Shopify Flowમાં સુરક્ષિત ડેટા

વ્યાક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી (PII) એવી માહિતી છે જે એકલા અથવા સંયુક્ત રીતે કોઈ વ્યક્તિને વિશિષ્ટ રીતે ઓળખી શકે છે. જો તમે Shopify Flowમાં કનેક્ટર ઍપ દ્વારા બનાવવામાં આવેલા ટ્રિગર્સ અને ક્રિયાઓનો ઉપયોગ કરો છો, તો તે ઍપ તમે પસંદ કરેલા વેરિયેબલ્સના આધારે તમારા સ્ટોર, ગ્રાહકો, ઑર્ડર્સ અથવા અન્ય બિઝનેસ ડેટા વિશેની માહિતીને ઍક્સેસ કરી શકે છે.

Shopify Flowમાં PIIના પ્રકારો

તમે કયા ટ્રિગર્સ અને ક્રિયાઓનો ઉપયોગ કરો છો તેના આધારે, Shopify Flowમાં નીચેનું PII ઉપલબ્ધ કરવામાં આવે છે:

  • ગ્રાહકની વ્યક્તિગત માહિતી, જેમાં નામ, ઇમેઇલ ઍડ્રેસ, ફોન નંબર અને સરનામાં જેવી સંપર્ક માહિતી શામેલ હોય છે. ઑર્ડર્સ, ફુલફિલમેન્ટ અથવા શિપિંગ સાથે ડીલ કરતી ઍપને સ્થાન માહિતી (જેમ કે IP ઍડ્રેસ અને જિયોલોકેશન) અને યુઝર એજન્ટ માહિતી (જેમ કે બ્રાઉઝર અને ઑપરેટિંગ સિસ્ટમ)ની ઍક્સેસની પણ જરૂર હોય છે.
  • Shopify સ્ટોર માલિકની વ્યક્તિગત માહિતી, જેમાં સ્ટોર માલિક માટેની તમામ સંપર્ક માહિતી શામેલ હોય છે, જેમાં નામ, ઇમેઇલ ઍડ્રેસ, ફોન નંબર અને તમામ સ્થાનોના સરનામાંઓ શામેલ છે.
  • સ્ટાફની વ્યક્તિગત માહિતી, જેમાં સ્ટાફ માટેની તમામ સંપર્ક માહિતી શામેલ હોય છે, જેમાં નામ, ઇમેઇલ ઍડ્રેસ અને ફોન નંબર શામેલ છે.

Shopify Flowમાં PIIની ઓળખ

સ્થિતિ અથવા ક્રિયા બનાવતી વખતે, જે વેરિયેબલ્સમાં PII શામેલ હોય તે વેરિયેબલ નામના આગળના ભાગમાં Shield with padlock આઇકન વડે દર્શાવવામાં આવે છે. Shopify Flowમાં સુરક્ષિત ડેટા સાથે કામ કરવા વિશે વધુ જાણવા માટે આઇકન પર ક્લિક કરો.

Shopify Flowમાં PIIને કેવી રીતે હેન્ડલ કરવું

PIIનો ઉપયોગ કરતા વર્કફ્લો બનાવતી વખતે ધ્યાનમાં લેવા જેવી કેટલીક ભલામણો અહીં આપેલી છે:

  • સંવેદનશીલ ડેટાને હેન્ડલ કરવા માટે હંમેશાં શ્રેષ્ઠ પદ્ધતિઓ અનુસરો અને કોઈપણ લાગુ થતા નિયમો અથવા નીતિઓનું પાલન કરવાનું સુનિશ્ચિત કરો.
  • અન્ય ઍપ અને સેવાઓમાંથી ક્રિયાઓનો ઉપયોગ કરતી વખતે માત્ર સંપૂર્ણપણે જરૂરી હોય તેવા જ વેરિયેબલ્સ શામેલ કરો.
  • જ્યારે ઇમેઇલ્સ અને નોટિફિકેશન મોકલતા હોવ (આંતરિક રીતે અને ગ્રાહકોને એમ બંને), ત્યારે સુનિશ્ચિત કરો કે તમે જે ડેટા મોકલી રહ્યાં છો તે પ્રાપ્તકર્તાને લાગુ પડે છે.