મેટાફીલ્ડ વૅલિડેશનની ભૂલો ઉકેલવી
તમે હાલનાં મેટાફીલ્ડ્સને ડેફિનેશન પર માઇગ્રેટ કરો તે પછી, તમારી કસ્ટમ ડેફિનેશન સાથે મેળ ખાતાં ન હોય તેવા કોઈપણ મેટાફીલ્ડ મૂલ્યો ઉકેલવા માટે તમે બલ્ક એડિટરનો ઉપયોગ કરી શકો છો. તમે અમાન્ય મૂલ્યો ધરાવતી ડેફિનેશન બનાવો તે પછી તમને અમાન્ય મેટાફીલ્ડ મૂલ્યો પેજ પર બલ્ક એડિટર પર ઑટોમૅટિક રીતે રીડાયરેક્ટ કરવામાં આવે છે.
અમાન્ય મેટાફીલ્ડ મૂલ્યો પેજ તમારી મેટાફીલ્ડ ડેફિનેશન અને નીચેની માહિતી ધરાવતા ટેબલ માટે વૅલિડેશનના નિયમો દર્શાવે છે:
- તમારા સ્ટોરના એવા ભાગો કે જે તમારી મેટાફીલ્ડ ડેફિનેશન માટે અમાન્ય મૂલ્ય ધરાવે છે
- દરેક મેટાફીલ્ડ મૂલ્ય માટે ભૂલનું વર્ણન
- એક એડિટ કરી શકાય તેવી કૉલમ જ્યાં તમે તમારા મેટાફીલ્ડ્સ માટે નવાં મૂલ્યો દાખલ કરી શકો છો
જો તમારાં કેટલાંક મેટાફીલ્ડ મૂલ્યો અમાન્ય હોય, તો જ્યાં સુધી તમે બધી ભૂલોને ઉકેલો નહીં, ત્યાં સુધી તમે તમારા મેટાફીલ્ડનો ઉપયોગ કરી શકતા નથી. અલગ અલગ મેટાફીલ્ડ્સ માટે કયાં મૂલ્યો માન્ય છે, તે વિશે વધુ માહિતી માટે, સામાન્ય મેટાફીલ્ડ સામગ્રીના પ્રકારો અને મૂલ્યોની સૂચિનો સંદર્ભ લો.
બલ્ક એડિટરનો ઉપયોગ કરીને મેટાફીલ્ડ મૂલ્યોને ઉકેલો
જો તમે અમાન્ય મૂલ્યો ધરાવતી કસ્ટમ મેટાફીલ્ડ ડેફિનેશન બનાવો છો, તો તમને વૅલિડેશનની ભૂલોને ઉકેલવા માટે બલ્ક એડિટર પર ઑટોમૅટિક રીતે રીડાયરેક્ટ કરવામાં આવે છે.
પગલાં:
- વૈકલ્પિક: મેટાફીલ્ડ મૂલ્ય સાથે સંકળાયેલી ભૂલ જોવા માટે મેટાફીલ્ડ મૂલ્યની બાજુમાં આપેલા
iઆઇકન પર તમારું કર્સર ફેરવો. - હાલનાં મૂલ્યોને એડિટ કરવા માટે METAFIELD VALUE કૉલમમાં ફીલ્ડ્સની અંદર ક્લિક કરો અને ટાઇપ કરો. એકસાથે એકથી વધુ મૂલ્યોને અપડેટ કરવા માટે, નીચેના શૉર્ટકટ્સનો ઉપયોગ કરો:
- એકસાથે એકથી વધુ ફીલ્ડ્સને પસંદ અને એડિટ કરવા માટે, એકથી વધુ સેલ પર તમારું કર્સર ક્લિક કરો અને ખેંચો.
- એકથી વધુ નજીકના સેલને પસંદ કરવા માટે, સેલ પસંદ કરવા માટે ક્લિક કરો, પછી
shiftકીને દબાવી રાખો અને અન્ય સેલ પર ક્લિક કરો. - નજીકમાં ન હોય તેવા એકથી વધુ સેલને પસંદ કરવા માટે, PC પર
Altકી અથવા Mac પરcommandકીને દબાવી રાખો અને અલગ અલગ સેલ પર ક્લિક કરો. - કોઈ સેલના મૂલ્યને તેની નીચેના સેલમાં લાગુ કરવા માટે, સેલના ફિલ હૅન્ડલને ક્લિક કરો અને નીચેના સેલ પર ખેંચો.
- સાચવો પર ક્લિક કરો.
તમે તમારા ફેરફારો સાચવો તે પછી, મેટાફીલ્ડ મૂલ્યોનું ટેબલ નીચે મુજબના અપડેટ કરેલા સ્ટેટસ બતાવે છે:
- તમારી મેટાફીલ્ડ ડેફિનેશન સાથે મેળ ખાતાં હોય તેવા બધાં મેટાફીલ્ડ મૂલ્યો ચેકમાર્ક દર્શાવે છે.
- જે મેટાફીલ્ડ મૂલ્યો હજી પણ ઉકેલવાની જરૂર હોય તે
iઆઇકન દર્શાવે છે.
જો કોઈપણ મેટાફીલ્ડ મૂલ્યો હજી પણ ભૂલો દર્શાવે છે, તો જ્યાં સુધી બધાં મૂલ્યો ઉકેલવામાં ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. જ્યાં સુધી બધાં મૂલ્યો તમારી મેટાફીલ્ડ ડેફિનેશન સાથે મેળ ન ખાય, ત્યાં સુધી તમે તમારા મેટાફીલ્ડનો ઉપયોગ કરી શકતા નથી.
જો તમે તરત જ તમારાં અમાન્ય મૂલ્યોને ઉકેલતા નથી, તો અમાન્ય મૂલ્યો ધરાવતી મેટાફીલ્ડ ડેફિનેશન્સ મેટાફીલ્ડ ડેફિનેશન્સ પેજ પર ઉકેલની જરૂર છે તેવો ભૂલનો મેસેજ દર્શાવે છે. બલ્ક એડિટર પર પાછા ફરવા માટે તમે અમાન્ય મેટાફીલ્ડ્સ જુઓ પર ક્લિક કરી શકો છો.