Shopify Inbox ઇન્સ્ટૉલ કરવું અને ઍક્સેસ કરવું

Shopify Inbox વડે તમે ઑનલાઇન સ્ટોરમાં ગ્રાહકો સાથે જોડાઈ શકો છો. ઇનબૉક્સ ઇન્સ્ટૉલ કરતી વખતે, તમે ગ્રાહકોને આપમેળે જવાબ આપવા ઇનબૉક્સ એજન્ટનો ઉપયોગ કરવાનું કે સ્ટાફ સાથે મળીને વાતચીત સંભાળવાનું પસંદ કરી શકો છો. જો તમે પહેલેથી ઇનબૉક્સનો ઉપયોગ કરો છો, તો ઇનબૉક્સ એજન્ટ ચાલુ ન કરો ત્યાં સુધી સ્ટાફ જ વાતચીત સંભાળશે.

ઍપ ઇન્સ્ટૉલ કર્યા પછી વેબ પર અથવા iOS કે Android માટેની Shopify Inbox મોબાઇલ ઍપ દ્વારા વાતચીત ખોલી શકો છો.

પરવાનગીઓની આવશ્યકતાઓ

iOS પરવાનગીની આવશ્યકતાઓ

જો તમે તમારા ઉપકરણને iOS 15.1 કે તે પછીના વર્ઝન પર અપડેટ કરો છો અને તૃતીય-પક્ષ Shopify ઍપનો ઉપયોગ કરો છો, તો તમારે તમારા iOS સેટિંગમાં Cross-Website tracking ને સક્રિય કરવાની જરૂર પડી શકે છે. Cross-Website tracking તમે તમારા Shopify ઍડમિનમાં ઇન્સ્ટૉલ કરો છો તે તૃતીય-પક્ષ Shopify ઍપને Shopify Inbox, Shopify પૉઇન્ટ ઑફ સેલ અને Shopify ઍપમાં કનેક્ટ થયેલી રહેવા દે છે.

Cross-Website tracking સક્રિય કરવા માટે, નીચે આપેલાં પગલાં પૂર્ણ કરો:

  1. તમારા iOS ઉપકરણ પર, Settings ઍપ ખોલો.
  2. Shopify, Shopify POS અથવા Shopify Inbox પર ટૅપ કરો.
  3. Allow Cross-Website Tracking સક્રિય કરો.

સ્ટોરની પરવાનગીની આવશ્યકતાઓ

સ્ટોર માલિકો અથવા ઑર્ગેનાઇઝેશન ઓનર અને જરૂરી પરવાનગીઓ સાથેની વપરાશકર્તા ભૂમિકાઓ ધરાવતા વપરાશકર્તાઓ Shopify Inbox ની બધી સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. ફક્ત એવા વપરાશકર્તાઓ કે જેઓ બધી ઉપલબ્ધ પરવાનગીઓ સાથેની વપરાશકર્તા ભૂમિકાઓ ધરાવે છે તેઓ જ ચેટની ઉપલબ્ધતાનું સંચાલન કરી શકે છે. માત્ર POS સ્ટાફને Shopify Inbox નો ઍક્સેસ નથી.

Shopify Inbox માટે સ્ટાફની પરવાનગીઓ અને દરેક પરવાનગી હેઠળ શું કરી શકાય તેની માહિતી.
જરૂરી પરવાનગીવર્ણન
ઉત્પાદનોતમારા સ્ટાફને પ્રોડક્ટની લિંક શેર કરવાની મંજૂરી આપે છે.
ગ્રાહકોતમારા સ્ટાફને નીચે આપેલાં કાર્યો કરવાની મંજૂરી આપે છે:
  • ચેટની ઉપલબ્ધતાનું સંચાલન કરવું
  • ગ્રાહકોને જવાબ આપવો અને સેવ કરેલા જવાબોનું સંચાલન કરવું
ડિસ્કાઉન્ટતમારા સ્ટાફને ડિસ્કાઉન્ટ કોડ શેર કરવાની અથવા અન્ય સ્ટાફ દ્વારા શેર કરવામાં આવેલા ડિસ્કાઉન્ટ કોડને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.
ડ્રાફ્ટ ઑર્ડરતમારા સ્ટાફને ડ્રાફ્ટ ઑર્ડર બનાવવાની અથવા અન્ય સ્ટાફ દ્વારા બનાવવામાં આવેલા ડ્રાફ્ટ ઑર્ડરને જોવાની મંજૂરી આપે છે.
ઍપ અને ચેનલ મેનેજ કરો અને ઇન્સ્ટૉલ કરોતમારા સ્ટાફને Shopify Inbox સાથે કનેક્ટ કરેલી ચેટ ઍપનું સંચાલન કરવાની મંજૂરી આપે છે.
તમે જે સ્ટાફના સભ્યો પાસે ઍપ અને સેલ્સ ચેનલનું સંચાલન કરાવવા માગતા હોવ માત્ર તેમને જ તમારે આ પરવાનગી આપવાની જરૂર છે. જે સ્ટાફના સભ્યો પાસે આ પરવાનગી નથી તેઓ હજી પણ ઍપ અને સેલ્સ ચેનલનો ઉપયોગ કરી શકે છે. વધુ માહિતી માટે, સ્ટાફની પરવાનગીઓનું વર્ણન જુઓ.

Shopify Inbox ઍક્સેસ કરો

Shopify Inbox ખોલવાની રીત તમે ઇનબૉક્સ એજન્ટ વાપરો છો કે સ્ટાફ સાથે વાતચીત મેનેજ કરો છો તેના પર આધાર રાખે છે:

Shopify Inbox ઇન્સ્ટૉલ કરો

Shopify Inbox નો ઉપયોગ કરવા માટે, તમારે Shopify સ્ટોરમાં ઍપ ઇન્સ્ટૉલ કરવી જરૂરી છે. ઍપ કેવી રીતે ઇન્સ્ટૉલ કરવી તેની વિગતો માટે, ઍપ ઇન્સ્ટૉલ કરવી જુઓ.

ઇનબૉક્સ ઇન્સ્ટૉલ કર્યા પછી, તમે ઑનલાઇન સ્ટોરમાં ચેટ વિજેટ ઉમેરી શકો છો, ચેટનાં સેટિંગ્સ અને દેખાવ ગોઠવી શકો છો અને ઇનબૉક્સ સેટિંગ્સ સેટ કરી શકો છો. ઇનબૉક્સ એજન્ટ ચાલુ કરવા માટે, વાતચીત માટે ઇનબૉક્સ એજન્ટની નિમણૂક કરવી જુઓ.

એકાધિક ઇનબૉક્સ વચ્ચે સ્વિચ કરો

જો તમે એકથી વધુ સ્ટોર પર ઇનબૉક્સ ઇન્સ્ટૉલ કર્યું હોય, તો એક સ્ટોરના ઇનબૉક્સમાંથી બીજા સ્ટોરના ઇનબૉક્સમાં જઈ શકો છો. તમે જે સ્ટોરમાં લૉગ ઇન કર્યું હોય તે દરેક સ્ટોરની સૂચનાઓ પણ મળે છે. કોઈ સ્ટોરની સૂચનાઓ મળતી બંધ કરવા માટે તે સ્ટોરમાંથી લૉગ આઉટ કરો. સૂચનાઓ માટેની પસંદગીઓ મેનેજ કરવાની રીત જાણો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. Shopify Inboxમાં સ્ટોરના નામ પર ક્લિક કરો.
  2. ડ્રૉપડાઉનમાંથી, તમે જે સ્ટોર પર સ્વિચ કરવા માગતા હો તેને પસંદ કરો અથવા અન્ય સ્ટોર પર Inbox ઇન્સ્ટૉલ કરવા માટે સ્ટોર ઉમેરો પર ક્લિક કરો.
મોબાઇલ
  1. Shopify Inbox મોબાઇલ ઍપ માંથી, મેનૂ બટન પર ટૅપ કરો.
  2. ફિલ્ટર વિકલ્પોની નીચે, તમે જે સ્ટોર પર સ્વિચ કરવા માગતા હો તેને ટૅપ કરો અથવા અન્ય કોઈ સ્ટોર પર Inbox ઉમેરવા માટે સ્ટોર ઉમેરો પર ટૅપ કરો.