Shopify રિવ્યૂ પૉલિસી

જ્યારે Shopify મર્ચન્ટ ઍપ અને થીમનો ઉપયોગ કરે છે અથવા Shopify ઇકોસિસ્ટમમાંથી પાર્ટનરને કામે રાખે છે, ત્યારે તેઓ તે પાર્ટનરને નિર્ણાયક કાર્યો સોંપે છે જે તેમને તેમના વ્યવસાયો ચલાવવામાં મદદ કરે છે. રિવ્યૂ મર્ચન્ટને એ મૂલ્યાંકન કરવાની મંજૂરી આપે છે કે તેઓ જે ઍપ, થીમ અથવા સેવાઓ વિશે વિચારી રહ્યા છે તે તેમના વ્યવસાય માટે યોગ્ય છે કે નહીં. રિવ્યૂ અમારી પાર્ટનર કમ્યુનિટીને મૂલ્યવાન પ્રતિસાદ પણ પ્રદાન કરે છે.

Shopify Partner Directory, Shopify App Store અને Shopify Theme Store પરના રિવ્યૂ નિષ્પક્ષ, ઉપયોગી અને ભરોસાપાત્ર રહે તેની ખાતરી કરવા માટે, અમે પાર્ટનર પ્રોગ્રામ કરારમાં વર્ણવેલી ચોક્કસ શરતો વિકસાવી છે. જો તમે આ નિયમો અને શરતોનું પાલન ન કરો, તો Shopify એક અથવા વધુ રિવ્યૂ હટાવવા સહિતની કાર્યવાહી કરી શકે છે. ઉલ્લંઘનની ગંભીરતા અને વારંવાર થતા ઉલ્લંઘનોની સંખ્યાના આધારે વધારાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

જો તમને કોઈ નકલી, પ્રોત્સાહિત અથવા બિન-સુસંગત રિવ્યૂ જોવા મળે, તો ઉલ્લંઘનની જાણ કરો.

Shopifyની રિવ્યૂ પૉલિસી

Shopify Partner Directory, Shopify App Store અને Shopify Theme Store પરના રિવ્યૂ નિષ્પક્ષ, ઉપયોગી અને ભરોસાપાત્ર હોવા જરૂરી છે.

રિવ્યૂની અખંડિતતાનું રક્ષણ કરવા માટે, Shopify એવા રિવ્યૂને બ્લૉક કરશે અથવા હટાવશે જે અમારી પૉલિસીની વિરુદ્ધ હોય, જેમાં નીચેના પ્રકારના રિવ્યૂનો સમાવેશ થાય છે:

  • નકલી અથવા ગેરમાર્ગે દોરનારા.
  • વ્યાપારી લાભ માટે અયોગ્ય રીતે ઉપયોગમાં લેવાતા હોય.
  • આર્થિક અથવા અન્ય લાભોના બદલામાં પોસ્ટ કરવામાં આવ્યા હોય.
  • સમાન એકાઉન્ટ અથવા એક કરતાં વધુ એકાઉન્ટમાંથી એક કરતાં વધુ વખત પોસ્ટ કરવામાં આવ્યા હોય.
  • રિવ્યૂ કરનારની ઓળખ અથવા જે ઍપનો રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે તેની સાથેના તેમના કનેક્શનને લઈને ગેરમાર્ગે દોરનારા.
  • પ્રતિબંધિત અથવા ગેરકાયદેસર સામગ્રી ધરાવતા હોય અથવા તેની લિંક ધરાવતા હોય.

ઍપ રિવ્યૂ મેનેજ કરવા વિશે વધુ જાણો.

બિન-સુસંગત રિવ્યૂ ઓળખવા

Shopify બિન-સુસંગત રિવ્યૂ શોધી કાઢવા માટે અલ્ગોરિધમ, મેન્યુઅલ શોધ અને અમારા ઉલ્લંઘન ફોર્મના સમુદાય સબમિશન સહિત બહુવિધ પદ્ધતિઓ અને સ્રોતોનો ઉપયોગ કરે છે.

Shopify રિવ્યૂ પોસ્ટ કરવામાં કેમ વિલંબ કરે છે?

રિવ્યૂ સબમિટ કરવામાં આવે અને સંબંધિત લિસ્ટિંગ પેજ પર દેખાય તે વચ્ચે થોડો વિલંબ છે. આ વિલંબ Shopifyને કોઈપણ બિન-સુસંગત રિવ્યૂ શોધવા અને બ્લૉક કરવામાં મદદ કરે છે.

રિવ્યૂ પૉલિસીનું ઉલ્લંઘન

જો કોઈ પાર્ટનર અમારી રિવ્યૂ પૉલિસીનું ઉલ્લંઘન કરતા કોઈપણ વર્તનમાં સંડોવાય, તો Shopify નીચેની કાર્યવાહી સહિતની ચોક્કસ જરૂરી કાર્યવાહી કરવાનો અધિકાર ધરાવે છે:

  • બિન-સુસંગત રિવ્યૂ હટાવવા.
  • બિન-સુસંગતતા બદલ પેનલ્ટી તરીકે અમુક રિવ્યૂ હટાવવા.
  • બિન-સુસંગત રિવ્યૂમાં ફેરફાર કરવા (જો સંપૂર્ણ સંદેશ બદલાતો હોય તો Shopify ક્યારેય રિવ્યૂમાં ફેરફાર કરશે નહીં અને માત્ર વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી [PII] અથવા અમારી સ્વીકાર્ય ઉપયોગ નીતિ [AUP] વિરુદ્ધ હોય તેવું કંઈ પણ હટાવશે).
  • Shopifyના App અથવા Theme Storeમાં ઍપ કે થીમનું રેન્કિંગ ડાઉનગ્રેડ કરવું.
  • પ્રમોશનલ સ્થાનો પરથી ઍપ, થીમ અથવા Partner Directory લિસ્ટિંગને હટાવવું.
  • Shopify App Store અથવા Theme Store પરથી ઍપ કે થીમને અનપબ્લિશ કરવી.
  • Shopify Partner Directoryમાંથી પ્રોફાઇલ હટાવવી.

જ્યારે પણ શક્ય હોય, ત્યારે Shopify પાર્ટનરને સમસ્યા ઠીક કરવાની તક આપે છે. જોકે, નક્કર પુરાવા સાથેના ગંભીર ઉલ્લંઘનના કિસ્સામાં, નિરાકરણ શક્ય ન પણ બને અને Shopifyની પાર્ટનર ગવર્નન્સ ટીમ તમારું પાર્ટનર એકાઉન્ટ સમાપ્ત કરવાનું નક્કી કરી શકે છે. Shopifyના પાર્ટનર પ્રોગ્રામ પૉલિસીના અમલીકરણ વિશે વધુ જાણો.

પાર્ટનર તરીકે, જો રિવ્યૂ હટાવવામાં આવ્યો હોય તો મને કેવી રીતે ખબર પડશે?

જો રિવ્યૂ Shopifyના વિશ્વાસ અને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરે, તો રિવ્યૂ પબ્લિશ થાય ત્યારે તમને ઇમેઇલ નોટિફિકેશન પ્રાપ્ત થશે. અમારા શોધ અલ્ગોરિધમની સુરક્ષા જાળવી રાખવા માટે, જ્યારે રિવ્યૂ હટાવવામાં આવે ત્યારે Shopify તમને સૂચિત ન પણ કરે અને બિન-સુસંગત રિવ્યૂ ઓળખવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ શેર કરશે નહીં. અમે પારદર્શિતા અને Shopify મર્ચન્ટની પ્રાઇવસી જાળવવાની બાબતો અને Shopify App Store તેમજ Theme Store અને Shopify Partner Directoryની અખંડિતતા વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખવા માટે કાર્ય કરીએ છીએ ત્યારે અમે તમારી ધીરજ અને સહકારની પ્રશંસા કરીએ છીએ.

કેટલાક સબમિટ કરેલા રિવ્યૂ કેમ દેખાતા નથી?

રિવ્યૂ સબમિટ કરવાથી તે પબ્લિશ થશે જ તેવી કોઈ ખાતરી મળતી નથી અને પબ્લિશ કર્યા પછી વિવિધ કારણોસર રિવ્યૂને હટાવી પણ શકાય છે. કેટલાક રિવ્યૂ તરત જ પબ્લિશ થતા નથી, પરંતુ જેમ-જેમ રિવ્યૂ પર વિશ્વાસ વધે તેમ પછીથી તે લાઇવ થઈ શકે છે.

જો મને લાગતું હોય કે મારો કોઈ રિવ્યૂ ખોટી રીતે હટાવવામાં આવ્યો છે તો શું કરવું?

જો તમને લાગતું હોય કે કોઈ રિવ્યૂ ભૂલથી હટાવવામાં આવ્યો છે, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો. શંકાસ્પદ રિવ્યૂ ઓળખવા માટે, તમે તે રિવ્યૂ કરનાર દુકાનોના URL પ્રદાન કરી શકો છો. કોઈપણ સહાયક પુરાવા અથવા દસ્તાવેજો સાથે, દરેક રિવ્યૂને શા માટે મંજૂરી આપવી જોઈએ તેનું વિગતવાર વર્ણન શામેલ કરો.

જો Shopify નક્કી કરે કે ભૂલ થઈ છે, તો અમારી પાર્ટનર ગવર્નન્સ ટીમમાંથી કોઈ વ્યક્તિ આગળના પગલાં સાથે જવાબ આપશે. પાર્ટનર ગવર્નન્સ માત્ર એવા ઇમેઇલનો જવાબ આપશે જે ભૂલ થઈ હોવાનું સાબિત કરતા પુરાવા પ્રદાન કરે છે. આ પ્રક્રિયામાં કેટલો સમય લાગી શકે છે તેની કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી.

હું શંકાસ્પદ રિવ્યૂની જાણ કેવી રીતે કરી શકું?

જો તમને કોઈ નકલી, પ્રોત્સાહિત અથવા બિન-સુસંગત રિવ્યૂ જોવા મળે, તો તમે પાર્ટનર દ્વારા ઉલ્લંઘનની જાણ કરો ફોર્મનો ઉપયોગ કરી શકો છો. રિપોર્ટ કરવાનું કારણ વિભાગમાં, કારણ તરીકે Shopifyના નિયમો અને શરતોનું પાલન ન કરતા રિવ્યૂ પસંદ કરો. અમારી ઇકોસિસ્ટમને વિશ્વ-સ્તરની જાળવી રાખવામાં અમને મદદ કરવા બદલ તમારો આભાર!