શરૂઆત કરવી
Shopify પાર્ટનર તરીકે નવો સ્ટોર બનાવવાની પ્રક્રિયા વેપારી તરીકે નવો સ્ટોર બનાવવાની પ્રક્રિયા કરતાં થોડી અલગ છે. આ પેજમાં એકંદર પ્રક્રિયાની રૂપરેખા આપેલી છે અને મહત્ત્વપૂર્ણ તફાવતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ક્લાયન્ટ માટે સ્ટોર બનાવવાનું શરૂ કરવા માટે, તમારે એક Shopify પાર્ટનર એકાઉન્ટ બનાવવાની જરૂર પડશે.
આ પેજ પર
તમારા ક્લાયન્ટ માટે સ્ટોર બનાવવા
ક્લાયન્ટ માટે Shopify સ્ટોર બનાવવા માટે, તમારે નીચેનાં પગલાં ભરવાં પડશે:
- તમારા Dev Dashboard માં ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોર બનાવો
- તમારા ક્લાયન્ટનો સ્ટોર બનાવવાનું શરૂ કરો. ઉદાહરણ તરીકે, તમે તમારા ક્લાયન્ટ માટે નીચેનું કામ પૂરું કરી શકો છો:
- એક થીમ પસંદ કરો અને કસ્ટમાઇઝ કરો
- અન્ય પ્લેટફોર્મ પરથી માહિતી માઇગ્રેટ કરો
- પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરવા માટે CSV ફાઇલનો ઉપયોગ કરો અથવા સ્ટોરમાં પ્રોડક્ટ ઉમેરો
- પ્રોડક્ટને કલેક્શનમાં ગોઠવો
- ચુકવણી પદ્ધતિઓ તથા શિપિંગ માહિતી અને ઑર્ડર ફુલફિલમેન્ટનું સેટઅપ કરો
તમે જે કામ કરશો તેનો આધાર તમારા ક્લાયન્ટની જરૂરિયાતો પર રહેલો છે. Shopify પાર્ટનર તરીકે તમારા ક્લાયન્ટના સ્ટોરમાં મૂલ્ય ઉમેરવા અંગેના સૂચનો માટે, સ્ટોર સેટઅપની મૂળભૂત બાબતો નો સંદર્ભ લો.
તમારા ક્લાયન્ટને Shopify પર માઇગ્રેટ કરવામાં મદદ કરો
જો તમારા ક્લાયન્ટ અન્ય પ્લેટફોર્મ પરથી Shopify પર માઇગ્રેટ કરી રહ્યાં હોય, તો તમે તેમની વર્તમાન પ્રોડક્ટ, ઑર્ડર અને ગ્રાહકોને ટ્રાન્સફર કરવા માટે જે પદ્ધતિઓનો ઉપયોગ કરો છો તે ડેટાના પ્રમાણ અને ફોર્મેટ પર આધારિત હોઈ શકે છે.
Shopify પર માઇગ્રેટ કરી રહેલા વેપારીઓની વિચારણાઓ અને પગલાંઓ વિશે વધુ માહિતી માટે, Shopify પર માઇગ્રેટ કરો નો સંદર્ભ લો.
ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોરની મુખ્ય સુવિધાઓ
વેપારીઓ પોતાને માટે બનાવેલા સ્ટોર કરતાં ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોરના કેટલાક મહત્ત્વના તફાવતો છે.
- Shopify પાર્ટનર તરીકે, તમે મફત ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોર બનાવી શકો છો.
- તમે ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોરને ક્લાયન્ટને ટ્રાન્સફર કરી લો ત્યારબાદ તમે તેનાં પર રેફરલ કમિશન કમાવવાનું શરૂ કરશો.
- તમે ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોર પર કેટલો સમય કામ કરી શકો છો તેની કોઈ સમય મર્યાદા નથી. જ્યારે તમે ક્લાયન્ટને માલિકી ટ્રાન્સફર કરો છો અને તેઓ કોઈ પેઇડ પ્લાન પસંદ કરે છે, ત્યારે જ તેઓ તેમના સ્ટોર માટે ચુકવણી કરવાનું શરૂ કરે છે.
તમારા ક્લાયન્ટ માટે ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોરની સુવિધાઓ અને મર્યાદાઓ તથા ક્લાયન્ટ ટ્રાન્સફર સ્ટોર કેવી રીતે બનાવવો તે વિશે વધુ જાણો.