ઍપ એક્સ્ટેન્શન અને ફંક્શન

કેટલીક ઍપ એક્સ્ટેન્શન અને ફંક્શનનો ઉપયોગ કરીને તમારા સ્ટોરમાં સુવિધાઓ ઉમેરે છે. ઍપ ડેવલપર દ્વારા એક્સ્ટેન્શન અને ફંક્શન સેટ કરવામાં આવે છે અને જ્યારે તમે ઍપને ઇન્સ્ટૉલ અને ઍક્ટિવેટ કરો છો ત્યારે તે ઉપલબ્ધ થાય છે.

એક્સ્ટેન્શનની મદદથી ઍપ તમારા ઑનલાઇન સ્ટોર, ચેકઆઉટ, ગ્રાહક એકાઉન્ટ અથવા પૉઇન્ટ ઑફ સેલ જેવા ક્ષેત્રોમાં કાર્યક્ષમતા ઉમેરી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ ઍપ તમારા ચેકઆઉટ પેજમાં કસ્ટમ ફીલ્ડ ઉમેરી શકે છે, તમારા ઑનલાઇન સ્ટોર પર ચેટ બૉટ ખોલી શકે છે અથવા ગ્રાહક એકાઉન્ટમાં લૉયલ્ટી પૉઇન્ટ પ્રદર્શિત કરી શકે છે.

ફંક્શનની મદદથી ઍપ તમારા સ્ટોરના બેકએન્ડ લૉજિકને કસ્ટમાઇઝ કરી શકે છે. ઉદાહરણ તરીકે, ઍપ કસ્ટમ ડિસ્કાઉન્ટનો પ્રકાર બનાવવા, ચેકઆઉટ પર ડિલિવરીના વિકલ્પોને ઍડજસ્ટ કરવા અથવા ચુકવણીના ચોક્કસ નિયમો લાગુ કરવા માટે ફંક્શનનો ઉપયોગ કરી શકે છે. તમે ઍપ સેટ કરો તે પછી તમારા સ્ટોરની કામગીરીના ભાગ રૂપે ફંક્શન આપમેળે રન થાય છે.

Shopify Adminમાં સેટિંગ > ઍપ પરથી ઇન્સ્ટૉલ કરેલી ઍપના એક્સ્ટેન્શન અને ફંક્શન જોઈ અને મેનેજ કરી શકાય છે. ઍપ વિશેના પેજ પર, એક્સ્ટેન્શન અને Functions કાર્ડમાં હાલમાં કેટલાં સક્રિય છે અને સ્ટોરના કયા વિભાગોમાં ઉપલબ્ધ છે તે દેખાય છે. તે ક્યાં સક્રિય છે તે જોવા માટે વિભાગોના લખાણ પર કર્સર રાખો. ઉદાહરણ તરીકે, એક્સ્ટેન્શન માટે ચેકઆઉટ, ગ્રાહક એકાઉન્ટ, ઑનલાઇન સ્ટોર કે પૉઇન્ટ ઑફ સેલ અને ફંક્શન માટે ચેકઆઉટ, ડિસ્કાઉન્ટ, ચુકવણી કે શિપિંગ અને ડિલિવરી.

તે ઍપ માટેની સંપૂર્ણ સૂચિ જોવા માટે એક્સ્ટેન્શન અથવા Functions પર ક્લિક કરો. એક્સ્ટેન્શન અથવા Functions પેજ પર, હાલમાં કયાં એક્સ્ટેન્શન કે ફંક્શન ચાલી રહ્યાં છે તે જોવા માટે સક્રિય અને નિષ્ક્રિય ટૅબ વચ્ચે ફેરબદલ કરી શકાય છે. એક્સ્ટેન્શન કે ફંક્શન ખોલવા માટે તેના પર ક્લિક કરો. એક્સ્ટેન્શનના આધારે, સ્ટોરનો એવો વિભાગ ખૂલે છે જ્યાં તેને સક્રિય કે મેનેજ કરી શકાય અથવા એક્સ્ટેન્શનની કાર્યસ્થિતિની વિગતો ખૂલે છે.

જો તમે ઍપ ડેવલપર છો, તો ટેકનિકલ ડૉક્યુમેન્ટેશન માટે એક્સ્ટેન્શન પરના Shopify dev docs અને ફંક્શન પરના Shopify dev docsનો સંદર્ભ લો.

એક્સ્ટેન્શન અને ફંક્શન સક્રિય કરવા

તમે એક્સ્ટેન્શન અને ફંક્શનનો જ્યાં ઉપયોગ કરવામાં આવે છે તેવા તમારા Shopify ઍડમિનના ક્ષેત્રમાં તેમને સક્રિય અને નિષ્ક્રિય કરો છો. ઍપના સેટિંગ્સમાં એક્સ્ટેન્શન અથવા ફંક્શન પેજ પરથી, એક્સ્ટેન્શન અથવા ફંક્શનને જ્યાં મેનેજ કરી શકાય તેવા ક્ષેત્ર પર નેવિગેટ કરવા માટે તેના નામ પર ક્લિક કરો. તમે કોઈ એક્સ્ટેન્શન અથવા ફંક્શન સક્રિય કરી લો, તે પછી તે ઍપના વિશે પેજ પર સક્રિય તરીકે પ્રદર્શિત થાય છે.

જો એક્સ્ટેન્શનની કાર્યસ્થિતિની વિગતો જોવાની ઍક્સેસ હોય, તો ચેકઆઉટ કે ગ્રાહક એકાઉન્ટના એક્સ્ટેન્શન પર ક્લિક કરવાથી તેના બદલે તેની કાર્યસ્થિતિની વિગતો ખૂલે છે. આમાંથી કોઈ એક્સ્ટેન્શન માટે એડિટર ખોલવા, એક્સ્ટેન્શનની પંક્તિ પર કર્સર રાખો અને પછી Open in editor આઇકન પર ક્લિક કરો.

એક્સ્ટેન્શન

એક્સ્ટેન્શન તમારા Shopify ઍડમિનના નીચેના ક્ષેત્રોમાં સક્રિય કરી શકાય છે:

Functions

તમારા Shopify ઍડમિનના નીચેના ભાગોમાં Functions સક્રિય કરી શકાય છે:

એક્સ્ટેન્શન તરફથી ઍપ ઇવેન્ટ

ઍપ Shopify ને ઍપ ઇવેન્ટ મોકલવા માટે તેમના ચેકઆઉટ અને ગ્રાહક એકાઉન્ટ એક્સ્ટેન્શનનો ઉપયોગ કરી શકે છે. ઍપ ઇવેન્ટ એક્સ્ટેન્શનમાં થતી કોઈ ક્રિયા રેકોર્ડ કરે છે, જેમ કે ગ્રાહક દ્વારા ઑફર જોવી. Shopify તમારા સ્ટોર ઍનાલિટિક્સમાં ગ્રાહકો ઍપનો ઉપયોગ કેવી રીતે કરે છે તે દર્શાવવા માટે ઍપ ઇવેન્ટનો ઉપયોગ કરે છે. ઍપ ડેવલપર તેમની ઍપનું નિરીક્ષણ કરવા અને સપોર્ટ પૂરો પાડવા માટે પણ ઇવેન્ટ જોઈ શકે છે, જેમાં તેમના પોતાના વિશ્લેષણાત્મક હેતુઓ માટે જોવાનો પણ સમાવેશ થાય છે.

ઍપ તેમના Shopify Admin એક્સ્ટેન્શનમાંથી પણ ઍપ ઇવેન્ટ મોકલી શકે છે. આ ઇવેન્ટ ઍપમાં તમારી અથવા તમારા સ્ટાફની ક્રિયાઓ નોંધે છે.

ગ્રાહક તમારા ગ્રાહક ગોપનીયતા સેટિંગ્સમાં ઍનાલિટિક્સને મંજૂરી આપે તે પછી જ ચેકઆઉટ અને ગ્રાહક એકાઉન્ટ પરની ઍપ ઇવેન્ટ મોકલવામાં આવે છે. વેપારીના ઍનાલિટિક્સ માટે, Shopify મુલાકાતીના ID અને સત્રના ID સંબંધિત સંકલિત માહિતી ડેવલપરની ઍપ ઇવેન્ટ સાથે જોડીને વેપારીને આપી શકે છે. જો ઍપ ઍપ ઇવેન્ટ મોકલે એવું ન ઇચ્છો, તો તે ઍપ અનઇન્સ્ટોલ કરો.

એક્સ્ટેન્શનની કાર્યસ્થિતિને સમજવી

એક્સ્ટેન્શનની કાર્યસ્થિતિ પરથી જાણી શકાય છે કે ઍપના ચેકઆઉટ કે ગ્રાહક એકાઉન્ટના એક્સ્ટેન્શન ગ્રાહકો માટે કેટલી વિશ્વસનીય રીતે લોડ થાય છે. જ્યારે ઍપ એક્સ્ટેન્શન લોડ થવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તે ચેકઆઉટ કે ગ્રાહક એકાઉન્ટમાં ઉમેરેલી સુવિધા, જેમ કે કસ્ટમ ફીલ્ડ કે લૉયલ્ટી પૉઇન્ટ, ગ્રાહકોને મળતી નથી.

એક્સ્ટેન્શનની કાર્યસ્થિતિ વિશે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ઍપના એક્સ્ટેન્શનની કાર્યસ્થિતિ જોતા પહેલાં, નીચેની બાબતો ધ્યાનમાં લો:

  • માત્ર ચેકઆઉટ અને ગ્રાહક એકાઉન્ટમાં સક્રિય એક્સ્ટેન્શન માટે જ કાર્યસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
  • ઑનલાઇન સ્ટોર કે પૉઇન્ટ ઑફ સેલ જેવા અન્ય વિભાગોના એક્સ્ટેન્શન માટે અથવા ફંક્શન માટે કાર્યસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી.
  • નિષ્ફળતાના દરનો અંદાજ સાવચેતીપૂર્વક કાઢવામાં આવે છે, તેથી ઓછી વાર લોડ થયેલા એક્સ્ટેન્શનને માત્ર થોડી નિષ્ફળતાઓને કારણે સમસ્યાગ્રસ્ત તરીકે ચિહ્નિત કરવાની શક્યતા ઓછી રહે છે.

એક્સ્ટેન્શનની કાર્યસ્થિતિ કેવી રીતે દર્શાવાય છે

ચેકઆઉટ અને ગ્રાહક એકાઉન્ટના દરેક એક્સ્ટેન્શન માટે નીચેમાંથી કોઈ એક કાર્યસ્થિતિ દેખાય છે:

  • સારી: એક્સ્ટેન્શન લોડ થવામાં સતત નિષ્ફળતા જોવા મળી નથી.
  • ચેતવણી: છેલ્લા 7 દિવસમાં એક્સ્ટેન્શનને લોડ કરવાના 5%થી વધુ પ્રયાસો નિષ્ફળ ગયા છે અને નિષ્ફળતાનો દર 72 કલાકથી 5%થી વધુ રહ્યો છે.
  • ગંભીર: છેલ્લા 7 દિવસમાં એક્સ્ટેન્શનને લોડ કરવાના 50%થી વધુ પ્રયાસો નિષ્ફળ ગયા છે અને નિષ્ફળતાનો દર 48 કલાકથી 50%થી વધુ રહ્યો છે.
  • પૂરતો ડેટા નથી: એક્સ્ટેન્શનની કાર્યસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે પૂરતો ડેટા નથી. છેલ્લા 7 દિવસમાં એક્સ્ટેન્શન 10 કરતાં ઓછી વાર લોડ થયું હોય અથવા તેના વર્તમાન વર્ઝનનો હજી પૂરતો ઇતિહાસ ન હોય ત્યારે આ સ્થિતિ દેખાય છે. એક્સ્ટેન્શનના દરેક વર્ઝન માટે કાર્યસ્થિતિનું મૂલ્યાંકન થાય છે. તેથી, તાજેતરમાં અપડેટ થયેલું એક્સ્ટેન્શન વારંવાર લોડ થતું હોય તોપણ તેના નવા વર્ઝનની ઓછામાં ઓછા 7 દિવસની પ્રવૃત્તિ નોંધાય ત્યાં સુધી આ સ્થિતિ દેખાઈ શકે છે.

એક્સ્ટેન્શન માટે વિગતોનું પેજ પણ હોય છે, જેમાં કાર્યસ્થિતિ અને છેલ્લા 7 દિવસના નીચેના મેટ્રિક દેખાય છે:

  • નિષ્ફળતાનો દર: એક્સ્ટેન્શનને લોડ કરવાના પ્રયાસોમાંથી નિષ્ફળ ગયેલા પ્રયાસોનું પ્રમાણ.
  • લોડ થવામાં નિષ્ફળતા: ઍપમાં સમસ્યાને કારણે એક્સ્ટેન્શન લોડ ન થઈ શક્યું હોય તે વખતની સંખ્યા.
  • એક્સ્ટેન્શન લોડ થવાની સંખ્યા: એક્સ્ટેન્શન કેટલી વાર લોડ થયું તેની સંખ્યા.

એક્સ્ટેન્શનની કાર્યસ્થિતિ તપાસો

  1. Shopify Adminમાંથી, સેટિંગ > ઍપ પર જાઓ.

  2. જે ઍપની સમીક્ષા કરવી હોય તેના પર ક્લિક કરો.

  3. એક્સ્ટેન્શન પર ક્લિક કરો.

  4. સક્રિય ટૅબમાં, ચેકઆઉટ અને ગ્રાહક એકાઉન્ટના દરેક એક્સ્ટેન્શન માટે કાર્યસ્થિતિ કૉલમ તપાસો.

  5. વૈકલ્પિક: વધુ વિગતો જોવા માટે, એક્સ્ટેન્શનના નામ પર ક્લિક કરો.

એક્સ્ટેન્શન લોડ થવામાં નિષ્ફળ જાય ત્યારે શું કરવું

જો એક્સ્ટેન્શનની સ્થિતિ ચેતવણી અથવા ગંભીર હોય, તો એક્સ્ટેન્શનની વિગતોના પેજ પરનું બૅનર જણાવે છે કે નિષ્ફળતાઓનું કારણ ઍપની સમસ્યા છે અને ઍપ ડેવલપરને જાણ કરવામાં આવી છે. એક્સ્ટેન્શનને એડિટરમાં ખોલવા માટે, ચેકઆઉટમાં ખોલો અથવા ગ્રાહક એકાઉન્ટમાં ખોલો પર ક્લિક કરો. એક્સ્ટેન્શન વિશે મદદ મેળવવા માટે, ઍપ ડેવલપરનો સંપર્ક કરો.

જો એક્સ્ટેન્શનની સ્થિતિ ગંભીર થાય, તો એક્સ્ટેન્શનની કાર્યસ્થિતિ જોઈ શકતા સ્ટાફને સ્ટોરની અલર્ટ ફીડમાં અલર્ટ મળે છે. એક્સ્ટેન્શનની વિગતોનું પેજ ખોલવા માટે અલર્ટ પર ક્લિક કરો.

ફંક્શનની ભૂલોનું મુશ્કેલીનિવારણ

જો ફંક્શનમાં કોઈ ભૂલ આવે, તો ઍપના અબાઉટ પેજ અને ફંક્શન પેજ પરના Functions કાર્ડ પર ચેતવણી દેખાડવામાં આવે છે. કાર્ડ પર સામાન્ય ઉપલબ્ધ વિસ્તારોની સંખ્યાને બદલે [number] વિસ્તાર પર ભૂલો દેખાડવામાં આવે છે, અને ચેતવણી એ જણાવે છે કે છેલ્લી ભૂલો ક્યારે મળી હતી.

Functions પેજ પર, જે ફંક્શનમાં ભૂલો હોય તેમને Warning આઇકન વડે હાઇલાઇટ કરવામાં આવે છે. જો ફંક્શનમાં ભૂલો હોય, તો સહાયતા માટે ઍપ ડેવલપરનો સંપર્ક કરો. કેટલાક કિસ્સાઓમાં, ભૂલનું સમાધાન થઈ ગયું હોઈ શકે છે. ડેવલપરને સમસ્યાનું મુશ્કેલીનિવારણ કરવામાં મદદ કરવા માટે તમે ફંક્શન લૉગ પણ શેર કરી શકો છો.