ડિસ્કાઉન્ટ
ડિસ્કાઉન્ટ ઑફર કરવા એ તમારા Shopify સ્ટોરમાં વેચાણ વધારવા માટેની એક માર્કેટિંગ વ્યૂહરચના હોઈ શકે છે. ડિસ્કાઉન્ટ ઑફર કરવા માટે, તમે ડિસ્કાઉન્ટ કોડ બનાવી શકો છો અથવા સ્વચાલિત ડિસ્કાઉન્ટ સેટ કરી શકો છો અથવા વૈકલ્પિક રીતે તમે વ્યક્તિગત પ્રોડક્ટ માટે સેલ કિંમત સેટ કરી શકો છો.
તમે નિશ્ચિત રકમના ડિસ્કાઉન્ટ, ટકાવારીવાળા ડિસ્કાઉન્ટ, X ખરીદો Y મેળવો ડિસ્કાઉન્ટ અથવા મફત શિપિંગના ડિસ્કાઉન્ટ માટે કોડ બનાવી શકો છો. જો તમે Shopify POS નો ઉપયોગ કરી રહ્યા હો, તો ગ્રાહકો ચેકઆઉટ વખતે ઑનલાઇન અથવા રૂબરૂમાં ડિસ્કાઉન્ટ કોડ દાખલ કરી શકે છે.
તમે Shopify App Store પરથી કોઈ થર્ડ-પાર્ટી ઍપ નો ઉપયોગ કરીને પણ અન્ય પ્રકારના ડિસ્કાઉન્ટ બનાવી શકો છો. કેટલીક થર્ડ-પાર્ટી ઍપ તમને સીધા તમારા Shopify ઍડમિનમાં ડિસ્કાઉન્ટ મેનેજ કરવાની મંજૂરી આપે છે, અથવા તમારે ઍપનાં સેટિંગ્સમાં તમારા ડિસ્કાઉન્ટ બનાવવાની જરૂર પડી શકે છે.
જો તમારો સ્ટોર Shopify Plus પ્લાન પર હોય, તો તમે તમારી પોતાની કસ્ટમ ડિસ્કાઉન્ટ ઍપ બનાવી શકો છો.
જ્યારે તમે ઑર્ડર પર ડિસ્કાઉન્ટ ઑફર કરો છો, ત્યારે કર લાગુ કરતાં પહેલાં ઑર્ડરના પેટા સરવાળા પર ડિસ્કાઉન્ટ લાગુ થાય છે અને તે પછી કોઈપણ લાગુ પડતો કર ઉમેરવામાં આવે છે.
તમે તમારા Shopify ઍડમિનમાં ડિસ્કાઉન્ટ પેજ પરથી હાલના ડિસ્કાઉન્ટ અપડેટ અને મેનેજ કરી શકો છો. ડિસ્કાઉન્ટને અપડેટ કરતા પહેલાં, તપાસી લો કે સ્ટાફનો કોઈ બીજો સભ્ય પણ તે જ ડિસ્કાઉન્ટમાં ફેરફાર કરી રહ્યો નથી ને.
ડિસ્કાઉન્ટ ક્યારે સક્રિય અથવા નિષ્ક્રિય કરવામાં આવે છે તે શેડ્યૂલ કરવા અથવા તમારો સ્ટોર પહેલેથી જે ડિસ્કાઉન્ટ ઑફર કરે છે તેની સરખામણીમાં કોઈ ડિસ્કાઉન્ટનું પરીક્ષણ કરવા માટે તમે રોલઆઉટ નો પણ ઉપયોગ કરી શકો છો. રોલઆઉટમાં ડિસ્કાઉન્ટ વિશે વધુ જાણો.
તમારા Shopify ઍડમિનમાં ડિસ્કાઉન્ટ બનાવવામાં, તેમાં ફેરફાર કરવામાં અથવા તેનું નિવારણ કરવામાં સહાય માટે તમે Shopify ના બિલ્ટ-ઇન અને મફત AI કૉમર્સ આસિસ્ટન્ટ, Sidekick ને પણ પૂછી શકો છો. ઉદાહરણ તરીકે, આમ પૂછો: "મારા સમર કલેક્શન માટે 15% નો ડિસ્કાઉન્ટ કોડ બનાવો, ગ્રાહકદીઠ એકવાર ઉપયોગ, જે રવિવારે સમાપ્ત થશે."