વેપારીઓ માટે 3D મૉડલ બનાવવા
જ્યારે તમે કોઈ વેપારી વતી પ્રોડક્ટના 3D મૉડલ બનાવો છો, ત્યારે મૉડલે અમુક ધોરણોને પૂર્ણ કરવા જરૂરી છે. જો તમારું મૉડલ તે ધોરણોને પૂર્ણ કરે છે, તો વેપારીને ઉચ્ચ-ગુણવત્તાવાળું, બહુમુખી મૉડલ મળે છે જેનો ઉપયોગ ઑગમેન્ટેડ રિયાલિટી (AR), વર્ચ્યુઅલ રિયાલિટી (VR), પ્રોડક્ટ રેન્ડરિંગ અને માર્કેટિંગ સહિતના ઘણા વિવિધ અનુભવો માટે થઈ શકે છે. જો મૉડલ ધોરણોને પૂર્ણ કરતું નથી, તો વેપારી મૉડલનો અસ્વીકાર કરે તેવી શક્યતા છે.
આ માર્ગદર્શિકા 3D મૉડલે પૂરા કરવા જોઈતા મૉડલિંગ ધોરણો સમજાવે છે, અને એવી કેટલીક સામાન્ય ભૂલોને હાઇલાઇટ કરે છે જે વેપારી દ્વારા મૉડલનો અસ્વીકાર કરવામાં પરિણમી શકે.
આ પેજ પર
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા 3D મૉડલિંગ સૉફ્ટવેર
વેપારીઓ માટે 3D મૉડલ બનાવવા માટે સામાન્ય રીતે નીચે આપેલા 3D સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે:
Maya
Autodesk Maya એ 3D મૉડલિંગ માટેનું ઉદ્યોગ ધોરણ છે. Mayaમાં તે તમામ સાધનો છે જેની ઉચ્ચ-ગુણવત્તાવાળા 3D મૉડલ બનાવવા માટે તમને જરૂર છે.
Blender
Blender એક મફત વિકલ્પ છે અને 3D મૉડલિંગની શરૂઆત કરવા માટે ઉત્તમ પસંદગી છે. તે 3D મૉડલ ફાઇલોના પૂર્વાવલોકન માટે પણ ઉપયોગી છે.
3ds Max
3ds Max એ Autodesk તરફથી મળતું વધુ એક 3D મૉડલિંગ સૉફ્ટવેર છે. 3ds Max એ Maya જેટલું મૉડલિંગ-કેન્દ્રિત નથી, પરંતુ તેમ છતાં તેમાં તમને જોઈતા હોય તેવા તમામ સાધનો છે.
ZBrush
Pixologicનું ZBrush એ એક સાહજિક સ્કલ્પ્ટિંગ પ્રોગ્રામ છે. ZBrushમાં નરમ સપાટીઓ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી વિગતો બનાવવી સરળ છે, પરંતુ ઑપ્ટિમાઇઝ કરેલા મેશ બનાવવા માટે તે આદર્શ નથી.
Substance Painter
Substance Painter એ એક મજબૂત સાધન છે જે તમને 3D સ્પેસમાં મૉડલ પર સીધું પેઇન્ટિંગ કરીને ઉચ્ચ-ગુણવત્તાવાળા ટેક્સચર બનાવવા દે છે. તમે તેનો ઉપયોગ GLB ફોર્મેટમાં મૉડલને એક્સપોર્ટ કરવા માટે પણ કરી શકો છો.
Photoshop
Adobe Photoshop એક વાજબી વિકલ્પ છે, પરંતુ તે 3D ટેક્સચર બનાવવા માટે Substance Painter જેટલું સારું નથી.
ઉચ્ચ-ગુણવત્તાવાળા મૉડલની લાક્ષણિકતાઓ
નીચે કેટલીક શ્રેષ્ઠ પદ્ધતિઓ આપી છે જેને તમારે પ્રોડક્ટનું મૉડલ બનાવતી વખતે અનુસરવી જોઈએ. આ શ્રેષ્ઠ પદ્ધતિઓ તમને ચોક્કસ, ઉચ્ચ-ગુણવત્તાવાળું મૉડલ તૈયાર કરવામાં મદદ કરે છે જેનો AR Quick Look, બ્રાઉઝર પરના 3D વ્યૂઅર, વર્ચ્યુઅલ રિયાલિટી અને પ્રોડક્ટ રેન્ડર સહિત વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે.
વિઝ્યુઅલ ચોકસાઈ
મૉડલ સંદર્ભ ફોટા જેવું જ દેખાય છે.
મૉડલને વાસ્તવિક દુનિયાના સ્કેલ મુજબ બનાવવામાં આવે છે. વાસ્તવિક પ્રોડક્ટના ચોક્કસ માપ મુજબ મૉડલ બનાવવા માટે મૉડલરે યોગ્ય એકમોનો ઉપયોગ કરવો જોઈએ:

મેશ ગુણવત્તા
મૉડલમાં ફક્ત એટલી જ જિયોમેટ્રી હોય છે જેટલી જરૂરી હોય:

ડાબે: જિયોમેટ્રીની જરૂરી માત્રા ધરાવતું મૉડલ. જમણે: અતિશય જિયોમેટ્રી ધરાવતું મૉડલ. મૉડલ પર કોઈ કાળા પૉલિગૉન નથી. કાળા પૉલિગૉન એ વાતની નિશાની છે કે મૉડલમાં કંઈક ખોટું થયું છે, જેમ કે બે ફેસ ઓવરલેપ થઈ રહ્યા હોય અથવા નૉર્મલ્સ કે જેને અનલૉક કરવાની જરૂર છે:

દરેક ભાગનું અલગથી મૉડલિંગ કરવામાં આવે છે અને પછી વાસ્તવિક પ્રોડક્ટને એસેમ્બલ કરતા હોય તેવી રીતે તેને એકસાથે ગોઠવવામાં આવે છે:

ડાબે: બૅગના ઘટકો અલગથી મૉડલ કરેલા છે. જમણે: બૅગના સંયુક્ત ઘટકો. સરળ ટ્રાન્ઝિશન માટે પ્રોડક્ટની કિનારીઓને બૅવલ કરવામાં આવે છે:

ડાબે: યોગ્ય રીતે બૅવલ કરેલી કિનારીઓ ધરાવતો ક્યુબ. જમણે: એવી કિનારીઓ ધરાવતો ક્યુબ જેને બૅવલ કરવામાં આવી નથી.
ફિઝિકલી-બેઝ્ડ રેન્ડરિંગ
ફિઝિકલી-બેઝ્ડ રેન્ડરિંગ (PBR) વર્કફ્લોનો ઉપયોગ કરીને ટેક્સચર એક્સપોર્ટ કરવામાં આવે છે.
GLB ફાઇલ માટે, તમારે નીચેના ટેક્સચર મૅપને એક્સપોર્ટ કરવાની જરૂર છે:
- ડિફ્યુઝ
- નૉર્મલ
- [લાલ, લીલી અને વાદળી ચેનલ પર અનુક્રમે મૅપ કરેલ ઑક્લુઝન, રફનેસ અને મેટલનેસ ધરાવતો સિંગલ મૅપ, લાલ, લીલી અને વાદળી ચેનલ પર અનુક્રમે મૅપ કરેલ ઑક્લુઝન, રફનેસ અને મેટલનેસ ધરાવતો સિંગલ મૅપ]
- એમિસિવ (વૈકલ્પિક)
મટિરિયલ ગુણવત્તા
જિયોમેટ્રી માટે અસાઇન કરેલા મટિરિયલ પ્રોડક્ટના સંદર્ભ ફોટા સાથે મેળ ખાય છે.
નીચી ગુણવત્તાવાળા મૉડલમાં કેટલીકવાર નાના તફાવતો અને બારીકાઈઓની અવગણના કરવામાં આવે છે. નાના સ્કફ, સ્ક્રેચ અને ખામીઓ મૉડલને વધુ વાસ્તવિક બનાવવામાં મદદ કરે છે:

ટેક્સચર ફાઇલો રિઝોલ્યુશન જાળવી રાખીને શક્ય તેટલી નાની છે.
મૉડલની દરેક લાક્ષણિકતા, જેમ કે રફનેસ, મેટલનેસ અને એમ્બિયન્ટ ઓક્લુઝન માટે માત્ર એક જ ટેક્સચર મેપ છે:

GLB ફાઇલ માટે, તમારે નીચેના મેપ્સ શામેલ કરવાની જરૂર છે:
- ડિફ્યુઝ
- નૉર્મલ
- [લાલ, લીલી અને વાદળી ચેનલ પર અનુક્રમે મૅપ કરેલ ઑક્લુઝન, રફનેસ અને મેટલનેસ ધરાવતો સિંગલ મૅપ, લાલ, લીલી અને વાદળી ચેનલ પર અનુક્રમે મૅપ કરેલ ઑક્લુઝન, રફનેસ અને મેટલનેસ ધરાવતો સિંગલ મૅપ]
- એમિસિવ (વૈકલ્પિક)
રિવિઝન માટે મૉડલિંગ
મેશ ક્વાડ્રેન્ગ્યુલેટેડ હોય છે, જેનો અર્થ એ છે કે તે ચાર બાજુવાળી ભૂમિતિનો ઉપયોગ કરે છે. જ્યાં સુધી જરૂરી ફાઇલ ફોર્મેટ ટ્રાયેન્ગ્યુલેટેડ (ત્રણ-બાજુવાળી) ભૂમિતિને પ્રાધાન્ય ન આપે ત્યાં સુધી ક્વાડ્રેન્ગ્યુલેટેડ ભૂમિતિ વધુ સારી છે:

ડાબે: ક્વાડ્રેન્ગ્યુલેટેડ મૉડલ. જમણે: ટ્રાયેન્ગ્યુલેટેડ મૉડલ. મૉડલરે સારી વર્કિંગ ફાઇલ જાળવી રાખી છે. ટ્રાન્સફોર્મેશન ફ્રીઝ કરવામાં આવે અથવા ઇતિહાસ ડિલીટ કરવામાં આવે તે પહેલાં મૉડલ ફાઇલનું વર્ઝન જાળવી રાખવાથી પાછળથી થતી સમસ્યાઓ ટાળવામાં મદદ મળે છે.
પોલિગન કાઉન્ટ
- પ્રોડક્ટની બધી વિગતો જાળવી રાખીને મૉડલનો પોલિકાઉન્ટ શક્ય તેટલો ઓછો રાખેલ છે.
- મૉડલ Facebook 3D પોસ્ટ્સ, AR ક્વિક લૂક અને VR જેવા અલગ-અલગ મીડિયા ફોર્મેટની પોલિકાઉન્ટ મર્યાદાઓનું પાલન કરે છે, જ્યાં મૉડલનો ઉપયોગ થઈ શકે છે.
UV લેઆઉટ
બધા UV શૅલ્સને એક જ ટેક્સચર મેપ પર મેપ કરવામાં આવ્યા છે.
બધા UV શૅલ્સ 1:1 સ્પેસમાં મૂકવામાં આવ્યા છે.
કોઈપણ UV શૅલ એકબીજા પર ઓવરલેપ થતા નથી.
UV સીમ્સ 3D મૉડલની કુદરતી સીમાઓ પર મૂકવામાં આવે છે.
યોગ્ય અનવ્રેપિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને UV શૅલ્સને મેન્યુઅલી અનવ્રેપ કરવામાં આવ્યા હતા. ઑટોમેટિક અનવ્રેપિંગ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો:

પ્રોડક્ટનું મૂળ
પ્રોડક્ટનું મૂળ પ્રોડક્ટના બેઝ પર કેન્દ્રિત છે:

એક્સપોર્ટિંગ પ્રૅક્ટિસ
- બધા ઑબ્જેક્ટને એક ઑબ્જેક્ટમાં જોડવામાં આવ્યા છે.
- બધી કિનારીઓને સૉફ્ટ કરવામાં આવી છે.
- મૉડલનો બેઝ ગ્રિડના મૂળ પર મૂકવામાં આવ્યો છે.
- બધા ટ્રાન્સફોર્મેશનને ફ્રીઝ કરવામાં આવ્યા છે.
- બધો ઇતિહાસ ડિલીટ કરવામાં આવ્યો છે.
- અન્યથા આવશ્યક ન હોય ત્યાં સુધી, મૉડલને ફક્ત એક જ મટિરિયલ અસાઇન કરવામાં આવે છે.
ટેકનિકલ આવશ્યકતાઓ
- મૉડલ વેપારીને GLB ફોર્મેટમાં મોકલવામાં આવ્યું છે. વધુ જાણવા માટે, વેપારીને પૂર્ણ થયેલ મૉડલ ડિલિવર કરવાની મુલાકાત લો.
- ફાઇલનું કુલ માપ લગભગ 4 MB હોવું જોઈએ. કેટલાક માધ્યમો માટે નાનું માપ જરૂરી હોઈ શકે છે.
- જો શક્ય હોય તો ટેક્સચર ઑપ્ટિમાઇઝ કરેલ JPG ફાઇલો હોવી જોઈએ.
સેમ્પલ મૉડલ
નીચેના મૉડલ 3D મૉડલિંગ માટેના ધોરણોની ચેકલિસ્ટના તમામ માપદંડોને પૂરા કરે છે. તમે વેપારીને પ્રદાન કરો છો તે મૉડલ સમાન ક્વૉલિટીના હોવા જોઈએ.
સૉફ્ટ પ્રોડક્ટ્સ અને હાર્ડ પ્રોડક્ટ્સ
સૉફ્ટ પ્રોડક્ટ્સનો આકાર એવો હોય છે જેને સ્પર્શ અને ગુરુત્વાકર્ષણ અસર કરી શકે છે. કપડાં, ધાબળા અને ઓશિકાં તેનાં કેટલાક ઉદાહરણ છે. સૉફ્ટ પ્રોડક્ટ્સ લવચીક દેખાવી જોઈએ. તેમાં વાસ્તવિકતા દર્શાવવા માટે કરચલીઓ અને ગડીઓ હોવી જોઈએ. સૉફ્ટ પ્રોડક્ટ્સનું મૉડલ એવી રીતે બનાવવું જોઈએ કે તેના પર ગુરુત્વાકર્ષણની અસર દેખાય. વેપારી આઇટમને કઈ રીતે પ્રદર્શિત કરવા માગે છે તે ધ્યાનમાં રાખો, જેમ કે વ્યવસ્થિત રીતે વાળેલી, હેંગર પર લટકાવેલી, અથવા સપાટ મૂકેલી.
સ્પર્શ અને ગુરુત્વાકર્ષણની અસરો હોવા છતાં હાર્ડ પ્રોડક્ટ્સ તેમનો આકાર જાળવી રાખે છે. ફુલદાની, વાસણો અને ઇલેક્ટ્રોનિક્સ તેના કેટલાક ઉદાહરણો છે. તેમાં સ્પષ્ટ કિનારીઓ અને ભૂમિતિ હોવી જોઈએ. સામાન્ય રીતે સપાટીઓ સંપૂર્ણપણે સરળ હોય છે અને તે પ્રકાશને સારી રીતે રિફ્લેક્ટ કરે છે. અપૂર્ણતાઓ ટેક્સચરમાં હાજર હોય છે, ભૂમિતિમાં નહીં. વધુ વાસ્તવિકતા માટે કિનારીઓ બેવલ કરેલી હોવી જોઈએ.

વધુ પડતી વિગતોવાળી પ્રોડક્ટ્સ અને લાર્જ-સ્કેલ પ્રોડક્ટ્સ
વધુ પડતી વિગતોવાળી પ્રોડક્ટ્સમાં એવા ટેક્સચર, લેબલ અથવા લોગો હોય છે, જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે. પ્રોડક્ટ્સ દેખાવમાં સ્પષ્ટ અને ક્રિસ્પ હોવી જોઈએ. તેમની ટેક્સચર સ્પેસ સંપૂર્ણપણે ઑપ્ટિમાઇઝ કરવી જરૂરી છે. તેમના ટેક્સચરને સ્વચ્છ રીતે પેઇન્ટ કરવા જરૂરી છે. હાઈ રિઝોલ્યુશન સાથે ટેક્સચર પેઇન્ટ કરવાનું શરૂ કરો અને જો જરૂરી હોય તો ફાઇલ કમ્પ્રેસ કરો. જો જરૂરી હોય, તો લોગો અને ટેક્સ્ટવાળા ભૂમિતિના ભાગોને UV મેપ પર વધુ જગ્યા લેવા દો.
લાર્જ-સ્કેલ પ્રોડક્ટ્સ સરેરાશ પ્રોડક્ટ કરતાં વધુ જગ્યા રોકે છે. કાઉચ, કાર અને સાયકલ તેના કેટલાક ઉદાહરણો છે. આ પ્રકારની પ્રોડક્ટ્સનું ટેક્સચર સંપૂર્ણપણે ઑપ્ટિમાઇઝ કરવું જરૂરી છે. આ પ્રોડક્ટ્સ કોઈ સીનમાં ઘણી મોટી હશે, તેથી ખેંચાયેલા અથવા લો-રિઝોલ્યુશનના ટેક્સચર યુઝરને વધુ સ્પષ્ટ દેખાશે. લાર્જ-સ્કેલ પ્રોડક્ટ્સ માટેના ટેક્સચર મોટાભાગે ઓછામાં ઓછા 2K હોવા જરૂરી છે. હાઈ રિઝોલ્યુશન ટેક્સચર સાથે પેઇન્ટ કરવાનું શરૂ કરો અને જો જરૂરી હોય, તો ફાઇલ કમ્પ્રેસ કરો.

સમયની અપેક્ષાઓ
મૉડલિંગની પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમારે વેપારી સાથે મૉડલની અપેક્ષાઓ વિશે ચર્ચા કરવી જોઈએ. વેપારીએ પ્રદાન કરેલા ફોટાઓના આધારે મૉડલ બનાવવામાં કેટલો સમય લાગશે તેનો અંદાજ તમારે તેમને આપવો જોઈએ. મૉડલ બનાવવામાં લાગતા સમયને નીચેનાં પરિબળો અસર કરી શકે છે:
- મૉડલની જટિલતા
- ટેક્સચરની જટિલતા
- વેરિઅન્ટ વિકલ્પોની સંખ્યા
- વેપારીઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલા પરિમાણોની ચોકસાઈ
- વેપારી દ્વારા પ્રદાન કરવામાં આવેલા પ્રોડક્ટના ફોટાઓની ક્વૉલિટી અને સંખ્યા
ક્વૉલિટીનો રિવ્યૂ
જ્યારે તમને લાગે કે મૉડલ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે તમે બધી પૂર્ણ કરેલી ફાઇલો મોકલો તે પહેલાં તમારે અને વેપારીએ બન્નેએ તેનો રિવ્યૂ કરવો જોઈએ. વેપારી તેમની પ્રોડક્ટ્સને સારી રીતે જાણે છે અને તેઓ કહી શકે છે કે મૉડલ તેમની પ્રોડક્ટ્સને ચોક્કસપણે રજૂ કરે છે કે નહીં.
તમારો પોતાનો રિવ્યૂ પૂર્ણ કરવા માટે, તમારે ધોરણોની ચેકલિસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. ચેકલિસ્ટનો ઉપયોગ કરવાથી ખાતરી થાય છે કે તમે વેપારીને મૉડલ મોકલો તે પહેલાં તે શક્ય હોય તેટલું સચોટ અને સારી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે ડિલિવર કર્યા પછી તમારે મૉડલમાં સુધારો કરવાની શક્યતા ઓછી રહેશે, જે મૉડલ માટેનો ટર્નઅરાઉન્ડ સમય ઘટાડે છે.
જ્યારે તમે વેપારીને મૉડલ મોકલો, ત્યારે ખાતરી કરો કે તમે નીચે મુજબ કરો છો:
- મૉડલને એવા ફોર્મેટમાં મોકલો જેનું 360 ડિગ્રીમાં નિરીક્ષણ કરી શકાય.
- મૉડલનો પ્રીવ્યૂ જોઈ શકાય તે માટે વેપારી પાસે યોગ્ય ઉપકરણ છે કે નહીં તે ચેક કરો.
- જો લાગુ પડતું હોય, તો ફાઇલ જરૂરી ફોર્મેટમાં કામ કરે છે કે નહીં તે ચેક કરો.
જ્યારે ધોરણોની ચેકલિસ્ટ પરની બધી આઇટમ પૂરી થઈ જાય અને વેપારી 3D મૉડલથી સંતુષ્ટ થઈ જાય, ત્યારે મૉડલને મંજૂર ગણી શકાય છે.
નીચે ક્વૉલિટીને લગતી કેટલીક સામાન્ય સમસ્યાઓ છે જેના કારણે વેપારી દ્વારા મૉડલને નકારી શકાય છે:
ખોટો સ્કેલ
મૉડલનું માપ વાસ્તવિક પ્રોડક્ટ જેટલું જ નથી. જ્યારે મૉડલને વાસ્તવિક પ્રોડક્ટની બાજુમાં ઑગમેન્ટેડ રિયાલિટીમાં મૂકવામાં આવે છે, ત્યારે તેઓ સમાન માપના હોવા જોઈએ.
અપ્રમાણસર ઘટકો
3D મૉડલમાં રહેલ ઘટક મૉડલના અન્ય ઘટકોના અપ્રમાણસર છે. તમે મૉડલ બનાવવાનું શરૂ કરો તે પહેલાં પ્રોડક્ટના પીસ વિશે પૂરતી માહિતી એકત્રિત કરો છો તેની ખાતરી કરો. તેનાથી બહુવિધ ઍન્ગલના રેફરન્સ ફોટા મેળવવામાં મદદ મળે છે જેથી તમે બધી બાજુઓથી ઘટકો જોઈ શકો અને તમે ફક્ત લેખિત માપન પર કામ ન કરી રહ્યાં હોવ.
ખરાબ જિયોમેટ્રી
જિયોમેટ્રીમાં એવી ભૂલો હોઈ શકે છે જે મૉડલ કેવી રીતે પ્રદર્શિત થાય છે તેને અસર કરે છે. નીચેના ઉદાહરણોમાં ધ્યાન રાખવા જેવી સામાન્ય ભૂલો આપેલી છે:
- ખરાબ સ્મૂથિંગ
- ખરાબ ચૅમ્ફરિંગ
- ચારને બદલે પાંચ સાઇઝ ધરાવતા પૉલિગન, જે પિન્ચિંગનું કારણ બની શકે છે
- Z-fighting (એક જ જગ્યાએ ડુપ્લિકેટ પૉલિગન)
- ડેસિમેશન અથવા ટ્રાઇએંગ્યુલેશન (જ્યાં શક્ય હોય ત્યાં હંમેશા ક્વૉડનો ઉપયોગ કરો)
- ક્લિપિંગ અથવા ઇન્ટરપેનિટ્રેશન
- બહુવિધ UV સેટ
- નિકાસ કરતી વખતે લાગુ કરવામાં આવેલા બહુવિધ મટિરિયલ
અનસીલ જિયોમેટ્રી
ઑગમેન્ટેડ રિયાલિટી અથવા કેટલાક અન્ય મીડિયામાં, જિયોમેટ્રીમાં છિદ્રો અને ગેપ જોવા સરળ છે. ખાતરી કરો કે બધી કિનારીઓ સીલ છે અને પૉઇન્ટ કનેક્ટ છે.
ખોટો આકાર
મૉડલનો આકાર પ્રોડક્ટ સાથે મેળ ખાતો નથી. પ્રમાણ અને આકાર કાળજીપૂર્વક તપાસો. તમારા મૉડલનો સિલુએટ પ્રોડક્ટના સંદર્ભ ફોટા સાથે મેળ ખાતો હોવો જોઈએ.
અચોક્કસ મટિરિયલ
મૉડલના મટિરિયલ પ્રોડક્ટ સાથે મેળ ખાતા નથી. વિગતવાર મટિરિયલ વિશ્વાસપાત્રતાની ચાવી છે. ખાતરી કરો કે મટિરિયલમાં યોગ્ય પ્રમાણમાં રિફ્લેક્ટિવિટી, ગ્લૉસીનેસ અને ટ્રાન્સપરન્સી હોય.
લો-રિઝોલ્યુશન અને બ્લરી ટેક્સચર
ટેક્સચર ફાઇલો લો-રિઝોલ્યુશન અને બ્લરી હોય છે. જ્યારે તમે ટેક્સચર ફાઇલો બનાવો છો, ત્યારે હાઇ રિઝોલ્યુશનથી પ્રારંભ કરો. તમને ટેક્સચર ફાઇલના કયા માપની જરૂર છે તેના આધારે તમે પછીથી રિઝોલ્યુશન ડાઉનસ્કેલ કરી શકો છો. મોબાઇલ વેબ માટે, ટેક્સચર ફાઇલો 2048 x 2048 px કરતા મોટી ન હોવી જોઈએ. માપ માટે ઑપ્ટિમાઇઝ કરવા માટે તમે વિવિધ-માપના ટેક્સચરના મિશ્રણનો ઉપયોગ કરી શકો છો.
વિકૃત UV
મૉડલના UV વિકૃત છે. UV માં ખેંચાણ કે વિકૃતિ માટે ધ્યાન રાખો. ખાતરી કરો કે જે આઇટમમાં વધુ વિગત અથવા ધ્યાનની જરૂર હોય (જેમ કે લોગો અને ટેક્સ્ટ જે પ્રદર્શિત થવી જોઈએ) તેને યોગ્ય માત્રામાં સ્પેસ આપવામાં આવી છે.
વેપારીને પૂર્ણ થયેલ મૉડલ વિતરિત કરવા
જ્યારે કોઈ મૉડલ પૂર્ણ અને મંજૂર થઈ જાય, ત્યારે તમારા અને તેમના માટે સૌથી વધુ યોગ્ય હોય તેવી કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે વેપારીને બધી મૉડલ ફાઇલો વિતરિત કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે ઇમેઇલ અથવા Dropbox નો ઉપયોગ કરી શકો છો.
તમામ 3D મૉડલ GLB ફાઇલો તરીકે વિતરિત કરો. GLB ફોર્મેટનો ઉપયોગ મોટા ભાગના 3D વ્યૂઅર દ્વારા કરવામાં આવે છે. GLB ફાઇલો સિંગલ ફાઇલો છે જેમાં મૉડલ અને ટેક્સચર શામેલ હોય છે.
નીચેની ત્રણ માર્ગદર્શિકાઓ સમજાવે છે કે ત્રણ લોકપ્રિય 3D મૉડલિંગ પ્રોગ્રામનો ઉપયોગ કરીને GLB ફાઇલો કેવી રીતે બનાવવી: