પ્રોડક્ટ મીડિયા API અને Liquid સિન્ટેક્સ
ડેવલપર પ્રીવ્યૂ પ્રોડક્ટ માટેની ઇમેજ, વીડિયો અને 3D મૉડલને પ્રોડક્ટ મીડિયા Liquid સિન્ટેક્સના ઉપયોગ થકી પરીક્ષણ અને ડેવલપમેન્ટ માટે પાર્ટનર માટે સુલભ બનાવે છે. GraphQL Admin API ડેવલપરને મીડિયા ઍસેટ બનાવવા, પુનઃપ્રાપ્ત કરવા, અપડેટ કરવા અને ડિલીટ કરવાની મંજૂરી આપે છે.
પ્રોડક્ટ મીડિયા Liquid સિન્ટેક્સ
જો તમે થીમ ડેવલપર હો, તો તમે સ્ટોરની થીમમાં પ્રોડક્ટનાં મીડિયા (ઇમેજ, વીડિયો, 3D મૉડલ) ઉમેરવા માટે Liquid નો ઉપયોગ કરી શકો છો. તમે અમારા Liquid સંદર્ભમાં વધુ માહિતી મેળવી શકો છો.
પ્રોડક્ટ મીડિયા GraphQL Admin APIs
તમે વેપારીઓની પ્રોડક્ટ સાથે સંકળાયેલા વિવિધ પ્રકારના મીડિયાને મેનેજ કરવા માટે GraphQL Admin API નો ઉપયોગ કરી શકો છો. પ્રોડક્ટ મીડિયાના વિવિધ પ્રકારો વિશે અને તેમની સાથે કામ કરવા માટે Shopify ના API નો ઉપયોગ કેવી રીતે કરવો તેની વધુ માહિતી તમે પ્રોડક્ટ મીડિયા API સાથે કામ કરવાની માર્ગદર્શિકા માં શોધી શકો છો.
પ્રોડક્ટ મીડિયા REST API માં ઉપલબ્ધ નથી. જો તમે REST API એન્ડપૉઇન્ટનો ઉપયોગ કરીને પ્રોડક્ટ ઇમેજ સાથે કામ કરી રહ્યાં હોવ, તો આ સુવિધાની કોઈ અસર થતી નથી.