ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશનને રીસેટ કરવું

જો તમે સેટિંગ > વપરાશકર્તાઓ > સુરક્ષામાં તમારા ડોમેનની માલિકી વેરિફાઇ કરી લીધી હોય, તો તમે તમારી સંસ્થાના એવા વપરાશકર્તાઓ માટે ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન રીસેટ કરી શકો છો જેઓ તેમના એકાઉન્ટમાંથી લૉકઆઉટ થઈ ગયા છે. તેનાથી તમારી સંસ્થાને Shopify સપોર્ટનો સંપર્ક કર્યા વિના, સીધા જ વપરાશકર્તા લૉકઆઉટની સમસ્યાનું નિરાકરણ લાવવાની સુવિધા મળે છે. ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન ફક્ત એવા વપરાશકર્તાઓ માટે જ રીસેટ કરી શકાય છે જેમનું ઇમેઇલ ઍડ્રેસ તમારા વેરિફાઇડ ડોમેન સાથે સંકળાયેલું છે.

ઉદાહરણ તરીકે, તમારી સંસ્થાએ ડોમેન example.com વેરિફાઇ કર્યું છે. તમારી સંસ્થાના બે વપરાશકર્તાઓ, Jonathan અને Leslie, તેમના એકાઉન્ટમાંથી લૉકઆઉટ થઈ ગયા છે. Leslie leslie@example.com ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરે છે. આ એક એવું ઇમેઇલ ઍડ્રેસ છે જે તમારા દ્વારા વેરિફાઇ કરાયેલા ડોમેનનો ઉપયોગ કરે છે, તેથી તમે Leslieનું ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન રીસેટ કરી શકો છો. Jonathan jonathan@gmail.com ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરે છે. આ એક એવું ઇમેઇલ ઍડ્રેસ છે જે સાર્વજનિક ડોમેનનો ઉપયોગ કરતું હોવાથી તમારી સંસ્થા દ્વારા તેને વેરિફાઇ કરી શકાતું નથી, તેથી તમે Jonathanનું ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન રીસેટ કરી શકતા નથી. ઍક્સેસ પાછો મેળવવા માટે, Jonathanએ રિકવરી કોડ દાખલ કરવાની જરૂર છે. જો Jonathan પાસે હવે રિકવરી કોડ ન હોય, તો Jonathanએ એકાઉન્ટ રિકવરી ફ્લોનો ઉપયોગ કરવાની જરૂર છે.

ફક્ત યોગ્ય વપરાશકર્તાઓ જ સુરક્ષા સેટિંગ્સ ઍક્સેસ કરી શકે છે. જો તમારી સંસ્થામાં કોઈ યોગ્ય વપરાશકર્તા સુરક્ષા સેટિંગ્સ ઍક્સેસ ન કરી શકે, તો લૉકઆઉટ થયેલા વપરાશકર્તાએ એકાઉન્ટ રિકવરી ફ્લોનો ઉપયોગ કરવાની જરૂર છે.

ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન રીસેટ કરો તે પહેલાં

ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન રીસેટ કરી શકો તે પહેલાં, તમારે તમારા ડોમેનની માલિકી વેરિફાઇ કરવા માટેનાં પગલાં પૂર્ણ કરવાં આવશ્યક છે. વેરિફાઇડ ડોમેન લૉકઆઉટ થયેલા વપરાશકર્તાના ઇમેઇલ ડોમેન સાથે મેળ ખાતું હોવું જોઈએ. જો તમારી પાસે સબડોમેન હોય, તો તમારે તે દરેકને અલગથી વેરિફાઇ કરવું આવશ્યક છે.

કોઈ વપરાશકર્તા માટે ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન રીસેટ કરો

જો તમારી સંસ્થાના કોઈ વપરાશકર્તા તેમના એકાઉન્ટમાંથી લૉકઆઉટ થઈ ગયા હોય, તો તમે Shopify ઍડમિનમાં તેમની વપરાશકર્તા પ્રોફાઇલમાંથી તેમનું ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન રીસેટ કરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > વપરાશકર્તાઓ પર જાઓ.

  2. તમે જે વપરાશકર્તા માટે ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન રીસેટ કરવા માગતા હોવ તેના પર ક્લિક કરો.

  3. સુરક્ષિત સાઇન-ઇન પદ્ધતિ વિભાગમાં, ઑથેન્ટિકેશન રીસેટ કરો પર ક્લિક કરો.

  4. તમારી લૉગિન માહિતી કન્ફર્મ કરો.

  5. રીસેટ પર ક્લિક કરો.

તમે વપરાશકર્તાનું ટુ-સ્ટેપ ઑથેન્ટિકેશન રીસેટ કરી લો તે પછી, જો તમારી સંસ્થા દ્વારા તે ફરજિયાત હોય, તો તમારા વપરાશકર્તાને સુરક્ષિત સાઇન-ઇન પદ્ધતિ સેટ કરવા માટે કહેવામાં આવે છે.