ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોર અને સહયોગ
Shopify પાર્ટનર તરીકે, તમે Dev Dashboard માં Stores પેજ પરથી ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોર અને સહયોગ બનાવો છો અને તેનું મેનેજમેન્ટ કરો છો.
Dev Dashboard માં, તમે ક્લાયન્ટને સોંપવા માટે સ્ટોર બનાવો છો અને વેપારીની માલિકીના સ્ટોરના ઍક્સેસની વિનંતી કરો છો.
તમારા સ્ટોરને એકસાથે લિસ્ટ કરવામાં આવે છે, જે તમે સૌથી તાજેતરમાં ઍક્સેસ કરેલા સ્ટોર મુજબ ક્રમબદ્ધ હોય છે. તમે સૂચિને શોધી શકો છો, તેને સ્ટોરના પ્રકાર, પ્લાન અને સંસ્થા મુજબ ફિલ્ટર કરી શકો છો તથા તમારા ટ્રાન્સફર અને સહયોગનું સ્ટેટસ ટ્રેક કરી શકો છો.
તમે Stores અથવા તમારા નામ પર અને પછી Dev dashboard પર ક્લિક કરીને તમારા પાર્ટનર ડેશબોર્ડમાંથી Dev Dashboard ખોલી શકો છો. સંપૂર્ણ વિહંગાવલોકન માટે, Shopify.dev પર Dev Dashboard વિશે વધુ જાણો.
આ પેજ પર
સહયોગ
સહયોગ એટલે વેપારીની પહેલેથી જ માલિકીના સ્ટોર સાથેના સહયોગી સંબંધો. વેપારી તમારો ઍક્સેસ મંજૂર કરે તે પછી, સ્ટોર તમારી સ્ટોરની સૂચિમાં ઉમેરવામાં આવે છે. તમે તેમના લાઇવ સ્ટોરમાં કામ કરો છો, પરંતુ સ્ટોરની માલિકી તમારી હોતી નથી અને તે તમને ટ્રાન્સફર પણ કરવામાં આવતો નથી. જ્યારે વેપારીને વર્તમાન સ્ટોર પર કોઈ સપોર્ટ, કસ્ટમાઇઝેશન અથવા ઍપ સંબંધિત કામની જરૂર હોય, ત્યારે સહયોગનો ઉપયોગ કરો. Shopify.dev પર સહયોગ વિશે વધુ જાણો.
સહયોગી તરીકે, વેપારી નિયંત્રિત કરે છે કે તમે સ્ટોરના કયા વિસ્તારોને ઍક્સેસ કરી શકો છો.
તમે સહયોગવાળા સ્ટોરને ટ્રાન્સફર કરી શકતા નથી. જો વેપારી માલિકી સોંપે છે, તો તેઓ તે પ્રક્રિયા અલગથી શરૂ કરે છે.
ડેવ સ્ટોર
જો તમે સ્ટોર ક્લાયન્ટને સોંપવાને બદલે ઍપ અથવા થીમ બનાવી રહ્યાં હોવ અથવા તેનું ટેસ્ટિંગ કરી રહ્યાં હોવ, તો ડેવ સ્ટોરનો ઉપયોગ કરો.
ડેવ સ્ટોર સુવિધાના પ્રીવ્યૂ અને ટેસ્ટ ડેટાને સપોર્ટ કરે છે તથા ક્લાયન્ટને ટ્રાન્સફર કરી શકાતા નથી. સ્ટોરના તમામ પ્રકારના વિહંગાવલોકન અને તેમની સરખામણી માટે, Dev Dashboard માં સ્ટોર નો સંદર્ભ લો.
ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોર
ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોર એ એવા સ્ટોર છે જે તમે તમારી સંસ્થા હેઠળ ક્લાયન્ટ માટે બનાવો છો.
જ્યારે તમે Dev Dashboard માં ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોર બનાવો છો, ત્યારે તમે સ્ટોરનો દેશ અથવા પ્રદેશ પસંદ કરો છો. જ્યારે તમારા ક્લાયન્ટને Plus સુવિધાઓની જરૂર હોય, ત્યારે તમે વૈકલ્પિક રીતે Shopify Plus પસંદ કરી શકો છો.
તમે સ્ટોરને કન્ફિગર કરો છો અને પછી જ્યારે તે લાઇવ થવા માટે તૈયાર હોય ત્યારે ક્લાયન્ટને માલિકી ટ્રાન્સફર કરો છો.
ટ્રાન્સફર કર્યા પછી, સ્ટોર વેપારીની માલિકીનો બની જાય છે અને તે તમારી સંસ્થામાંથી બહાર નીકળી જાય છે.
તમે ક્લાયન્ટને સ્ટોર ટ્રાન્સફર કરો તે પહેલાં
તમે એવા ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોરને ટ્રાન્સફર કરી શકતા નથી જેમાં નીચેની કોઈપણ Shopify નાણાકીય પ્રોડક્ટ સક્રિય હોય:
- Shopify Payments, ટેસ્ટ મોડમાં Shopify Payments સહિત
- Shopify Balance
- Shopify Credit
- Shopify Capital
જો આમાંથી કોઈ એક પ્રોડક્ટ સક્રિય હોય, તો Dev Dashboardમાં સ્ટોરના મેનૂમાં સ્ટોર ટ્રાન્સફર કરો પર ક્લિક કરવાથી હજી પણ સ્ટોરના ઍડમિનમાં સેટિંગ > સામાન્ય ખૂલે છે. જોકે, તે પેજ પરનો સ્ટોર ટ્રાન્સફર કરો વિભાગ તમને સ્ટોર ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપતો નથી. તેના બદલે, આ વિભાગ સમજાવે છે કે નીચેની પરિસ્થિતિઓમાં શું કરવું:
- જો Shopify Payments સક્રિય હોય, તો તમે તેને તે વિભાગમાંથી નિષ્ક્રિય કરી શકો છો.
- જો Shopify Balance, Shopify Credit અથવા Shopify Capital સક્રિય હોય, તો તેને નિષ્ક્રિય કરવા માટે Shopify સપોર્ટનો સંપર્ક કરો.
જો તમે ટ્રાન્સફર મોકલી દો તે પછી આમાંથી કોઈ એક પ્રોડક્ટ સક્રિય કરવામાં આવે, તો જ્યારે તમારો ક્લાયન્ટ તેને સ્વીકારે ત્યારે ટ્રાન્સફર નિષ્ફળ જાય છે.
ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોરની મર્યાદાઓ
જ્યારે ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોર હજી પણ તમારી સંસ્થામાં હોય, ત્યારે નીચેની મર્યાદાઓ લાગુ પડે છે:
- તમે ફક્ત મફત ઍપ અને પાર્ટનર માટે અનુકૂળ ઍપ જ ઇન્સ્ટૉલ કરી શકો છો. કસ્ટમ અને ડ્રાફ્ટ ઍપ ઇન્સ્ટૉલ કરી શકાતી નથી.
- વાસ્તવિક ટ્રાન્ઝેક્શન સપોર્ટેડ નથી.
- સપોર્ટેડ ટેસ્ટ ચેકઆઉટ પદ્ધતિઓ માટે ટેસ્ટ ઑર્ડર નો સંદર્ભ લો.
- શિપિંગ લેબલ ફક્ત ટેસ્ટિંગ માટે છે. કાર્યકારી લેબલ ઉપલબ્ધ નથી.
- તમે ઑનલાઇન સ્ટોર માટે ખાનગી મોડ નિષ્ક્રિય કરી શકતા નથી. તમે Password લૅન્ડિંગ પેજને કસ્ટમાઇઝ કરી શકો છો અને તેનું પ્રીવ્યૂ જોઈ શકો છો.
- ક્લાયન્ટને ટ્રાન્સફર કર્યા પછી, સ્ટોર પ્રમોશન અથવા મફત ટ્રાયલ માટે યોગ્ય રહેતો નથી.
- જ્યાં સુધી સ્ટોર તમારી સંસ્થા હેઠળ હોય, ત્યાં સુધી ફાઇલ, વીડિયો અને 3D મૉડલની સ્ટોરેજ મર્યાદાઓ Basic પ્લાન સાથે મેળ ખાય છે.
Shopify.dev પર મર્યાદાઓ સહિત ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોર્સ વિશે વધુ જાણો.
Dev Dashboardમાં તમે શું કરી શકો છો
Dev dashboard માટેના તબક્કાવાર નિર્દેશો Shopify.dev પર છે. વધુ માહિતી માટે Shopify.dev પર નીચેના પેજ જુઓ:
- સ્ટોર બનાવવા અને સોંપવા માટે, ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોર્સ નો સંદર્ભ લો.
- વેપારીની માલિકી ધરાવતા લાઇવ સ્ટોર્સ માટે, સહયોગો નો સંદર્ભ લો.
- ઍપ અને થીમ ટેસ્ટિંગ માટે, ડેવ સ્ટોર્સ નો સંદર્ભ લો.
- સ્ટોર્સ કોણ બનાવી શકે છે અને ઍક્સેસ વિનંતીઓ કોણ મોકલી શકે છે, તેના માટે વપરાશકર્તા પરવાનગીઓ નો સંદર્ભ લો.