંસ્થાની ભૂમિકાઓ ઉપલબ્ધ છે:
- એડમિનિસ્ટ્રેટર
- POS એડમિનિસ્ટ્રેટર
- ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર
- ઑર્ગેનાઇઝેશન POS એડમિનિસ્ટ્રેટર
- ઍપ ડેવલપર
એડમિનિસ્ટ્રેટર ભૂમિકા
એડમિનિસ્ટ્રેટર ભૂમિકા માત્ર એવી સિંગલ-સ્ટોર સંસ્થાઓ માટે ઉપલબ્ધ છે જે Shopify Plus પ્લાન પર ન હોય.
એડમિનિસ્ટ્રેટર ભૂમિકા એ ઉચ્ચ-વિશ્વાસવાળી ભૂમિકા છે, જે વપરાશકર્તા મેનેજમેન્ટ સહિત તમારા સ્ટોરની લગભગ બધી સુવિધાઓ અને સંસાધનો માટે પરવાનગીઓ પ્રદાન કરે છે.
એડમિનિસ્ટ્રેટર ભૂમિકાની પરવાનગીઓ માટે નીચેની મર્યાદાઓ છે:
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ માલિકીમાં ફેરફારો કરી શકતા નથી.
- આ ભૂમિકા માત્ર સ્ટોર માલિક અને એડમિનિસ્ટ્રેટર ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ જ અસાઇન કરી શકે છે.
- પરવાનગીનાં નિયંત્રણો, જેમ કે અસાઇન કરેલાં કંપનીનાં સ્થાનો પર પરવાનગીઓ પ્રતિબંધિત કરો સ્ટોરની પરવાનગી, આ ભૂમિકા પર લાગુ થતાં નથી.
POS એડમિનિસ્ટ્રેટર ભૂમિકા
POS એડમિનિસ્ટ્રેટર ભૂમિકા માત્ર એવી સિંગલ-સ્ટોર સંસ્થાઓ માટે ઉપલબ્ધ છે જે Shopify Plus પ્લાન પર ન હોય.
POS એડમિનિસ્ટ્રેટર ભૂમિકા, POS વપરાશકર્તા મેનેજમેન્ટ સહિત તમારા સ્ટોરની બધી Shopify Point of Sale (POS) સુવિધાઓ અને સંસાધનોનો ઍક્સેસ પ્રદાન કરે છે.
POS એડમિનિસ્ટ્રેટર ભૂમિકા નીચેની પરવાનગીઓ પ્રદાન કરે છે:
- તમારા સ્ટોરમાં બધી POS સુવિધાઓ અને POS સ્થાનો ઍક્સેસ કરો.
- POS ઍપ વડે નવાં ઉપકરણો સેટઅપ કરો અથવા અપડેટ કરો.
- માત્ર POS વપરાશકર્તાઓ અને POS ભૂમિકાઓ જુઓ, ઉમેરો, એડિટ કરો અને ડિલીટ કરો.
- વપરાશકર્તાઓ માટે POS ભૂમિકાઓ અસાઇન કરો અને હટાવો (માત્ર POS વપરાશકર્તાઓ પૂરતું મર્યાદિત નથી).
POS એડમિનિસ્ટ્રેટર ભૂમિકાની પરવાનગીઓ માટે નીચેની મર્યાદાઓ છે:
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ નૉન-POS ભૂમિકાઓ ઉમેરી, એડિટ કે ડિલીટ કરી શકતા નથી.
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ, વપરાશકર્તાઓ માટે ગ્રુપ્સ અસાઇન કે હટાવી શકતા નથી.
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ પાસે ઍક્સેસની શરતો જોડાયેલી હોઈ શકતી નથી.
- આ ભૂમિકા માત્ર સ્ટોર માલિક અને સમાન અથવા તેનાથી વધારે વપરાશકર્તા મેનેજમેન્ટનો વિશેષાધિકાર ધરાવતા એડમિનિસ્ટ્રેટર જ અસાઇન કરી શકે છે.
ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર ભૂમિકા
ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર ભૂમિકા માત્ર Shopify Plus પ્લાન પરના સ્ટોર્સ અથવા મલ્ટિ-સ્ટોર સંસ્થામાંના સ્ટોર્સ માટે જ ઉપલબ્ધ છે.
ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર ભૂમિકા એ ઉચ્ચ-વિશ્વાસવાળી સંસ્થાની ભૂમિકા છે, જે વપરાશકર્તા મેનેજમેન્ટ સહિત તમારી સંસ્થા અને સંસ્થાના તમામ સ્ટોર્સમાં લગભગ બધી સુવિધાઓ અને સંસાધનો માટે પરવાનગીઓ પ્રદાન કરે છે.
ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર ભૂમિકાની પરવાનગીઓ માટે નીચેની મર્યાદાઓ છે:
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ ઑર્ગેનાઇઝેશન ઓનરને બદલી શકતા નથી. તેઓ સંસ્થાના સ્ટોરના સ્ટોર માલિકને બદલીને સંસ્થાના અન્ય સક્રિય વપરાશકર્તાને બનાવી શકે છે.
- આ ભૂમિકા માત્ર ઑર્ગેનાઇઝેશન ઓનર અને ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ જ અસાઇન કરી શકે છે.
- પરવાનગીનાં નિયંત્રણો, જેમ કે અસાઇન કરેલાં કંપનીનાં સ્થાનો પર પરવાનગીઓ પ્રતિબંધિત કરો સ્ટોરની પરવાનગી, આ ભૂમિકા પર લાગુ થતાં નથી.
ઑર્ગેનાઇઝેશન POS એડમિનિસ્ટ્રેટર ભૂમિકા
ઑર્ગેનાઇઝેશન POS એડમિનિસ્ટ્રેટર ભૂમિકા માત્ર Shopify Plus પ્લાન પરના સ્ટોર્સ અથવા મલ્ટિ-સ્ટોર સંસ્થામાંના સ્ટોર્સ માટે જ ઉપલબ્ધ છે.
ઑર્ગેનાઇઝેશન POS એડમિનિસ્ટ્રેટર ભૂમિકા એ ઉચ્ચ-વિશ્વાસવાળી સંસ્થાની ભૂમિકા છે, જે POS વપરાશકર્તા મેનેજમેન્ટ સહિત સંસ્થામાંની બધી Shopify Point of Sale (POS) સુવિધાઓ અને સંસાધનોનો ઍક્સેસ પ્રદાન કરે છે.
ઑર્ગેનાઇઝેશન POS એડમિનિસ્ટ્રેટર ભૂમિકા નીચેની પરવાનગીઓ પ્રદાન કરે છે:
- સંસ્થાના બધા સ્ટોર્સમાં બધી POS સુવિધાઓ અને POS સ્થાનો ઍક્સેસ કરો.
- POS ઍપ વડે નવાં ઉપકરણો સેટઅપ કરો અથવા અપડેટ કરો.
- માત્ર POS વપરાશકર્તાઓ અને POS ભૂમિકાઓ જુઓ, ઉમેરો, એડિટ કરો અને ડિલીટ કરો.
- વપરાશકર્તાઓ માટે POS ભૂમિકાઓ અસાઇન કરો અને હટાવો (માત્ર POS વપરાશકર્તાઓ પૂરતું મર્યાદિત નથી).
ઑર્ગેનાઇઝેશન POS એડમિનિસ્ટ્રેટર ભૂમિકાની પરવાનગીઓ માટે નીચેની મર્યાદાઓ છે:
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ નૉન-POS ભૂમિકાઓ ઉમેરી, એડિટ કે ડિલીટ કરી શકતા નથી.
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ, વપરાશકર્તાઓ માટે ગ્રુપ્સ અસાઇન કરી શકતા નથી કે હટાવી શકતા નથી, જે માત્ર Plus પ્લાન પર ઉપલબ્ધ છે.
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ પાસે ઍક્સેસની શરતો જોડાયેલી હોઈ શકતી નથી.
- આ ભૂમિકા માત્ર ઑર્ગેનાઇઝેશન ઓનર અને સમાન અથવા તેનાથી વધારે વપરાશકર્તા મેનેજમેન્ટનો વિશેષાધિકાર ધરાવતા એડમિનિસ્ટ્રેટર જ અસાઇન કરી શકે છે.
ઍપ ડેવલપર ભૂમિકા
ઍપ ડેવલપર ભૂમિકા એ સંસ્થાની એક એવી ભૂમિકા છે જે સંસ્થામાં ઍપ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ સ્ટોર બનાવવાના ઍક્સેસને પ્રદાન કરે છે.
ઍપ ડેવલપર ભૂમિકા નીચેની પરવાનગીઓ પ્રદાન કરે છે:
- સંસ્થાના Dev Dashboard ને ઍક્સેસ કરો.
- કસ્ટમ ઍપ્સ બનાવો અને મેનેજ કરો.
- ઍપના પ્રદર્શન અને વપરાશનું નિરીક્ષણ કરો.
- ઍપનાં સેટિંગ્સ અને પરવાનગીઓ કન્ફિગર કરો.
- ડેવલપમેન્ટ સ્ટોર જુઓ, બનાવો અને ડિલીટ કરો.
ઍપ ડેવલપર ભૂમિકાની પરવાનગીઓ માટે નીચેની મર્યાદાઓ છે:
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ પ્રોડક્શન સ્ટોર્સ ઍક્સેસ કરી શકતા નથી.
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ નાણાકીય કે બિલિંગ માહિતી ઍક્સેસ કરી શકતા નથી.
- આ ભૂમિકા માત્ર ઍપ ડેવલપમેન્ટ ઍક્સેસ પ્રદાન કરે છે. તે સ્ટોર પર ઇન્સ્ટૉલ કરેલી ઍપ્સના ઉપયોગ કરવા કે મેનેજ કરવા માટેનો ઍક્સેસ પ્રદાન કરતી નથી, જે સ્ટોર પરવાનગીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
સ્ટોરની ભૂમિકાઓ
તમે તમારા સ્ટોરમાં વપરાશકર્તાઓને નીચેની સ્ટોરની ભૂમિકાઓ અસાઇન કરી શકો છો. નીચેની સ્ટોરની ભૂમિકાઓ ઉપલબ્ધ છે:
સ્ટોર યુઝર એડમિનિસ્ટ્રેટર ભૂમિકા
સ્ટોર યુઝર એડમિનિસ્ટ્રેટર ભૂમિકા એ સ્ટોરની એવી ભૂમિકા છે જે તમારી સંસ્થામાં ચોક્કસ સ્ટોર્સ માટે વપરાશકર્તા મેનેજમેન્ટ પરવાનગીઓ પ્રદાન કરે છે.
આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ તેમના અસાઇન કરેલા સ્ટોર્સમાં બધા વપરાશકર્તાઓને મેનેજ કરી શકે છે. સ્ટોર યુઝર એડમિનિસ્ટ્રેટર ભૂમિકાની પરવાનગીઓ માટે નીચેની મર્યાદાઓ છે:
- આ ભૂમિકા વપરાશકર્તાઓને નીચેનામાંથી કોઈપણ સંસ્થા-સ્તરનાં વપરાશકર્તા મેનેજમેન્ટ કાર્યોનો ઍક્સેસ પ્રદાન કરતી નથી:
- વપરાશકર્તા ભૂમિકાઓ બનાવો અથવા એડિટ કરો.
- સંસ્થામાંથી વપરાશકર્તાઓને ડિલીટ કરો.
- ઑર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટર જેવી સંસ્થા-સ્તરની વપરાશકર્તા ભૂમિકાઓ અસાઇન કરો.
- ગ્રુપ્સ બનાવો, એડિટ કરો, ડિલીટ કરો, અસાઇન કરો અથવા ગ્રુપ્સમાંથી વપરાશકર્તાઓને હટાવો.
- વપરાશકર્તાઓને સસ્પેન્ડ કરો.
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ પ્રોડક્ટ્સ કે ઑર્ડર્સ જેવા નૉન-યુઝર સંસાધનો જોઈ, બનાવી, એડિટ કે ડિલીટ કરી શકતા નથી.
POS ભૂમિકાઓ
Shopify Point of Sale (POS) સુવિધાઓ અને સંસાધનોનો ઉપયોગ કરતા સ્ટોર્સ માટે, તમે વપરાશકર્તાઓને નીચેની POS ભૂમિકાઓ અસાઇન કરી શકો છો. નીચેની POS ભૂમિકાઓ ઉપલબ્ધ છે:
POS પૂર્ણ પરવાનગીઓની ભૂમિકા
POS પૂર્ણ પરવાનગીઓની ભૂમિકા એ ઉચ્ચ-વિશ્વાસવાળી ભૂમિકા છે જે POS વપરાશકર્તા મેનેજમેન્ટ સહિત અસાઇન કરેલા સ્ટોર્સમાં બધી POS સુવિધાઓ અને સંસાધનોનો ઍક્સેસ પ્રદાન કરે છે.
POS પૂર્ણ પરવાનગીઓની ભૂમિકા નીચેની પરવાનગીઓ પ્રદાન કરે છે:
- સોંપેલ સ્ટોરમાં તમામ POS સુવિધાઓ અને POS સ્થાનોને ઍક્સેસ કરો.
- સોંપેલ સ્ટોરમાં માત્ર POS વપરાશકર્તાઓને ઉમેરો અને કાઢી નાખો.
- સોંપેલ સ્ટોરમાં વપરાશકર્તાઓ માટે POS ભૂમિકાઓ સોંપો અને દૂર કરો (માત્ર-POS વપરાશકર્તાઓ પૂરતું મર્યાદિત નથી).
POS સંપૂર્ણ પરવાનગીઓની ભૂમિકામાં નીચે મુજબની પરવાનગીની મર્યાદાઓ છે:
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ ભૂમિકાઓ ઉમેરી અથવા સંપાદિત કરી શકતા નથી.
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ POS ઍપ વડે નવા ઉપકરણો સેટઅપ કરી શકતા નથી અથવા તેને અપડેટ કરી શકતા નથી.
- આ ભૂમિકા માત્ર ઑર્ગેનાઇઝેશન ઓનર, સ્ટોર માલિક અને સમાન અથવા તેથી વધુ વપરાશકર્તા વ્યવસ્થાપન વિશેષાધિકાર ધરાવતા એડમિનિસ્ટ્રેટર દ્વારા જ સોંપી શકાય છે.
POS વપરાશકર્તા એડમિનિસ્ટ્રેટરની ભૂમિકા
POS વપરાશકર્તા એડમિનિસ્ટ્રેટરની ભૂમિકા એ ઉચ્ચ-વિશ્વાસવાળી ભૂમિકા છે, જે સોંપેલ સ્ટોરમાં POS માટે વપરાશકર્તા વ્યવસ્થાપનનો ઍક્સેસ પ્રદાન કરે છે.
POS વપરાશકર્તા એડમિનિસ્ટ્રેટરની ભૂમિકા નીચેની પરવાનગીઓ પ્રદાન કરે છે:
- સોંપેલ સ્ટોરમાં માત્ર POS વપરાશકર્તાઓને ઉમેરો અને કાઢી નાખો.
- સોંપેલ સ્ટોરમાં વપરાશકર્તાઓ માટે POS ભૂમિકાઓ સોંપો અને દૂર કરો (માત્ર-POS વપરાશકર્તાઓ પૂરતું મર્યાદિત નથી).
- સોંપેલ સ્ટોરમાં રૂબરૂ વેચાણની પ્રક્રિયા કરવા સહિત મૂળભૂત POS ઍપનો ઍક્સેસ.
POS વપરાશકર્તા એડમિનિસ્ટ્રેટરની ભૂમિકામાં નીચે મુજબની પરવાનગીની મર્યાદાઓ છે:
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ ભૂમિકાઓ ઉમેરી અથવા સંપાદિત કરી શકતા નથી.
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ POS ઍપ વડે નવા ઉપકરણો સેટઅપ કરી શકતા નથી અથવા તેને અપડેટ કરી શકતા નથી.
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ પાસે રિટર્ન અને એક્સચેન્જ, કસ્ટમ ડિસ્કાઉન્ટ અથવા કૅશ ટ્રૅકિંગ જેવી ઉચ્ચ POS પરવાનગીઓ હોતી નથી, સિવાય કે તેમને તે પ્રદાન કરતી કોઈ POS ભૂમિકા પણ સોંપવામાં આવી હોય.
- આ ભૂમિકા માત્ર ઑર્ગેનાઇઝેશન ઓનર, સ્ટોર માલિક અને સમાન અથવા તેથી વધુ વપરાશકર્તા વ્યવસ્થાપન વિશેષાધિકાર ધરાવતા એડમિનિસ્ટ્રેટર દ્વારા જ સોંપી શકાય છે.
POS ઉપકરણ સેટઅપની ભૂમિકા
POS ઉપકરણ સેટઅપની ભૂમિકા એ ઉચ્ચ-વિશ્વાસવાળી ભૂમિકા છે, જે કોઈપણ ઉપકરણ પર POS ઍપ સેટઅપ કરવા અને નજીકના ઉપકરણ પર લૉગ ઇન માટેની વિનંતીઓને મંજૂરી આપવાનો ઍક્સેસ પ્રદાન કરે છે.
POS ઉપકરણ સેટઅપની ભૂમિકા નીચેની પરવાનગીઓ પ્રદાન કરે છે:
- કોઈપણ ઉપકરણ પર Shopify POS માં પ્રારંભિક લૉગ ઇન કરો અથવા તેને અધિકૃત કરો.
- Shopify POS માં પહેલેથી જ લૉગ ઇન હોય તેવા ઉપકરણ પરથી નજીકના ઉપકરણ પર લૉગ ઇન કરવાની વિનંતીઓને મંજૂરી આપો.
POS ઉપકરણ સેટઅપની ભૂમિકામાં નીચે મુજબની પરવાનગીની મર્યાદાઓ છે:
- આ ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ ઉપકરણ સેટઅપ સિવાયની POS સુવિધાઓને ઍક્સેસ કરી શકતા નથી, સિવાય કે તેમની પાસે અન્ય પરવાનગીઓ હોય જે તે ઍક્સેસ પ્રદાન કરતી હોય.
- આ ભૂમિકા ઇમેઇલ-આધારિત Shopify એકાઉન્ટ ધરાવતા વપરાશકર્તાઓ, સ્ટોર મેનેજર અને મેનેજરની મંજૂરી પ્રદાન કરોની પરવાનગી ધરાવતા વપરાશકર્તાઓને સોંપી શકાય છે.
પાર્ટનરની ભૂમિકાઓ
કેટલીક ભૂમિકાઓનું વ્યવસ્થાપન Shopify પાર્ટનર સંસ્થાઓમાં કરવામાં આવે છે અને તેને વેપારી સંસ્થામાંથી સોંપી શકાતી નથી. તમે આ ભૂમિકાઓ સોંપી શકતા નથી, પરંતુ તમે તેને ધરાવતા વપરાશકર્તાઓ સાથે કામ કરી શકો છો, જેમ કે તમારા સ્ટોરમાં સહયોગી ઍક્સેસ ધરાવતા પાર્ટનર. તમે કોઈપણ સમયે તમારા સ્ટોરમાંથી પાર્ટનરનો ઍક્સેસ દૂર કરી શકો છો.
સહયોગી ઍક્સેસની ભૂમિકા
સહયોગી ઍક્સેસની ભૂમિકા પાર્ટનર સંસ્થાના સભ્યને તેમના સોંપેલ સહયોગી સ્ટોરનો ઍક્સેસ પ્રદાન કરે છે. આ ભૂમિકા માત્ર Shopify પાર્ટનર સંસ્થામાં જ સોંપવામાં આવે છે. તમે સહયોગી એકાઉન્ટની પરવાનગીઓ દ્વારા સહયોગી તમારા સ્ટોર પર શું કરી શકે છે તેને નિયંત્રિત કરી શકો છો અને તમે કોઈપણ સમયે તમારા સ્ટોરમાંથી સહયોગી એકાઉન્ટને દૂર કરી શકો છો. સંપૂર્ણ વર્ણન માટે, સહયોગી ઍક્સેસની ભૂમિકા નો સંદર્ભ લો.